ભુજ-માંડવી રોડ પર 200થી વધુ શંકાસ્પદ હાલતમાં ગાયના મોત
Hits: 32
સત્યકામ રિપોર્ટ: રાજ્યમાં કચ્છમાં મોટી સંખ્યામાં એક સાથે ગાયના મોતનો મામલો સામે આવ્યો છે, લગભગ એક સાથે 200 ગાયના મોતના સમાચાર અરેરાટી જેવો માહોલ સર્જાયો છે.
[AdSense-A]
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે 200થી વધુ શંકાસ્પદ હાલતમાં ગાયના મૃતદેહ જોવા મળ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શંકાસ્પદ હાલતમાં ગાયોના મૃતદેહ જોવા મળતા ગૌ પ્રેમી ઘટનાસ્થળે દોડી ગયા હતાં.
[AdSense-B]
પાકમાં છાંટવાની દવા અથવા ઝેરી પ્રવાહી પીવાથી મોત થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પશુ ચિકિત્સકો હાલમાં તપાસ કરી રહ્યા છે. પશુના પોસ્ટ માર્ટમ બાદ જ ચોક્કસ હકિકત બહાર આવશે કે, કયા કારણથી આટલી મોટી સંખ્યામાં ગાયના મોત નિપજ્યા છે.
[AdSense-C]
ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા બે ત્રણ મહિનામાં અચાનક મોટી સંખ્યામાં ગાયના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.
નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News