બ્રિટનમાં ભારતીયોની થશે વસ્તી ગણતરી, કુલ વસ્તીમાં 3% ટકા હિસ્સેદારી ભારતીયોની : સી.બી. પટેલ.

Hits: 23

104 વર્ષ જૂની ઇન્ડિયા લીગ ઓક્સફર્ડ યુનિ. સાથે ઓનલાઇન વસતીગણતરી કરશેબ્રિટનમાં ભારતીય મૂળના 18 લાખથી વધુ લોકો, એશિયનોની અંદાજે 5 ટકા વસતી.

લંડન. બ્રિટનમાં પહેલી વાર ભારતીય મૂળના લોકોની વસતીગણતરી અલગથી કરાઇ રહી છે. તેનું આયોજન 104 વર્ષ અગાઉ 1916માં સ્થાપિત ઇન્ડિયા લીગ કરશે. બ્રિટિશ ભારતીયોનાં હિતો માટે કામ કરતી ઇન્ડિયા લીગ ઓક્સફર્ડ યુનિ. સાથે મળીને ઓનલાઇન વસતીગણતરી કરશે. ત્યાર બાદ ચાલુ વર્ષના અંતમાં પ્રથમ બ્રિટિશ ભારતીય રિપોર્ટ તૈયાર થશે, જે 2020માં બ્રિટનના બિનનિવાસી ભારતીયો અને તેમના મુદ્દા વિશે જણાવશે.

ઇન્ડિયા લીગના ચેરમેન સી. બી. પટેલે જણાવ્યું કે બ્રિટિશ ભારતીય સમુદાય ઘણો બદલાઇ ગયો છે અને આ સરવે અમારા સમુદાયને બહુ જરૂરી આંકડા ઉપલબ્ધ કરાવશે, જે અમને અમારી ચિંતા સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દા સમજવા અને ખાસ તો તેમને ઉકેલવામાં ઘણા મદદરૂપ થશે. હાઉસ ઑફ લોર્ડ્સના સભ્ય અને ઇન્ડિયા લીગના સલાહકાર સંદીપ વર્માએ કહ્યું, કોરોના મહામારીએ બ્રિટિશ ભારતીય સમુદાય સહિત કેટલાક સમુદાયોની હાલની સ્વાસ્થ્ય અને સામાજિક અસમાનતાઓ ઉજાગર કરી છે. આ સરવે અમને પોતાના સમુદાયની વિવિધતા સમજવામાં મદદરૂપ થઇ શકે છે તથા બ્રિટિશ ભારતીયો માટેની નીતિ ઘડવાનું અને તેમનું જીવન સમૃદ્ધ બનાવવાનું માધ્યમ બની શકે છે. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા મુજબ બ્રિટનમાં ભારતીય મૂળના 18 લાખથી વધુ લોકો છે, જે બ્રિટનની કુલ વસતીના અંદાજે 3 ટકા અને એશિયનોની વસતીના અંદાજે 5 ટકા છે.

તેનાથી ભારતીય સમુદાયની વિવિધતા, ઓળખ અને માન્યતાઓ જાણી શકાશે
વસતી ગણતરીનો ઉદ્દેશ બ્રિટનમાં રહેતા ભારતીય સમુદાયની ઓળખ, ધાર્મિક માન્યતા અને વ્યવહારની વિવિધતા જાણવાનો છે. એ પ્રશ્નો પણ સમજવાના છે કે જેમનો ઉકેલ તેઓ સામાજિક કે ન્યાયિક રીતે લાવવા ઇચ્છે છે. આ કવાયત ઓગસ્ટમાં પૂરી થવાનો અંદાજ છે. હવે દર 2-3 વર્ષે બ્રિટિશ ભારતીયોની વસતીગણતરી કરવાની પણ વિચારણા છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!