સુશાંતસિંહ આત્મહત્યા : અભિનવ કશ્યપે “સલમાન ખાન”ના પરિવાર સહીત બૉલીવુડ પર કર્યા પર ગંભીર આક્ષેપ, જાણીને થઇ જશો સ્તબ્ધ.

Hits: 130

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મના આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે. હવે, ડિરેક્ટર અનુરાગ કશ્યપના ભાઈ તથા ફિલ્મમેકર અભિનવ કશ્યપે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અનેક આક્ષેપો મૂક્યા છે અને પોલીસને અપીલ કરી છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની મૂળ સુધી તપાસ કરવામાં આવે. અભિનવે ફેસબુકમાં એક લાંબી પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટ હાલમાં ઘણી જ વાઈરલ થઈ છે. પોસ્ટમાં અભિનવે સલમાન ખાનના પરિવાર, યશરાજ ફિલ્મ્સ તથા ઈન્ડસ્ટ્રી પર આક્ષેપો કર્યાં છે. 

પોસ્ટમાં અભિનવે આ વાત કહી

‘સુશાંતની આત્મહત્યાએ ઈન્ડસ્ટ્રીના આ સૌથી મોટી મુશ્કેલીને ઉજાગર કરી છે. આ મુશ્કેલીનો અમારામાંથી ઘણાં લોકોએ સામનો કર્યો છે. વાસ્તવમાં એવું કયું કારણ હોઈ શકે, જે કોઈને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે? મને ડર છે કે તેનું નિધન MeTooની જેમ એક મોટી મૂવમેન્ટની શરૂઆત ના કરે.

સુશાંત સિંહ રાજપૂતના નિધને યશરાજ ફિલ્મ્સના ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની ભૂમિકા પર સવાલ ઊભો કર્યો છે. બની શકે કે તેમણે આત્મહત્યા તરફ તેને ધકેલ્યો હોય પરંતુ અધિકારીઓએ આ તપાસ કરવી જોઈએ. આ તમારું કરિયર નથી બનાવતા પરંતુ તમારા કરિયરને બરબાદ કરી નાખે છે. એક દાયકાથી હું આ બધું સહન કરી રહ્યો છું. હું દાવા સાથે કહું છું કે બોલિવૂડના દરેક ટેલેન્ટ મેનેજર તથા તમામ ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી કલાકારો માટે મોતનો ગાળિયો હોય છે. આ તમામ વ્હાઈટ કોલર્ડ દલાલ હોય છે અને આ લોકો સાથે બધા જ મળેલા છે. આ લોકોનો બસ એક જ સિમ્પલ મંત્ર છે- ‘હમામ મેં સબ નંગે ઔર જો નંગે નહીં હૈં ઉનકો નંગા કરો ક્યોંકિ અગર એક ભી પકડા ગયા તો સબ પકડે જાયેંગે.’

સૌથી પહેલાં તો મુંબઈથી બહાર આવેલા ટેલેન્ટને આ ટેલેન્ટ સ્કાઉટ (કાસ્ટિંગ ડિરેક્ટર) વગેરેનો સામનો કરવો પડે છે, જે લોકો પોતાના નાના-મોટા કોન્ટેક્ટ્સની સામે સીધું કમિશન માગે છે. ત્યારબાદ આ ટેલેન્ટને બોલિવૂડની પાર્ટીઓની લાલચ આપવામાં આવે છે અને પછી આવી જ કોઈ રેસ્ટોરાં લોન્ચ વગેરેના બહાને સેલિબ્રિટી સાથે મુલાકાત કરાવવામાં આવે છે. સેલિબ્રિટીની ચમકદમક તથા ઈઝી મનીની લાલચની રમત શરૂ થઈ જાય છે, આ વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ હોતું નથી. આવી પાર્ટીઓમાં તેમની અવગણના કરવામાં આવે છે અને તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે, જેથી તેઓ હતોત્સાહિત થઈ જાય અને તેમનો આત્મવિશ્વાસ તૂટી જાય.

જ્યારે તેમનો આત્મવિશ્વાસ તૂટી જાય ત્યારે આ કાસ્ટિંગ ડિરેક્ટર્સ તેમને અનેક વર્ષોનો કોન્ટ્રાક્ટ આપવાની ઓફર કરે છે અને આ ફીલ્ડના ખરાબ લોકોથી બચાવવાનું વચન આપે છે અથવા નાની-મોટી લાલચ આપીને સાઈન કરવા માટે દબાણ કરે છે. યાદ રાખો કે આવા કોન્ટ્રાક્ટ તોડવાનો અર્થ છે કે આ ઊભરતા ટેલેન્ટે મોટી રકમ તરીકે આર્થિક દંડ ભરવો. આ સ્કાઉટ પોતાની દાદાગીરી બતાવીને આ ટેલેન્ટને વિશ્વાસ અપાવે છે કે તેમની પાસે આ સાઈન કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી. 

જ્યારે આ ટેલેન્ટ એજન્સી તેમની સાથે ડીલ સાઈન કરે છે, ત્યારબાદ કરિયર સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણય પોતાની પસંદથી લઈ શકે નહીં. તેઓ રોજમદાર શ્રમિકની જેમ ઓછા પૈસામાં કામ કરાવે છે. જો તે બહાદુર છે અને મેનેજમેન્ટની પકડમાંથી છટકી જાય છે તો તેને સિસ્ટમ જાણી જોઈને બોયકોટ કરી દે છે. તેનું નામ ત્યાં સુધી ગાયબ રહે છે જ્યાં સુધી તે સારી સવારની આશામાં અન્ય કોઈ એજન્સીનો હાથ પકડી ના લે. 

જોકે, તે સવાર ક્યારેય આવતી નથી. તેની નવી એજન્સી પણ આ જ કામ કરે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આમ જ થઈ રહ્યું છે. કોઈ પણ એક્ટરને ત્યાં સુધી તોડી નાખવામાં આવે જ્યાં સુધી તે આત્મહત્યા ના કરી લે કે પછી પ્રોસ્ટિટ્યૂશન, એસ્કોર્ટ સર્વિસ (મેલ એસ્કોર્ટ)નો ભોગ ના બને, આ બાબત અમીર તથા પાવરફુલ લોકોના ઈગો તથા સેક્સ્યુઅલ જરૂરિયાતને પૂરી કરે છે. જોકે, આવું માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ કોર્પોરેટ વર્લ્ડ તથા રાજકારણમાં પણ આ જ થાય છે. 

મારો અનુભવ આ બધાથી કંઈ અલગ રહ્યો નથી. મેં પણ શોષણ તથા દાદાગીરી સહન કરી છે. ‘દબંગ’ના સમયે અરબાઝ ખાન તથા ત્યારબાદથી હંમેશાં. તો એ જણાવી રહ્યો છું કે ‘દબંગ’ પછીના 10 વર્ષની વાત. 10 વર્ષ પહેલાં ‘દબંગ 2’ના મેકિંગમાંથી મને બહાર કરી દેવામાં આવ્યો. કારણ હતું કે અરબાઝ ખાન તથા સોહેલ ખાન પોતાના પરિવાર સાથે મળીને મારી કરિયર પર કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતા હતાં. મને ઘણી જ ધાક-ધમકી આપવામાં આવી હતી. અરબાઝે મારો બીજો પ્રોજેક્ટ બગાડી નાખ્યો હતો. આ પ્રોજેક્ટ શ્રી અષ્ટવિનાયક ફિલ્મ્સ સાથે હતો. આ પ્રોજેક્ટ મેં રાજ મહેતાના કહેવા પર સાઈન કર્યો હતો. તેમને મારી સાથે કામ કરવા પર ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી હતી. મેં શ્રી અષ્ટવિનાયક ફિલ્મ્સને પૈસા પરત આપ્યા અને પછી હું વાયકોમ પિક્ચર્સમાં ગયો. ત્યાં પણ આવું જ કરવામાં આવ્યું. બસ આ વખતે નુકસાન કરનાર સોહેલ ખાન હતો. તેણે ત્યાંના CEO વિક્રમ મલ્હોત્રાને ધમકી આપી હતી. મારો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો અને મેં સાઈનિંગ ફી સાત કરોડ 90 લાખ રૂપિયા વ્યાજ સાથે ચૂકવ્યા હતાં. ત્યારબાદ મને બચાવવા માટે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ આગળ આવ્યું. અમે પાર્ટનરશિપમાં ‘બેશરમ’ પર કામ કર્યું. 

ત્યારબાદ સલમાન ખાન તથા પરિવારે ફિલ્મની રિલીઝમાં અનેક અડચણો ઊભી કરી. ‘બેશરમ’ રિલીઝ થાય તેની પહેલાં તેમના PRO મારા વિરુદ્ધ બેફામ બોલ્યા અને નેગેટિવ કેમ્પેઈન ચલાવવામાં આવ્યું. પરિસ્થિતિ એવી થઈ કે ડિસ્ટ્રીબ્યૂટર્સ મારી ફિલ્મ ખરીદતા ડરતા હતાં. જોકે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી તથા મારામાં આ ફિલ્મને રિલીઝ કરવાની ક્ષમતા હતી પરંતુ આ લડાઈ શરુ થઈ ગઈ હતી. મારા દુશ્મનો મારા વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઈન ચલાવતા હતાં અને ફિલ્મ અંગે ખરાબ બોલતા હતાં, જેથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ જાય. જોકે, આ ફિલ્મે ગમે તેમ કરીને 58 કરોડની કમાણી કરી હતી. 

પરંતુ…લડાઈ હજી ચાલુ જ છે..તેમણે ફિલ્મની સેટેલાઈટ રિલીઝ પર પણ અડચણો કરી. આ ફિલ્મના સેટેલાઈટ રાઈટ્સ ઝી ટેલિફિલ્મ્સના જયંતીલાલ ગડાને વેચવામાં આવ્યા હતાં. રિલાયન્સ સાથે સારા સંબંધો હોવાને કારણે સેટેલાઈટ રાઈટ્સ પર ફરી પૈસાને લઈ ચર્ચા થઈ અને અંતે ઘણાં જ ઓછા પૈસામાં આ ડીલ નક્કી થઈ.

ત્યારબાદ વર્ષો સુધી મારા અનેક પ્રોજેક્ટ્સ અટકી ગયા અને મને મારવાની સાથે સાથે મારા ઘરના ફીમેલ મેમ્બર્સ સાથે દુષ્કર્મ કરવાની ધમકી મળતી હતી. આ બધાએ મારા તથા મારા પરિવારના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પહોંચાડી હતી. મારા ડિવોર્સ થઈ ગયા. વર્ષ 2017માં મારો પરિવાર પૂરી રીતે વિખરાઈ ગયો. તેમણે અલગ અલગ નંબરથી ટેકસ્ટ મેસેજ દ્વારા ધમકીઓ આપી હતી. હું પુરાવા સાથે 2017માં FIR કરવા માટે પોલીસ સ્ટેશન ગયો અને તેમણે આ ફરિયાદ રજિસ્ટર કરવાની ના પાડી દીધી હતી. જ્યારે મને આવી ધમકીઓ આવતી રહી ત્યારે મેં પોલીસને દબાણ કર્યું કે તેઓ મેસેજ મોકલનાર વ્યક્તિની શોધખોળ કરે. જોકે, પોલીસ તેને (સોહેલ ખાન- મને તેની પર મેસેજ મોકલવાની શંકા હતી) શોધી શકી નહીં. મારી ફરિયાદ હજી પણ ઓપન છે. મારી પાસે પૂરતા પુરાવા છે. 

મારા દુશ્મન ઘણાં ચાલાક છે અને હંમેશાં મારી પર છુપાઈને હુમલો કરે છે. જોકે, સારી વાત એ છે કે મને આ 10 વર્ષમાં ખબર પડી ગઈ કે મારા કોણ દુશ્મન છે. હું તમને જણાવી દઉં કે સલીમ ખાન, સલમાન ખાન, અરબાઝ ખાન તથા સોહેલ ખાન મારા દુશ્મન છે. આમ તો નાના-નાના અનેક લોકો છે પરંતુ સલમાન ખાનનો પરિવાર આ ઝેરી તળાવનો હેડ માસ્ટર છે. તે કોઈને પણ ડરાવવા માટે, ધમકી આપવા માટે પોતાના પૈસા, પોલિટિકલ પાવર તથા અન્ડરવર્લ્ડની મદદનો ઉપયોગ કરે છે. કમનસીબે મારી સાથે સત્ય છે અને હું સુશાંત સિંહ રાજપૂતની જેમ હથિયાર નીચે મૂકીશ નહીં. હું ક્યારેય ઝૂકીશ નહીં અને ત્યાં સુધી લડીશ જ્યાં સુધી હું અથવા તે ખત્મ ના થઈ જાય. બહુ જ સહન કરી લીધું અને હવે લડવાનો સમય આવી ગયો છે. 

…અને આ ધમકી નથી. આ ઓપન ચેલેન્જ છે. સુશાંત સિંહ રાજપૂત બહુ આગળ નીકળી ગયો અને આશા છે કે તે જ્યાં પણ હશે, ત્યાં વધુ ખુશ હશે. જોકે, હું વિશ્વાસ અપાવું છે કે હવે કોઈ નિર્દોષ બોલિવૂડમાં સન્માનની સાથે કામ ના મળવા પર પોતાનો જીવ નહીં આપે.

મને આશા છે કે જે આર્ટિસ્ટ આ બધું સહન કરી ચૂક્યો છે, તે મારી પોસ્ટને અલગ-અલગ સોશિયલ પ્લેટફોર્મ પર રી-શૅર કરે.’ – અભિનવ સિંહ કશ્યપ

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!