નેપાળ સરકાર હવે હિન્દી ભાષા ઉપર પ્રતિબંધ મૂકશે : નેપાળ માંજ વિરોધ

Hits: 5

ચીન ને સારુ લગાડવા માટે, નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલી રોજબરોજ ભારત વિરુદ્ધ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહે છે. તેઓ હવે સંસદમાં હિન્દી ભાષા પ્રતિબંધ લગાડવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમય થી નેપાળ સરકાર ચાઈના ને ખુશ કરવા, ભારત સાથે સરહદ વિવાદ અને નાગરિકતા મુદ્દે આક્રમક તેવર દર્શાવી ચૂકી છે.

ત્યારે હવે હિન્દી ભાષા ઉપર પ્રતિબંધ ની વાત આવતા, જનતા સમાજવાદી પાર્ટીનાં સાંસદ અને મધેશી નેતા સરિતા ગિરીએ નેપાળ સરકારના આ નિર્ણયનો ગૃહમાં જોરદાર વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આમ કરીને સરકાર તરાઇ તથા મધેશી ક્ષેત્રમાં ભારે વિરોધ નો સામનો કરવો પડશે. તેમણે ઓલી સરકારને પૂછ્યું કે તેમને આ માટે ચીને આદેશ આપ્યો છે કે શું? કોરોના મામલે પણ ઓલી સરકાર વિરુદ્ધ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

નેપાળ સરકાર માટે હિન્દી ભાષા પર પ્રતિબંધ લાદવો સરળ નહીં હોય. નેપાળમાં નેપાળી બાદ મૈથિલી, ભોજપુરી અને હિન્દી જ સૌથી વધુ બોલાય છે. નેપાળના તરાઇની મોટા ભાગની વસતી ભારતીય ભાષાઓ જ બોલે છે. એવામાં નેપાળમાં હિન્દી બૅન કરતો કાયદો લવાય તો તરાઇમાં તેનો ભારે વિરોધ થઇ શકે છે.

આમ પણ આ વિસ્તારોના લોકો નેપાળ સરકારથી ખુશ નથી. આમ ચીન ના ઈશારે નેપાળ પોતાનું પતન કરવા તરફ જઈ રહયું છે, અને ચીન ના પડખા માં ભરાઈ રહ્યું છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!