કોરોના સંક્રમિત 40% બાળકોને પેટમાં ઈન્ફેક્શન થયું

Hits: 7

બાળકોની સંભાળ કેવી રીતે રાખવી : કોરોના સંક્રમિત 40% બાળકોને પેટમાં ઈન્ફેક્શન થયું, કેમ કે, તેઓ હાથ સાફ રાખતા નથી, તેથી પેરેંટ્સે બાળકોને હાથ ધોવા માટે કહેવું

કેન્દ્ર સરકાર અને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ની ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સીવિયર કેટેગરીમાં આવે છે. એટલે કે આવા બાળકોને કોરોનાવાઈરસનું જોખમ વધારે રહે છે.

એટલા માટે ગાઈડલાઈનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આવા બાળકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, બાળકોને સૌથી વધારે જોખમ એટલા માટે રહે છે કેમ કે, તેમનામાં ઈમ્યુનિટી પાવર ઓછો હોય છે.

(Source: Divyabhaskar)

બાળકોમાં કયા પ્રકારનાં કોરોના લક્ષણો જોવા મળી રહ્યા છે?
જયપુર સ્થિત જે.કે લોન હોસ્પિટલના ડોક્ટર અશોક ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોરોનાના લક્ષણો અન્ય દર્દીઓની તુલનામાં થોડા અલગ જોવા મળી રહ્યા છે. તેમાં, તાવ, શરદી-ખાંસી, ડાયેરિયા, ખેંચ આવવી, પેટમાં દુખાવા જેવા લક્ષણો સામેલ છે. 40% કેસોમાં બાળકોના પેટમાં ચેપ જોવા મળી રહ્યો છે. 

બાળકોને કોરોનાનું જોખમ શા માટે વધુ છે?
ડો. અશોકના જણાવ્યા પ્રમાણે, બાળકોને કોરોનાનો ચેપ જલ્દી લાગે છે કેમ કે, નાના બાળકોને હાથ ધોવા અથવા સેનિટાઇઝ કરવા વિશે વધારે જાણકારી હોતી નથી. બાળકો રમતા હોવાથી તેઓ સપાટીનાં સંપર્કમાં પણ વધારે આવે છે. એટલા માટે બાળકોના હાથમાં ચેપ આવી જાય છે અને તેઓ સંક્રમિત થઈ જાય છે. મોટા લોકો સમજુ હોય છે, એટલા માટે તેઓ આ બધી બાબતોથી વાકેફ છે. તેથી, જે પેરેંટ્સના બાળકો નાના છે, તેઓએ વધુ જાગૃત રહેવાની જરૂર છે. 

બાળકોને કોરોનાથી કેટલું જોખમ છે?
ડો. અશોકના જણાવ્યા પ્રમાણે, તેમની હોસ્પિટલમાં અત્યાર સુધી 80થી વધુ કોરોના સંક્રમિત બાળકો દાખલ થયા છે. તેમાંથી ત્રણ બાળકોના કોરોનાથી મોત થયા છે. 92 ટકા બાળકો સ્વસ્થ થઈ ગયા છે. કેટલાકની સારવાર ચાલી રહી છે. 95-96% બાળકો સ્વસ્થ થઈ રહ્યા છે.

(Source: Divyabhaskar)

કેવા કેસો આવી રહ્યા છે?
ડો. અશોકના જણાવ્યા પ્રમાણે, એક બાળકને રેડ સિંડ્રોમ હતા. પહેલા તેને તાવ આવ્યો અને બાદમાં ખેંચ આવવાની શરૂ થઈ. બાળકનો ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો. તેમાં સામાન્ય દર્દી કરતાં કોરોના લક્ષણો ગંભીર જોવા મળ્યા હતા. તેને સ્વસ્થ થવામાં 13થી 14 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 

સારવાર કેવી ચાલી રહી છે?
ડો. અશોકના જણાવ્યા પ્રમાણે, જે બાળકોની સ્થિતિ વધારે ગંભીર નથી તેમને સુરક્ષાના આધાર પર સામાન્ય સારવાર આપવામાં આવી રહી છે. જે બાળકોની સ્થિતિ વધારે ગંભીર હોય છે, તેમને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા આપવામાં આવે છે. તેનાથી પણ વધારે ગંભીર કેસમાં વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી હાઈડ્રોક્સીક્લોરોક્વીન જે બાળકોને આપવામાં આવી છે તે બધા સાજા થઈ ગયા છે. 

પોઝિટિવ બાબતો શું છે?
પહેલી વાતઃ મોટાભાગના બાળકોમાં ગંભીર કોરોના બીમારીની સ્થિતિ હોતી નથી. તેના કારણે બાળકોમાં સાઈટોકાઈન સ્ટોર્મ સિંડ્રોમ સ્થિતિને સંભાવના ઓછી છે, કેમ કે, બાળકોની રોગપ્રતિકારક શક્તિ એટલી નબળી નથી હોતી જેટલી જેટલી આ બીમારીને વિકસિત થવા માટે જોઈએ. એટલા માટે બાળકોમાં ગંભીર સ્થિતિ ઓછી જોવા મળે છે.
બીજી વાતઃ બાળકોના લંગ્સ વધુ હેલ્ધી હોય છે. કારણ કે, તેઓ પ્રદૂષણના સંપર્કમાં નથી આવતા, એટલા માટે લંગ્સ કોરોના બીમારીને સરળતાથી પ્રતિકાર કરવામાં સક્ષમ છે. 

બાળકોને કેવી રીતે ગાઈડ કરવા?
બાળકો માટે ઘરનો એક કરીક્યુલમ બનાવો, તેમાં રોજિંદા હિસાબ કરવાનું શીખવો, જેથી તેઓને સેન્સ ઓફ વેલ્યુનો અહેસાસ થાય

બાળકોને ઘરમાં ફીટ કેવી રીતે રાખવા?
અનલોક-1 શરૂ થઈ ગયું છે, પરંતુ મોટાભાગના રાજ્યોમાં અત્યારે પણ પાર્ક અને સ્કૂલો બંધ છે. આવી સ્થિતિમાં મોટાભાગના બાળકો ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. માતા-પિતાએ બાળકોને લઈને બહાર ન નીકળવું જોઈએ. આવી સ્થિતિમાં પેરેંટ્સની સામે સૌથી મોટો સવાલ એ થયા છે કે, બાળકોને કેવી રીતે પોઝિટિવ અને ફિટ રાખવા. હૈદરાબાદમાં સાઈકોલોજીસ્ટ ડો. પ્રજ્ઞા રશ્મિના જણાવ્યા પ્રમાણે, પેરેંટ્સે બાળકો માટે ઘરમાં એક કરીક્યુલમ (અભ્યાસક્રમ) બનાવવો જોઈએ. તેમાં નક્કી કરવું કયા એવા કામ છે? બાળકો શું શીખવા માગે છે. તેને કરવાની કેટલીક રીતો હોઈ શકે છે-

1- સામાન્ય જ્ઞાન વધારવું
બાળકો અત્યારે કઈ સીરિયલ અથવા કયો ટીવી પ્રોગ્રામ જુએ છે? જેથી તેમનું જ્ઞાન વધે. તેના માટે પેરેંટ્સે રિસર્ચ કરવું પડશે. અત્યારે ઘણી બધી ચેનલો છે, જેના દ્વારા બાળકો પોતાનું નોલેજ વધારી શકે છે. જેમ કે, નેશનલ જીયોગ્રાફી, ડિસ્કવરી વગેરે. કેમ કે, ઘણી વખત પેરેંટ્સની પાસે બાળકો માટે સમય નથી હોતો, આવી સ્થિતિમાં બાળકોને એવી ચેનલ જોવા માટે કહેવું જે તેમના જ્ઞાનમાં વધારો કરવામાં મદદ કરી શકે.તમે સમાચાર જોવા માટે પણ બોલાવી શકો છો.

(Source: Divyabhaskar)

2-બાળકોની શક્તિને મજબુત બનાવો
બાળકોને રોજિંદા કામનો હિસાબ રાખવાનું કહો. તેનાથી તેમની સ્ટ્રેંથ મજબૂત થશે. તેના માટે પહેલા તેને એક કોપી પેન આપો. ત્યારબાદ કહો કે ઘરમાં દરરોજ કઈ વસ્તુઓ આવી રહી છે,  કેટલા પૈસા આવે છે. આવી રીતે એક મહિના માટે કેટલો ખર્ચ થાય છે, વર્ષમાં કેટલો ખર્ચ થાય છે. તેની ગણતરી કરો. તેનાથી બાળકોને સેન્સ ઓફ વેલ્યુનો અહેસાસ થશે. 

3- બાળકોમાં બચતની ભાવના વિકસાવો
ઘણા પેરેંટ્સ એવું કહેતા હોય છે કે, ગણતરી કરવાથી મારું બાળક મની માઈન્ડેડ થઈ જશે. પરંતુ આ વેલ્યુ છે. બાળકો મેગી, બિસ્કિટ્સ, ટોફી, ચોકલેટ વગેરે ખાય છે. તેથી બાળકોને તેમની પસંદગીની વસ્તુ ખરીદીને આપો. પછી બાળકોને કહો, આ તમારો સામાન છે, તમારે તેને આખો મહિનો ચલાવવો પડશે. આનાથી તેમનામાં બચતની ભાવના પણ વધશે. 
4- બાળકોમાં ફેમિલી વેલ્યુ વધારો –

  • ડો. રશ્મિના જણાવ્યા પ્રમાણે, આ સમય એવો છે, જ્યારે બાળકોની અંદર ફેમિલી વેલ્યુંને વધારી શકાય છે. આ સમયે, જો તમે પરિવારની સાથે સવાર-સાંજ ચા-કોફી પીતા હો,તો બાળકોને તે ન આપીને તેમને ગરમ પાણી આપી શકો છો, તેને તમારી સાથે બેસાડો, તેનાથી બાળકોમાં દ્વિસંગીતાની ભાવનાનો વિકાસ થશે.
  • પેરેંટ્સ પોતાના નાનપણની ભૂલોને પણ બાળકોની સાથે શેર કરી શકે છે. તેનાથી તેમને સાચા અને ખોટા ખ્યાલ આવશે.

5- બાળકોને એકલા રહેવાની મંજૂરી આપવી

  • ડો. રશ્મિના જણાવ્યા પ્રમાણે, પોતાની સાથે સમય પસાર કરવો એ પણ એક કળા છે. દરેક વ્યક્તિએ આ કળા શીખવી જોઈએ. તેથી બાળકોને કંટાળો આવી રહ્યો છે તેવું કહેવાનો પ્રયાસ ન કરવો. કંટાળાના કારણે સર્જનાત્મકતા વિકસિત થાય છે.
  • તેથી, બાળકોને પોતાની જાત સાથે રહેવાની મંજૂરી આપવી જોઈએ, કેમ કે, જ્યારે તેઓ કંટાળશે, થાકી જશે, ત્યારે જઈને તેઓ એક તૂટેલા રમકડાનું મહત્ત્વ સમજી શકશે. પોતાની સાથે સમય પસાર કરવો, કલ્પના કરવાથી જ સર્જનાત્મકતા આવે છે.
  • ડો. રશ્મિના જણાવ્યા પ્રમાણે, કોણે કહ્યું છે કે બાળકોએ હંમેશા એન્ટરટેઈન કરતાં રહેવું જોઈએ. બાળક છે, કોઈ સર્કસ નથી, જે આખો દિવસ મનોરંજન કરતા રહે. તમે સર્કસ નહીં પણ કુટુંબ સંભાળી રહ્યા છો.

ઈનપુટ-ગૌરવ પાંડે (Divya Bhaskar)


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!