ભુજની મસ્જિદમાં મધ્યરાત્રિએ એલાન, ‘મુસ્લિમો હવે જાગી જાઓ, હથિયારો લઈ પોતપોતાના ઘરની બહાર નીકળો

Hits: 23

ભુજના કોડકી રોડ પર બકાલી કોલોનીમાં આવેલી મસ્જિદમાં સંજોગનગરનો શખસ રાત્રે જઈને સમય વગર અઝાન પોકારી અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું ઉશ્કેરણીજનક ભાષણ કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરીને બનાવ અંગેની તપાસ શરૂ કરી છે.

શહેરના કોડકી રોડ બકાલી કોલોનીમાં ‘મસ્જિદે ઈમામે રબ્બાની’ મસ્જિદમાં રાત્રિના ૨:૨૦ કલાકે આ ચકચારી બનાવ બન્યો હતો. મામદ અબ્દુલ્લા લુહાર (રહે. સંજોગનગર, કાંતિ રોટીની બાજુમાં, ભુજ)એ મસ્જિદમાં દાખલ થઈને મસ્જિદના માઈક ઉપરથી અઝાનના સમય વગર અઝાન પોકારી અને બાદમાં અઝાન પૂરી થયા બાદ મુસ્લિમ સમાજ તથા અન્ય સમાજના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાય અને બે કોમના લોકો વચ્ચે વિખવાદ કે દુશ્મનાવટની લાગણી ફેલાવવાના તથા અરાજકતા સર્જાવાના ઈરાદે ઉશ્કેરણીજનક ભાષણ કરી ગુનો આચર્યો હતો.

યુવાન મસ્જિદની અંદર માઈક પરથી રાત્રિના ૨:૨૦ વાગે ‘હું કચ્છનો રાજા છું, મુસ્લિમો જાગી જાઓ અને હથિયારો લઈને પોતાના ઘરની બહાર નીકળો’ તેવું ભાષણ આપતાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને સુરક્ષા એજન્સીઓ સહિતનાઓમાં દોડધામ થઈ હતી.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!