શું થયું હતું એ રાત્રે ગલવાન ઘાટીમાં? જેના લીધે ભારત – ચીન આવ્યા સામસામે. જાણો આખી હકીકત.

Hits: 7

ગલવાન ઘાટીમાં 15 જૂનની રાત્રે જે કંઈ થયું તેનો અહેવાલ સેનાએ સરકારને આપ્યોં, અનેક માહિતી સામે આવીચીનની સેનાએ 14 જૂનના રોજ LAC પર ફરી કેમ્પ બનાવ્યો હતો, જેની સામે વાંધો ઉઠાવવા કર્નલ સંતોષ બાબૂ 40 જવાનો સાથે દુશ્મન સેનાના કેમ્પમાં ગયા હતાચીન સેનાએ ઝઘડા માટે અગાઉથી કાંટાળા તારથી બાંધેલા દંડા, લોખંડના રોડ તથા બોલ્ડર પથ્થર ભેગા કર્યા હતા

લેહ. ગલવાન ઘાટીમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીનું કારણ પડોશી દેશની એક ઓબ્ઝર્વેશન પોસ્ટ (છાવણી) હતી. ચીને LAC પર એક ઓબ્ઝર્વેશન પોસ્ટ બનાવી લીધી હતી. ભારતીય સેનાને આ સ્ટ્રક્ચર (બાંધકામ)ને લઈ વાંધો હતો. 16 બિહાર ઇન્ફ્રન્ટ્રી રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબૂ તેને લઈ અનેક વખત ચીનના કમાન્ડર સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. એક વખત તો ચીને તેમના કહેવાથી આ કેમ્પને હટાવી પણ લીધો હતો. પણ 14 જૂનના રોજ ઓચિંતા ફરીથી આ કેમ્પ ઉભો કરી દેવામાં આવ્યો હતો.

કર્નલ સંતોષના જવાનો આ કેમ્પને જાતે જ ઉખાડી ફેકવા માંગતા હતા, આ સંજોોગમાં સંતોષે જાતે જ કેમ્પ સુધી જઈ ચીનના સૈનિકો સાથે વાતચીત કરવાનો નિર્ણય લીધો હતો. સાંજે 4 વાગ્યા આસપાસ તેઓ 40 જવાનોને લઈ ચાલીને તે કેમ્પ સુધી ગયા હતા.

Broadsword: After changing Galwan claim line thrice, PLA now ...

આ અગાઉ ત્યા સુધી ત્યાં ફરજ પર રહેલા ચીન તથા ભારતીય સૈનિકોએ એકબીજાની ઓળખ કરી હતી. પણ જ્યારે કર્નલ સંતોષ ત્યાં પહોંચ્યા તો ચીન સૈનિકનો તદ્દન નવો જ ચહેરો છતો થયો.ઈન્ટેલિજન્સે તેમને આ અંગે અગાઉથી જાણ કરી હતી કે તિબ્બતમાં ચાલી રહેતી તેમની કોઈ એક્સરસાઈઝથી સૈનિકોને ગલવાનમાં લાવી ગોઠવવામાં આવ્યા છે. કર્નલ સંતોષે જેવો પ્રશ્ન કર્યો કે ચીનના એક સૈનિકે આવી તેમને ધક્કો માર્યો અને અપશબ્દો બોલવા લાગ્યો.

આ પ્રકારની વિચિત્ર વર્તણૂંક જોઈ 16 બિહાર ઈન્ફ્રન્ટ્રીના સૈનિકોને ગુસ્સો આવી ગયો અને આ સંજોગોમાં બન્ને દેશના ત્યાં રહેલા સૈનિકો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગતઈ. બન્ને પક્ષના સૈનિકોને ઈજા પહોંચી. આ સ્થિતિમાં ભારતીય સૈનિકોએ ચીનની ઓબ્ઝર્વેશન પોસ્ટને તોડી નાખી. દરમિયાન કર્નલ સંતોષે ઈજાગ્રસ્ત સૈનિકોને પરત પોસ્ટ મોકલી દીધા અને ત્યાંથી અન્ય સૈનિકોને બોલાવ્યા.

સાંજના સમયે શરૂ થયેલી આ લડાઈ અડધી રાત સુધી ચાલી અને ભારે જાનહાનિ થઈ
ધીમે-ધીમે અંધારું થવા લાગ્યું અને આ સ્થળ પર ભારતીય તથા ચીની સૈનિકોની સંખ્યા વધવા લાગી હતી. આ સ્થિતિમાં ઓચિંતા જ એક મોટો પથ્થર કર્નલ સંતોષના માથે અથડાયો.  બાદમાં બન્ને દેશા સૈનિકો વચ્ચે ભારે પથ્થરમારો થવા લાગ્યો અને આશરે એક કલાક સુધી ઝપાઝપી બાદ આ ઘટનાએ લોહીયાળ સ્વરૂપ ધારણ કરી લીધું.

ચીનના આશરે 300 સૈનિક હતા અને તેમનો સામનો ભારતના આશરે 45થી 50 સૈનિક સાથે થયો. ભારતીય સૈનિકો પાસે હથિયારો હતો, પણ તેને તેઓ ઉપયોગ કરતા ન હતા. બીજી બાજુ ચીનના સૈનિકોએ આ ઝઘડાનું પૂર્વાયોજન કરી લીધુ હતું અને કાંટાળા દંડા, લોખંડના રોડ તથા મોટા પથ્થર એકત્રિત કરી રાખ્યા હતા. તેઓ જાણે ભારતીય સૈનિકોની રાહ જોઈને જ બેઠા હતા.

ચીન સૈનિકો આ પ્રકારના લોખંડના રોડ અને બોલ્ડરથી ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. આ તસવીર 16 જૂને અનેક ડિફેન્સ જર્નલિસ્ટ દ્વારા રજૂ કરવામાં આવી હતી

ચીનના સૈનિકો જ્યારે આ સામાનનો ઉપયોગ કરી ભારતીય જવાનો પર હુમલો કરી રહ્યા હતા. ત્યા સુધી દરેક ઈફ્રન્ટ્રી બટાલિયનમાં રહેલા ભારતીય સેનાની ઘાતક દળ ત્યાં પહોંચી ગયું હતું.જેણે ચીનના સૈનિકો પર હુમલો કર્યો હતો, જેમાં ચીનના સૈનિકોને ગંભીર ઈજા પહોંચી હતી.

આ વિવાદ ગલવાન ઘાટીના કિનારે આવેલી ખાઈની પાસે થયો હતો. તેને લીધે ચીન તથા ભારતીય સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ ત્યારે કેટલાક સૈનિક નીચે ગલવાન નાળામાં પડી ગયા હત. તેમા ભારતીય તથા ચીની સૈનિકનો સમાવેશ થતો હતો. ગલવાન નાળામાં બરફનું પાણી તેમ જ ધારદાર પથ્થર હતા.

આ ઝપાઝપી બાદના દિવસથી ભારતીય સૈનિકોએ લદ્દાક જવા રવાના થયા હતા. તસવીર 16 જૂનની છે

દસ ભારતીય સૈનિક ચીનના વિસ્તારમાં અને ચીનના કર્નલ ભારતીય વિસ્તારમાં આવી ગયા
ઘટનની જગ્યાએ રહેલા સૈનિકો તથા આ વિસ્તારના કમાન્ડરે જે રિપોર્ટ સેના કાર્યાલય તથા સરકારને આપ્યો તેમાં જણાવ્યા પ્રમાણે અડધી રાત સુધી ઝઘડો ચાલ્યો હતો. જ્યારે સ્થિતિ નિયંત્રણમાં આવી ત્યારે બન્ને દેશના સૈનિકો પોતાના સૈનિકોના મૃતદેહ તેમની-તેમની પોસ્ટ પર લઈ જવા લાગ્યા. 

ચીનના સૈનિકોએ ભારતીય સેનાના 10 અધિકાર તથા જવાનોને બંધક બનાવ્યા હતા. બે દિવસ બાદ મેજર જનરલ સ્તરની બેઠકમાં થયેલી વાતચીત બાદ તેમને છોડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન સેનાના એક કર્નલ અને કેટલાક સૈનિકોને પણ ભારતીય સેનાએ બંધક બનાવ્યા હતા. આ તમામ સૈનિક યુદ્ધબંદી ન હતા. કારણ કે બેન્ને દેશોના સૈનિકો તે રાત્રે ઈજા પામ્યા હતા અને એકબીજાની સીમામાં ગલવાન નાળા આજુબાજુ વહીને આવ્યા હતા.

18 જૂનના રોજ કાશ્મીરના ગાંદરબલમાં જોવા મળેલા ભારતીય સૈનિકનો આ કાફલો લદ્દાખ તરફ જતો હતો

તે રાત્રે ભારતીય સેનાના કર્નલ સંતોષ સહિત 20 સૈનિકો શહીદ થયા હતા જ્યારે ચીનના 16-20 સૈનિકના મોત થયા હતા. જ્યારે 17 ઈજાગ્રસ્ત જવાનોનના સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એક દિવસ અગાઉ આપવામાં આવેલા નિવેદન પ્રમાણે કેન્દ્રીય પ્રધાન અને ભૂતપુર્વ સેના પ્રમુખ વીકે સિંહે આ લડાઈમાં ભારતે ચીનના 40થી વધારે સૈનિક મારી પાડ્યા હોવાનું કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય સેનાએ 16 ચીની સૈનિકોના મૃતદેહ સોંપ્યા હતા. મેજર જનરલ સ્તરની વાતચીત બાદ જે 10 ભારતીય સૈનિક ચીનના વિસ્તારમાંથી પરત ફર્યા હતા તેમાં 2 મેજરનો પણ સમાવેશ થાય છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!