ગુજરાત માં મનરેગા દ્વારા ગામડામાં લોકોને રોજકામ આપવા નો પ્રયાસ

Hits: 17

હાલ લોક ડાઉનના કારણે રોજગારી મેળવવા માટે બહાર જવાનું કે અન્ય શહેરોમાં રોજગારી મેળવવાનું શક્ય નથી ત્યારે સરકાર શ્રમિકો, કારીગરોને સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે તે માટે પ્રયાસ કરી રહી છે.

આ જ પ્રયાસોના ભાગરૂપે પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા, પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના અને મિશન મંગલમ યોજનાઓ હેઠળ વિવિધ કામોની શરૂઆત કરી શ્રમિકોને સ્થાનિક સ્તરે રોજગારી અપાઈ રહી છે. મોરવા (હ) તાલુકાના ખાબડા ગામની વસ્તી અંદાજે 4000 જેટલી છે.

આ ગામમાં ડીઆરડીએ દ્વારા મનરેગા યોજના હેઠળ ગામ તળાવ ઉંડુ કરવાના કામની શરૂઆત કરી સ્થાનિકોની લોક ડાઉન દરમિયાન રોજગારી મેળવવાની સમસ્યાનું નિવારણ કરવાનો સુંદર પ્રયાસ થયો છે.

ખાબડા ગામના કુલ 742 લોકો છેલ્લા 10 દિવસથી ગામ તળાવ ઉંડુ કરવાના આ કામમાં ખંતપૂર્વક લાગ્યા છે, જે માટે તેમને નવા દરો અનુસાર દૈનિક 224 રૂપિયાના ધોરણે ચૂકવણું કરવામાં આવે છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!