Hits: 259
શું મીડિયા સંસ્થાઓ કોર્પોરેટ કે કુટુંબ વારસો દ્વારા ચલાવવામાંં આવી રહ્યું છે ત્યાં માત્ર પત્રકારો અને વાચકો ને મહત્વ આપે એક પણ સંસ્થા ની કલ્પના કરી શકો છો? શું કોઈપણ અખબાર, ટેલિવિઝન ચેનલ અથવા મીડિયા વેબસાઇટ છે જ્યાં સંપાદકો – પત્રકારો, ની નિયુક્તિ, સમાચાર કવરેજ જેવા નિર્ણયો પત્રકાર ના હિત ને ધ્યાનમાં રાખી ને લે, આ પત્રકારી સંસ્થાઓ અથવા રાજકારણી અથવા જાહેરાતકર્તા ના હિતોની માટે નહિ. કોઈપણ લોકશાહીમાં લોકો તો એ ઉમ્મીદ કરે જ છે કે, ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ માં મીડિયા સ્વતંત્ર રહે. સમય ની સાથો સાથ પત્રકારત્વનું સ્તરની નીચે જતું જાય છે, અને આ પરિસ્થિતિ રોજ બ રોજ ખરાબ થતી જાય છે.
પત્રકારિતા ને ખોટી કમાણી નું સાધન બનાવી દેવામાં આવ્યું છે. બિન આવશ્યક સંપાદન, અહેવાલો, પેઈડ સમાચાર, વ્યક્તિગત સંબંધો અને વધુ લાભ માટે રિપોર્ટ્સ ચલાવવા જેવી બાબતો સામે આવતી રહે છે. મીડિયા સંસ્થા હવે સમાચાર સુધી નથી પહોચતી, અહી તેનાથી ઊલટું જ થાય છે. પત્રકારત્વ ના ઢોંગ હેઠળ કરાર વેપાર શરૂ થઇ ગયો છે. કારણ કે કંઇ મહત્વપૂર્ણ સૂચનો અને ખાસ કોઈપણ વ્યક્તિ ને લાભ પહોંચાડવા નું ધ્યાનમાં રાખીને તેના અહેવાલો જાહેર માધ્યમો અને સંસ્થાઓને પહોંચે છે. અને આવી સંથાઓ ખરી હકીકત બહાર લાવવા માગતા નથી. ધીમે ધીમે લોકો પણ આ વાત સમજતા થયા છે અને જેથી જ પત્રકારત્વ ભય નાં ઓથાર હેઠળ છે. સામાન્ય લોકો નો મીડિયા પરથી ભરોસો ઉઠી ગયો છે. અને એજ કારણે મીડિયા એ લોકશાહી ના ચોથા સ્તંભ ની ગરિમા અને વિશ્વસનીયતા ગુમાવી છે.
સત્યકામ નું અસ્તિત્વ ઉભું થવાનું મુખ્ય કારણ પણ આજ હતું, હવે એ જ ઉદ્દેશ સાથે જો પત્રકારત્વ ને બચાવવાનું હોય આ સંસ્થા માત્ર સંપાદકીય જ નહિ પરંતુ નાણાકીય સ્વતંત્રતા પણ પૂરી પાડશે. અને તે એક માત્ર રસ્તો છે કે આ સંસ્થા માં સાર્વજનિક ભાગીદારો બને. જે વાંચકો પત્રકારિતા બચાવવા માંગતા હોય અને એવું ઈચ્છે છે કે લોકો સુધી સાચા સમાચાર અને સ્પષ્ટ રજુઆતો પહોચે તો તમારે જ અમારી આ સંસ્થા ની મદદ કરવી જોઇશે. અમારી આ સંસ્થા “સત્યકામ” ને જાહેર હિત અને લોકશાહી ના મૂલ્યોને અનુસાર ચાલવા-ચલાવવા માટે પ્રતિબદ્ધ છે.
સમાચારોનું વિશ્લેષણ અને તેના પર ટિપ્પણી ઉપરાંત અમારો ઉદ્દેશ અહેવાલોનું પરંપરાગત સ્વરૂપ જાળવી રાખવા માટે નો પણ છે. જેમ જેમ અમારા સંસાધનો વધશે, તેમ તેમ અમે વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન સફળતા થી પાર કરતા રહીશું.આ ઉદેશ્યની સાથે અમારું નાનું જ ભલે હોય પણ મહત્વપૂર્ણ પગલું છે. પત્રકારિતા ના આ સ્વરૂપને લઈને અમારી વિચારસરણી માં જરૂરી સાધનો ની બિન-ઉપલબ્ધતા એ જ માત્ર અવરોધ છે. અમારી અમારા વાચકોને વિનંતી છે કે અમારા સમાચાર વાંચો, શેર કરો અને તે ઉપરાંત સારા સૂચનો સૂચવો.
.
સત્યકામ મીડિયા એન્ડ એન્ટરટેેઈન્મેન્ટ કંપની
રજીસ્ટ્રેશન નંબર: GJ/22/D/0237104
PAN Number: ADPFS4158M
TAN Number: SRTS21531G
Contact No.: 7096433129
E-mail: info.satyakam@gmail.com

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News