કાનૂનની વાતો કરતી ‘લેડી સિંઘમ’ સુનિતા યાદવના સ્કૂટરનો નથી વીમો કે નથી PUC, રોંગસાઈડમાં જવાનો દંડ પણ નથી ભર્યો

Hits: 22

  • જેને ઉતાવળે લેડી સિંઘમ બનાવી તે સુનિતાએ ડગલે ને પગલે કાયદા તોડ્યા
  • સુનિતા યાદવે રોંગ સાઈડમાં જવાના ગુના પેટે 1300નો દંડ હજુ ભર્યો નથી

આરોગ્ય મંત્રીના પુત્રને નિયમનું ભાન કરાવનારી LR સુનિતા યાદવ પોતે જ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવ્યું છે. મંત્રી પુત્રને ધારાસભ્ય લખેલી પ્લેટ ઉતારવા મજબૂર કરનાર સુનિતાના પિતાની કારમાં પોલીસની પ્લેટ સામે આવ્યા બાદ વધુ ટ્રાફિકના નિયમો તોડાયાનું સામે આવ્યું છે. સુનિતાના નામે રહેલું સ્કૂટર(એક્ટિવા) જીજે 5 એનજે 7344માં આગળની બાજુ નંબર પ્લેટ પણ નથી. સાથે જ પાછળની નંબર પ્લેટ ઉપર પોલીસ લખેલું છે. સુનિતા યાદવના નામે રહેલા આ સ્કૂટરના PUCઅને વીમો પણ નથી કરાવવામાં આવ્યા. છેલ્લા એક-બે વર્ષથી રોંગ સાઈડમાં સ્કૂટર ચલાવતાં કેમેરામાં ઝડપાયા બાદ 1300 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ દંડ પણ સુનિતા યાદવે ભર્યો નથી. 

સુનિતાના સ્કૂટરમાં નંબર પ્લેટ નથી

અડધી રાતે મંત્રીના પુત્રને નિયમોના પાઠ ભણાવનારી સુનિતા યાદવે વરાછા વિસ્તારમાં ડ્યુટી લાગી ત્યારથી ઘણા લોકોના વીડિયો બનાવ્યા હોવાનું તેણે સ્વિકાર્યું છે.ટ્રાફિકના પાઠ ભણાવવા પોતાની જોહુકમી ચલાવવા જાણીતી બનેલી સુનિતા યાદવના સ્કૂટરમાં જ આગળની નંબર પ્લેટ નથી. સામાન્ય લોકોને નંબર પ્લેટના નામે પોલીસે અનેક દંડ કર્યા છે ત્યારે પોલીસ ખાતામાં ફરજ બજાવતી સુનિતા જ નંબર પ્લેટના કાયદાનું ચીરહરણ કરતી જોવા મળી છે.

સ્કૂટરનો વીમો,PUC નથી

સુનિતા યાદવના નામે રજીસ્ટર્ડ થયેલા સ્કૂટર જીજે 5 એનજે 7344નું રજીસ્ટ્રેશન પરીવહન એપ્લિકેશન પર 2016નું દર્શાવવામાં આવ્યું છે. સરકારે કોરોના અગાઉ વાહનોના નંબર પ્લેટ, વીમા અને PUC માટે લોકોને રીતસરના લાઈનમાં લગાવી દીધા હતાં. જો કે, આ સમયે પણ સુનિતાએ પોતાના સ્કૂટરના વીમો કે PUC ન કરાવ્યા હોય તેમ હજુ પણ પરીવહન એપ્લિકેશનમાં તેના સ્કૂટરના વીમા અને PUCની વિગતો નથી દર્શાવવામાં આવી. સુનિતા લોકો પાસે જે કાયદાના અમલની અપેક્ષા રાખી રહી છે તે માત્ર લોકો માટે જ હોય પોતાના માટે ન હોય તેવા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યાં છે.

રોંગ સાઈડનો ગુનો કર્યા બાદ દંડ નથી ભર્યો

સુનિતા યાદવના નામે રજીસ્ટર્ડ મોપેડને 2019માં રોંગ સાઈડ ચલાવવા બદલ 300 અને 100 રૂપિયા લેખે અલગ અલગ સમયના કુલ 1300 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. પરંતુ સુનિતા યાદવે હજુ સુધી આ દંડની રકમ ન ભરી હોવાની વિગત સુરત સિટી પોલીસની વેબસાઈટ પર દેખાય છે. સામાન્ય લોકોને ધોળા દિવસે અને અડધી રાતે કાયદાના ભંગ બદલ વીડિયો ઉતારી ક્ષોભ જનક સ્થિતિમાં મુકનાર સુનિતા પોતે જ અનેક કાયદાના ભંગ કરી ચુકી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!