જાનવરોનું માંસ ખાવાની આદતે માણસને આપી આટલી બીમારીઓ, લાખો લોકોએ ગુમાવ્યો જીવ. વિશ્વને શું ફાયદા થાય જો બધા જ બની જાય શાકાહારી?

Hits: 20

Coronavirus Pain and Cases Updates; Animal to Human Diseases Killed Million People Each Year; Can Disease Spread through Non Vegetarian Food?

WHO મુજબ, છેલ્લા ત્રણ દશકમાં માણસોમાં 30 પ્રકારના નવા રોગ સામે આવ્યા છે જેમાં 70% રોગ પ્રાણીઓથી માણસમાં આવ્યાફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન મુજબ, દુનિયામાં 90%થી વધુ માંસ ફેક્ટરી ફાર્મથી આવે છે, અહિયાંથી જ વાઇરલ બીમારી ફેલાવાનો ખતરોબધા માણસ માંસ છોડીને શાકાહારી બની જાય તો 2050 સુધી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં 70% સુધીનો ઘટાડો આવી શકે છેઆપણે બધા શાકાહારી બની જાય તો પણ જમવાની અછત નહીં થાય કારણકે 1 કિલો માંસ માટે પ્રાણીઓને 10 કિલો અનાજ ખવડાવવામાં આવે છે

2003માં સાર્સ ફેલાયો હતો. 2009માં મર્સ અને H1N1 સ્વાઈન ફ્લુ, પછી ઇબોલા પણ પરત આવ્યો, ઝિકા વાઇરસ પણ પાછો ફર્યો. HIV પણ અત્યાર સુધીમાં સૌથી મોટો હેલ્થ ઈશ્યુ બની ગયો છે. હવે કોરોના વાઇરસ આવી ગયો. આ અમુક એવી ખતરનાક બીમારીઓ છે, જે છેલ્લા 15-20 વર્ષમાં દુનિયાભરમાં ફેલાઈ. આ બધી બીમારીઓ ફેલાવાનો એક સોર્સ હતો અને તે હતો પ્રાણી.

WHOનો અંદાજો છે કે દુનિયામાં દર વર્ષે 1 અબજથી વધુ લોકો પ્રાણીઓથી ફેલાતી બીમારીથી બીમાર પડે છે. તેમાં લાખો લોકો તો મૃત્યુ પણ પામે છે. આ બીમારીઓ પ્રાણીઓ ખાવાથી અથવા પ્રાણીઓને બંધી બનાવીને રાખવાથી ફેલાઈ છે. WHOનું કહેવું છે કે છેલ્લા ત્રણ દશકમાં માણસોમાં 30 પ્રકારના નવા રોગ આવ્યા છે અને તેમાં 70%થી વધુ રોગ પ્રાણીઓ મારફતે માણસોમાં આવ્યા.

એટલું જ નહીં, વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપી છે કે કોરોના વાઇરસ છેલ્લી મહામારી નથી જેને આપણે ફેસ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં આપણે હજુ પણ વધુ મહામારીનો સામનો કરવો પડશે, માટે આપણે પ્રાણીઓમાં ફેલાતી બીમારીને નજીકથી જોવાની જરૂર છે.

શું નોન વેજિટેરિયયન ખાવાથી બીમારીઓ ફેલાઈ રહી છે?

 • આ વાતનો કોઈ નક્કર પુરાવો નથી પરંતુ, 2013માં યુનાઇટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનો એક નવો રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે લાઈવસ્ટોક હેલ્થ આપણી ગ્લોબલ ચેનની સૌથી મોટી નબળી કડી છે. 
 • રિપોર્ટ મુજબ દુનિયાભરમાં 90%થી વધુ માંસ ફેક્ટરી ફાર્મથી આવે છે. આ ફાર્મ્સમાં પ્ર્રાણીઓને ગીચાગીચ રાખવામાં આવે છે અને સાફ-સફાઈનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી. આ કારણે વાઇરલ બીમારીઓ ફેલાવાનું જોખમ વધી જાય છે.
 • જેમ કે 2003માં સાર્સ બીમારી ચામાચીડિયા અથવા સિવેટ કેટથી ફેલાઈ હતી. 2009માં સ્વાઈન ફ્લુ ભૂંડમાંથી આવ્યો. મર્સ બીમારી ઊંટથી આવી. ઇબોલા ચામાચીડિયાથી આવ્યો, ઝીકા વાઇરસ વાંદરાઓથી માણસોમાં આવ્યો. HIV જે આજે પણ સૌથી મોટો હેલ્થ ઈશ્યુ છે, તે આફ્રિકાના જંગલી પ્રાણીઓથી ફેલાયો.
 • કોરોનાને લઈને પણ એવું માનવામાં આવે છે કે આ ચામાચીડિયા અથવા તો પેંગોલીનથી ફેલાયો હશે. જોકે, હજુ સુધી આ વાતની ચોક્કસ માહિતી મળી શકી નથી કે કેનાથી ફેલાયો?

પ્રાણીઓથી ફેલાતા સંક્રમણ આપણા માટે કેમ મહત્ત્વના છે?

 • WHO મુજબ, પ્રાણીઓ મારફતે ફેલાતા સંક્રમણની માહિતી મેળવવી ઘણી મુશ્કેલ છે. આવામાં આ સંક્રમણ ઓછા સમયમાં જ વધારે દેશો અને વધારે લોકોમાં ફેલાઈ જાય છે. આવા વાઇરસને કારણે લોકોના મૃત્યુ પણ વધુ થાય છે. જોકે, આવું એટલા માટે પણ થાય છે કારણકે આવા વાઇરસ અથવા સંક્રમણ સામે લડવાની કોઈ તૈયારી હોતી નથી. તેનો કોઈ અસરકારક ઈલાજ પણ નથી મળી શકતો અને ન કોઈ વેક્સીન બની શકે છે.
 • આજકાલ દુનિયા એકબીજા સાથે જોડાયેલ છે. આ કારણે જો કોઈ એક દેશમાં કોઈ પ્રાણીથી સંક્રમણ ફેલાઈ છે તો તેના બીજા દેશમાં  ફેલાવાના ચાન્સ વધી જાય છે. આપણા માટે એટલે પણ મહત્ત્વનું છે કારણકે આ કારણવગર મૃત્યુનું કારણ પણ બને છે.
 • આ બધા સિવાય આનાથી દુનિયાને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે કારણકે આવા વાઇરસ ફેલાવાને કારણે માત્ર બિઝનેસ જ નહીં પણ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ અસર થાય છે.
 • ઉદાહરણ માટે 2003માં જ્યારે સાર્સ બીમારી ફેલાઈ તો તેનાથી વર્લ્ડ ઈકોનોમીને 50 અબજ ડોલર (આજના સમય મુજબ 3.80 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન સહન કરવું પડ્યું હતું. તેનું બીજું ઉદાહરણ એ પણ છે કે જ્યારે 2016માં કેન્યામાં RVF (રિફ્ટ વેલી ફીવર) ફેલાયો હતો ત્યારે ત્યાંના દરેક પરિવારે 500 ડોલર (આજના સમય મુજબ 38 હજાર રૂપિયા)નો ખર્ચ ઉઠાવો પડ્યો હતો.

શું થશે જો બધા વેજિટેરિયન બની જાય?

 • 2016માં નેશનલ એકેડમી ઓફ સાઇન્સમાં એક સ્ટડી આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો દુનિયાના તમામ લોકો માંસ છોડીને માત્ર શાકાહાર ખાવા લાગે તો 2050 સુધી ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં 70%સુધીનો ઘટાડો આવી શકે છે.
 • અંદાજે દુનિયામાં 12 અબજ એકર જમીન ખેતી અને તેની સાથે જોડાયેલ કામમાં વપરાય છે. તેમાંથી પણ 68% જમીન પ્રાણીઓ માટે વાપરવામાં આવે છે. જો બધા લોકો શાકાહારી બની જાય તો 80% જમીન પ્રાણીઓ અને જંગલો માટે વપરાશમાં લેવામાં આવશે.
 • આનાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થશે અને ક્લાઈમેટ ચેન્જને હેન્ડલ કરવામાં મદદ મળશે. બાકી બચેલી 20% જમીનનો વપરાશ ખેતી માટે થઇ શકશે. જ્યારે, હાલ આટલી જમીન પર ખેતી થાય છે, તેના પર એક તૃતીયાંશ જગ્યા પર પ્રાણીઓ માટે ચારો ઉગાડવામાં આવે છે.

તો પણ એક સવાલ, શાકાહારી બનીએ તો શું આપણી પાસે ખાવા અનાજ હશે?

 • તો આનો જવાબ છે, હા. PETAનું કહેવું છે કે ખાવા માટે પ્રાણીઓને પાળવા વધુ નુકસાનકારક છે કારણકે પ્રાણીઓ ઘણું અનાજ ખાય છે અને તેની સરખામણીએ તેનાથી ઘણું ઓછું માંસ, ડેરી પ્રોડક્ટ્સ અથવા ઈંડા મળે છે. વૈજ્ઞાનિકો માને છે કે કોઈ પ્રાણીથી એક કિલો માંસ લેવા માટે તેને 10 કિલો અનાજ ખવડાવવું પડે. 
 • દુનિયાભરમાં માત્ર પ્રાણીઓ જ 8.70 અબજ લોકોની કેલરીની આવશ્યકતા બરાબરનું ભોજન ખાય છે, જે ધરતી પરની હાલની માનવવસ્તીથી પણ ઘણું વધારે છે.
 • વર્લ્ડવોચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં 6માંથી 1 વ્યક્તિ રોજ ભૂખ્યો રહે છે. આવું એટલે પણ કારણકે માંસના ઉપયોગમાં અનાજનો દુરુપયોગ થાય છે. જ્યારે માણસ જો સીધું અનાજ ખાય તો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે.
 • વૈજ્ઞાનિકોએ હાલમાં જ ચેતવ્યા પણ હતા કે આપણે આવનારા સમયમાં અનાજની ભયંકર અછતનો સામનો કરવો પડી શકે છે કારણકે મોટાભાગે અનાજ લોકોને બદલે પ્રાણીઓને ખવડાવવામાં આવે છે.
Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!