ભારત નિર્માણ જોઈએ; ભક્ત નિર્માણ નહીં !

Hits: 3

ઈંગ્લેન્ડમાં રહેતા ડોક્ટર બિપિન ઝાને ટોરોન્ટોમાં રહેતા તેમના મિત્રએ પૂછ્યું : “તમને હિન્દુ હોવાનું ગૌરવ નથી?”

જવાબ : “બિલકુલ ગૌરવ છે.”

મિત્ર : “તમે ભારત માતાની જય બોલી શકો છો?”

જવાબ : “ભારત માતાની જય !”

મિત્ર : “જયશ્રી રામ બોલો !”

જવાબ : “જયશ્રી રામ !”

મિત્ર : “ચોકીદાર જિન્દાબાદ બોલો !”

જવાબ : “કેમ? મને હિન્દુ હોવાનું ગૌરવ છે; ભારતમાતાની જય બોલું છું; જયશ્રી રામ બોલું છું; એનો અર્થ એ નથી કે મારે ચોકીદારના ભક્ત બનવું. ચોકીદારના ભક્ત બનવાની શી જરુર?”

મિત્ર : “તમે ધાર્મિક નથી; દેશભક્ત નથી; દેશદ્રોહી છો; એન્ટિનેશનલ છો; અર્બન નક્સલ છો; સ્યુડો સેક્યુલરિસ્ટ છો !”

જવાબ : “દોસ્ત, વ્યક્તિ કરતા દેશ મોટો છે ! હિન્દુત્વ/ ભારત માતા/જયશ્રી રામના નામે ઈમોશનલી બ્લેકમેઈલિંગ કરીને તમે ભક્ત નિર્માણ કરી રહ્યા છો. મનમોહનસિંહ PM હતા ત્યારે રોજગારની/નોકરીની/ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થતી હતી; લોકોને રોજગારી મળતી હતી; લોકો પાસે ATM કાર્ડ આવી ગયા; લોકો મોલમાં શોપિંગ કરતા હતા; એ સમયે ભારત નિર્માણની પ્રક્રિયા ચાલુ થઈ હતી, તે બંધ થઈ ગઈ અને ભક્ત નિર્માણ પ્રક્રિયા શરુ થઈ ગઈ ! જેને કારણે આજે કરોડો લોકો બેરોજગાર બની ગયા છે. માત્ર શ્રમિક જ નહીં, મિડલ ક્લાસ વર્ગ રોડ ઉપર આવી ગયો છે. ભારત નિર્માણ જોઈએ; ભક્ત નિર્માણ નહીં !”

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!