કોરોનાની સારવારમાં તંત્રને ચૂનો ચોપડવાનો પ્રયાસ ખાનગી હોસ્પિ.ને પડયો ભારે, ફટકાર્યો મસમોટો દંડ

Hits: 41

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સારવાર માટે 50 ટકા બેડ રિઝર્વ રાખવાની સાથે ફીની રકમ પણ નક્કી કરવામાં આવી હતી. પણ પૈસા પડાવવા માટે બદનામ ખાનગી હોસ્પિટલોએ આ મહામારીના સમયમાં પણ નફો કમાવવા બે નંબરની શરૂઆત કરી હતી. જેમાં અમદાવાદની અર્થમ અને બોડીલાઈન હોસ્પિટલ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતાં બંને હોસ્પિટલોને AMCએ પાંચ લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકાર્યો છે. અને સાત દિવસની અંદર આ રકમ ભરી દેવા આદેશ કરાયો છે.

ધી એપેડેમિક ડિસિઝ એક્ટ હેઠળ એમઓયુ કરી પાલડીની બોડીલાઇન હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી 50 ટકા બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવા કોર્પોરેશન દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દર્દીઓ પાસેથી કોઈ ચાર્જ વસુલવાનો રહેતો નથી. છતાં હાટકેશ્વરમાં રહેતા હંસાબેન પરમારને svp હોસ્પિટલે મંગળવારે બોડીલાઈન હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જ્યાં હોસ્પિટલે કોરોના ટેસ્ટ પેટે 4500 રૂપિયા વસુલ કર્યા હતા. ઉપરાંત અન્ય એક દર્દી પાસેથી પણ પૈસા વસુલ કર્યા હતા.

આંબાવાડી વિસ્તારમાં આવેલી અર્થમ હોસ્પિટલે મ્યુનિ.ના રિઝર્વ બેડમાં પણ ખાનગી દર્દીઓને દાખલ કરી મ્યુનિ.એ મોકલેલા દર્દીઓ માટે જગ્યા નહીં હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલના 90માંથી 45 બેડ મ્યુનિ.ને ફાળવાયા છે. ગુરુવારે આસિસ્ટન્ટ પ્રોફેસરે અર્થમ હોસ્પિટલની મુલાકાત લેતા ત્યાં મ્યુનિ.ના 6 બેડ પર સ્વખર્ચે દાખલ થયેલા ખાનગી દર્દ હતા. હોસ્પિટલ ખાનગી દર્દી પાસેથી ચાર્જ લેવા ઉપરાંત મ્યુનિ. પાસેથી પૈસા વસૂલતી હતી.


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!