સુરત: ભાજપના આ ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ, આ બે નગરસેવકોના પરિજન પણ સંક્રમિત

Hits: 11

સુરત: (Surat) છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે શહેરમાં રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકો અને તેઓના પરિવારના (Family) લોકોને પણ કોરોના ચપેટમાં લઈ રહ્યો છે. સુરતના ભાજપના (BJP) ધારાસભ્ય પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. મળતી વિગતો પ્રમાણે કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને કોરોનાનો રિપોર્ટ (Report) પોઝિટિવ આવ્યો છે. ઝાલાવાડીયાને કોરોના પોઝિટિવ આવતાં તેમને ઘરે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલની (New Civil Hospital) નિગરાનીમાં સારવાર કરવામાં આવી રહી છે. જોકે, 3 દિવસ પહેલા CMની બેઠકમાં હાજર હતા. જેથી કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરત: ભાજપના આ ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ, આ બે નગરસેવકોના પરિજન પણ સંક્રમિત

વીડી ઝાલાવાડિયાની તેમના ઘરે જ સારવાર (Treatment) શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા મુખ્યમંત્રીની બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા. જોકે, ત્યારે કોઈ લક્ષણો ન હતા. ગઈકાલે જ બપોર બાદ જ તબિયત થોડી નાદુરસ્ત લાગતા કામરેજ આરોગ્ય કેન્દ્રમાં રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો પરિવારથી અલગ રહીને ઘરમાં જ સારવાર કરાવી રહ્યા છે અને તેઓની સ્થિતી સ્ટેબલ છે. ધારાસભ્ય સેવાના કાર્યમાં સતત કાર્યરત હતા. તેઓ અન્ય લોકોની સેવામાં સંક્રમિત થયા હોવાની આશંકા છે.

જણાવી દઈએ કે શહેરમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યાના પગલે હાહાકાર મચી ગયો છે. ત્યારે અગાઉ મહિલા કોર્પોરેટરના પતિ અને બે માજી નગરસેવકો અને આરોગ્યમંત્રીનાં પુત્રવધૂને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે કોટ વિસ્તારમાં બેગમપુરા ખાતે રહેતા પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન તેમજ ભાજપના સૌથી સિનિયર નગરસેવક શંકરલાલ ચેવલી તેમજ તેની પત્ની, પુત્રવધૂ અને પૌત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે રાંદેર ઝોનમાં પાલ ખાતે રહેતા ડેપ્યુટી મેયર નીરવ શાહનાં પત્નીને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાબતે ડેપ્યુટી મેયર નીરવ શાહે જ લોકજાગૃતિ અર્થે ઓડિયો મેસેજ વાયરલ કરીને જાણ કરી હતી. તેમજ પોતે હોમ ક્વોરન્ટાઇન થઇ પત્નીની સારવાર કરાવી રહ્યા હોવાની પણ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોરોનાનાં સામાન્ય લક્ષણ હોય તો ગભરાવાની કે છુપાવવાની જરૂર નથી. ઘરે રહીને પણ સારવાર થઇ શકે છે. સુરતમાં આ અગાઉ પણ પૂર્વ નગર સેવક કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!