લોકડાઉન વચ્ચે AMC કમિશનરના આદેશને HCમાં પડકાર, અચાનક જાહેરનામાંથી લોકોમાં અફડાતફડી
Hits: 433
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન(AMC) કમિશનરના આદેશને HCમાં પડકારવામાં આવ્યો છે. અરજદારે હાઈ કોર્ટમાં અરજી કરી કહ્યું કે પ્રતિબંધના જાહેરનામાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક બહાર પાડવામાં આવતા જાહેરનામાથી લોકોમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે.
માહિતી મુજબ હાઈકોર્ટમાં એએમસીના આદેશને પડકારવામાં આવ્યો છે. અરજદારે અરજીમાં કહ્યું કે લોકડાઉનની સ્થિતિમાં પ્રતિબંધક જાહેરનામાઓથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક બહાર પાડવામાં આવતા જાહેરનામાથી લોકો વચ્ચે અફરાતફરી મચતી હોવાનો ઉલ્લેખ અરજદારે પોતાની અરજીમાં કર્યો છે.
આ સિવાય અરજદારે કહ્યું કે અધિકારીઓની અણઆવડત તેમજ બેદરકારીના કારણે શહેરમાં કોરોના વાયરસનું સંક્ર્મણ વધવાનો ભય ઉભો થયો છે. તેથી કોરોનાના સંક્રમણના કેસ વધ્યા તો અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી ગણવાની અરજદારે માંગ કરી છે. ત્યારે હવે આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે કોરોનાની મહામારીમાં લોકડાઉનને લઇ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કેટલાક નિર્ણયો લેવાયા જેને હવે હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા છે.
નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News