સુશાંત સિંહ રાજપૂત ના અવસાન બાદ બૉલીવુડ ના કેટલાક કલાકારો વિરુદ્ધ આંદોલન

Hits: 48

સુશાંત સિંહ રાજપૂતે ગત અઠવાડિયે આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા બાદ બૉલીવુડ ઘણા ઊંડા શોક માં ગરકાવ થઇ ગયું હતું. પુરા ભારત દેશ માં આ વાત ની ચર્ચા એ જોર પકડ્યું હતું કે સુશાંતે આત્મહત્યા નથી કરી, પણ તેની હત્યા થઇ છે. અથવા તો આ આત્મહત્યા પાછળ કોઈ મોટું કારણ છે. કેમકે સુશાંત ની બૉલીવુડની કારકિર્દી હાલના સમયમાં ખુબ સારી ચાલતી હતી. તેની આર્થિક પરિસ્થિતિ પણ સારી હતી. એટલે આત્મહત્યા પાછળ મોટું કારણ જવાબદાર જરૂર હશે.

સુશાંત ને જાણનાર લોક નું પણ એજ નિવેદન હતું કે તેને કોઈ આર્થિક સંકડામણ ન હતી. પરંતુ અન્ય કોઈ કારણ થી આત્મહત્યા થઇ છે. જેની ઉચ્ચસ્તરીય તાપસ થવી જરૂરી છે. અને બૉલીવુડ હાલ માં બે ભાગ માં વહેંચાય ગયું છે. જેમાં એક તરફ ના લોકો સુશાંત ની આત્મહત્યા ને હત્યા ગણી તેની સામે તાપસ ની માંગણી કરે છે તો બીજી તરફ ના લોકો આત્મહત્યા જ ઠેરવે છે.

હવે તો જાહેર જનતા માં પણ આ અંગે ઘણા મતભેદ જોવા મળે છે. અને લોકો આંદોલન સુધી પહોંચી ગયા છે. બિહાર માં તો કોર્ટ માં કમ્પ્લેન કરવામાં આવી છે અને કોર્ટે કમ્પ્લેન એક્સેપટ પણ કરી છે. અને તાપસ ના આદેશ આપી દીધા છે.

જાહેર જનતા હવે બૉલીવુડ માં છુપાઈ ને રહેલી બાબતો ને ઉજાગર કરે છે. આ માટે બૉલીવુડ ના જ કેટલાક કલાકારો પણ હકીકતો ઉજાગર કરતા વિડિઓ અને ટ્વીટ કરતા થયા છે. હવે જોવાનું એ રહ્યું કે શું શુશાંત ને ન્યાય મળે છે કે કેમ ?

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!