વિડીયો વાઇરલ કરીને “સ્મીમેર” હોસ્પિટલની પોલ ખોલનાર વ્યક્તિનું “કોરોના”થી “સ્મીમેર”માં જ મૃત્યુ.

Hits: 9

વીડિયો અને ઓડિયોમાં સ્મીમેરમાં સુવિધા ન મળતી હોવાનું જણાવ્યું હતુંવીડિયો-ઓડિયો વાઈરલ થયાના ચાર દિવસ બાદ રત્નકલાકારનું મોત.

સુરત. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત રત્નકલાકારને સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ કરનાર રત્નકલાકારનું કોરોનાથી મોત થયું છે. રત્નકલાકારના કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ શબ્દો સાચા ઠર્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. હોસ્પિટલમાં દાખલ થયાના ત્રણ દિવસે કહેલા શબ્દોના ચાર દિવસ બાદ કોરોનાથી મૃત્યુ થયું છે.

પત્ની અને સંતાનો વતનમાં હોવાથી ભાઈ મદદ કરતા હતા
પુણાગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 38 વર્ષીય હરસુખ ભીખાભાઈ વાધમસી રહેતા હતા. મૂળ અમરેલી બોરડી ગામના વતની હતા અને સુરતમાં હીરા ઘસી ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની અને એક દીકરો-દીકરી વતનમાં હતા. દરમિયાન 17મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સુરતમાં રહેતા ભાઈઓ જ હાલ તેમને મદદ કરતા હતા.

ભાઈને મોકલેલા વીડિયોમાં આપવીતી વર્ણવી હતી
હું સ્મીમેર હોસ્પિટલમાં છું અહીંયા કોઈ પ્રકારની સુવિધા મળતી નથી. પ્રશાસન દ્વારા જાણ કરે તો ફોટો પાડી જાય અને વીડિયો ઉતારી શું તકલીફ છે એ જાણ કરજો એવા પ્રલોભનો આશ્વાસનો આપી જાય છે. આજે હું ત્રણ ચાર દિવસથી સતત એમ જ પડ્યો છું કોઈ સંભાળ લેતું નથી ફક્ત આશ્વાસન આપી ચાલ્યા જાય છે. વહેલામાં વહેલી તકે મને અહીથી ઉગારો નહી તો હું મરી જઈશ મારી બે હાથ જોડી વિનંતી છે. ભુંગળા લઈ લઈને આવી જાય વીડિયો ગ્રાફી કરવા, એ સાહેબ આ બાજુ જોવો તો…તમે કેટલી વાર આવો છો.. હલ્લો.. એ સાહેબ.. વિયા ગયાનો જોયું કોઈએ ન જોયું શુટીંગ કરતા કરતા વિયા ગયા.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!