શ્રમ કાયદાઓમાં કરાયેલ ફેરફારોને સુપ્રીમ કોર્ટમાં પડકાર

Hits: 7

અમદાવાદ : ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર જેવા વિવિધ રાજ્યો દ્વારા મજૂર કાયદાઓમાં કરવામાં આવેલ ફેરફારને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ઝારખંડના રહેવાસી પંકજકુમાર યાદવે સુપ્રીમ કોર્ટમાં આ મામલે પીઆઈએલ દાખલ કરી છે.

આ અરજીમાં લેબર લૉને નબળાં બનાવનાર રાજ્ય સરકારોના આદેશો અને વટહુકમોને રદ કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં રાજ્ય સરકારોના આદેશ પર વચગાળાનો સ્ટે આપવાની માંગ કરાઈ છે.

બીજી તરફ દેશભરના ટ્રેડ યુનિયનોએ મજૂર કાયદો સ્થગિત કરવાના વિરોધમાં આગામી 22મી મેના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. કોરોના વાયરસની મહામારીને રોકવા માટે ભારતમાં ચાલી રહેલા દેશવ્યાપી લોકડાઉનથી કરોડો પરપ્રાતીય શ્રમિકો- મજૂરોની સ્થિતિ અત્યંત કફોડી થઇ ગઇ છે અને પોતાના ઘરે પરત જવા માટે વલખાં મારી રહ્યા છે. તે ઉપરાંત આ મામલાને ઇન્ટરનેશનલ લબેર ઓર્ગેનાઇઝેશનમાં લઇ જવાનો પણ નિર્ણય લેવાયો છે.

સરકાર દ્વારા લેબર એક્ટમાં સંશોધન, પાવર એક્ટ-2020 એમેન્ડમેન્ટ અને કામકાજના કલાકો 8થી વધારીને 12 કલાક કરવાના પ્રસ્તાવ વિરુદ્ધ ટ્રેન યુનિયન સંગઠનો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

‘સેન્ટ્રલ ટ્રેડ યુનિયન (સીટીયુ)ના સંયુક્ત પ્લેટફોર્મ પર 14મી મે, 2020ના રોજ મળેલી તેમની બેઠકમાં લોકડાઉન સમયગાળા દરમિયાન દેશમાં કામકાજ કરતા શ્રમિકો-મજૂરો-કામદારોની કફોડી પરિસ્થિતિની નોંધ લીધી અને પડકારને પહોંચી વળવા સંયુક્ત પગલાં લેવાનો નિર્ણય કર્યો છે એવું 10 ટ્રેડ યુનિયનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે. આ સંયુક્ત પ્લેટફોર્મે આગામી 22મી મે, 2020ના રોજ સરકારના કામદારો અને લોકો વિરોધી પ્રસ્તાવ સામે દેશવ્યાપી વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!