કોરોના દર્દીઓને બચાવવામાં ગુજરાત સૌથી પાછળ, દિલ્હી સૌથી આગળ, વાંચો આખો અહેવાલ.

Hits: 25

ભાસ્કર ડેટા સ્ટોરી / ગુજરાતમાં કોરોનાનો ડેથ રેટ સૌથી વધુ, મધ્યપ્રદેશ પણ ટોપ ત્રણમાં; દિલ્હી અને લદ્દાખમાં સૌથી વધુ દર્દી સાજા થઈ રહ્યા છે

Gujarat Has The Highest Number Of Deaths In Terms Of Corona Cases, MP In The Top Three

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડેથ રેટ 3%થી વધુ; જે શહેરોમાં 25 હજારથી વધુ દર્દી, તેમાં સૌથી વધુ મુંબઈમાં મોત થઈ રહ્યા છેકેરળે કોરોનાની ગતિ અટકાવી પણ રિકવરી રેટ હાલ પણ 50%થી ઓછો, 377 કેસ વાળા મેઘાલયમાં રિકવરી રેટ દેશમાં સૌથી ઓછો

દિવ્ય ભાસ્કર

Jul 18, 2020, 09:31 AM IST

નવી દિલ્હી. દેશમાં કોરોનાના કેસ દસ લાખ પાર થઈ ગયા છે. મૃત્યુઆંક પણ 25 હજારથી વધુ થઈ ગયો છે. કોરોનાના વધતા કેસ વચ્ચે ઘણા રાજ્ય એવા છે જ્યાં દર્દીઓના સાજા થવાનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. જેમાં સૌથી વધુ સંક્રમિત રાજ્યોમાં દિલ્હી પણ સામેલ છે. જ્યાં 82%થી વધુ દર્દી સાજા થઈ ચુક્યા છે. સાથે જ કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે સૌથી વધુ મોત ગુજરાતમાં થઈ રહ્યા છે.
દેશના કયા રાજ્યોમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ રિકવરી થઈ રહી છે. ક્યાં રિકવરી રેટ સૌથી ઓછો છે. કયા રાજ્યોમાં ડેથ રેટ સૌથી વધુ છે. જે રાજ્ય અને જિલ્લા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે ત્યાં રિકવરી રેટ અને ડેથ રેટ કેવો છે? આ રિપોર્ટમાં અમે આ સવાલોના જવાબ આપીશું.

ચાર રાજ્યોમાં રિકવરી રેટ 75%થી વધુ, જેમાંથી બેમાં 4 હજારથી વધુ કેસ
દેશમાં કોરોના સંક્રમિતોના સાજા થવાની ટકાવારી બુધવારે સાંજ સુધી 63.23% હતી. 20 રાજ્ય અને UT એવા છે જ્યાં કોરોના દર્દીઓના સાજા થવાની ટકાવારી દેશના સરેરાશ કરતા સારી છે. માત્ર ચાર રાજ્યોમાં રિકવરી રેટ 75%થી વધુ છે.

કેરળે કોરોનાની ગતિ અટકાવી, પણ રિકવરી રેટ હાલ પણ 50%થી ઓછો 
દેશમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં આવ્યો હતો. એક સમયે કેરળ સંક્રમિતોના મામલામાં ટોપ પર હતું. પછી કેરળે કોરોના સંક્રમણની ગતિ અટકાવવામાં સફળતા મેળવી. પરંતુ હાલ પણ અહીંયા રિકવરી રેટ 47.31% છે. કર્ણાટકમાં સ્થિતિ વધુ ગંભીર છે. અહીંયા 51 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. પરંતુ રિકવરી રેટ માત્ર 38.37% છે. સૌથી ઓછો રિકવરી રેટ મેઘાલયમાં છે. પરંતુ અહીંયા માત્ર 377 દર્દી છે. 

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડેથ રેટ 3%થી વધુ 
ગુજરાતનો ડેથ રેટ 4.59% છે. મહારાષ્ટ્રમાં જેટલા કેસ છે એટલા કેસ જો ગુજરાતમાં હોત અને જો ડેથ રેટ આટલો જ હોત તો અત્યાર સુધી 13 હજારથી વધુ લોકોના મોત થયા હોત. ગુજરાત પછી સૌથી વધુ ડેથ રેટ મહારાષ્ટ્રનો છે. જ્યાં અત્યાર સુધી 11 હજારથી વધુ કોરોના સંક્રમિતોના મોત થયા છે. મધ્યપ્રદેશનો ડેથ રેટ પણ 3.38% છે. દેશમાં આ ત્રણ રાજ્ય છે જ્યાં ડેથ રેટ 3%થી વધુ છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!