સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર: SMC એ 159 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કર્યા

Hits: 13

સુરત: (Surat) શહેરમાં કોરોના સંક્રમણ ખૂબ વધી ગયું છે અને તે કોમ્યુનિટી ટ્રાન્સમિશન લેવલ પર પહોંચી ગયું હોય તેવી ચર્ચાએ પર જોર પકડ્યું છે ત્યારે મહાનગર પાલિકા (SMC) દ્વારા શહેરમાં વધુ 159 હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. કેસો વધવાને કારણે તત્રની ચિંતા વધી છે ત્યારે સૌથી વધુ કેસ જે વિસ્તારોમાંથી મળ્યા છે તે 195થી વધુ વિસ્તારોને મહાનગર પાલિકા (SMC) દ્વારા કોરોના હોટ સ્પોટ  (Hot Spot) જાહેર કરવામાં આવ્યા છે.  આ વિસ્તરમાં રહેતા લોકોને મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારી સાથે કોરોના ગાઈડ લાઇન કડકપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.આ વિસ્તરમાં રહેતા લોકોને મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારી સાથે કોરોના ગાઈડ લાઇન (Guidline) કડકપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

કતારગામ અને વરાછાના મોટાભાગના વિસ્તાર હોટસ્પોટ

વરાછા વિસ્તારના 52 અને કતારગામ વિસ્તારના 50 જેટલી જગ્યાને હોટસ્પોટ (Hotspot) જાહેર કરવામાં આવી છે. સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 6756 થઈ ગઈ છે. આ સાથે કોરોનાનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 259 થઈ ગયો છે. જેમાં સૌથી વધુ કતાગામ ઝોન વિસ્તારમાંથી 1522 કેસ (Cases) મળી આવ્યા છે. જ્યારે વરાછા એ અને બીની ગણતરી કરવામાં આવે તો 1239 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. તેના કારણે કતારગામ (Katargam) અને વરાછા (Varacha) વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે. જેના કારણે અહીંના મોટાભાગના વિસ્તારોનો હોટસ્પોટમાં (Hotspot) સમાવેશ કરાયો છે. આ ઉપરાંત લિંબાયત, સેન્ટ્રલઝોન, ઉધના તેમજ અઠવા ઝોનના પણ કેટલાક વિસ્તારો હોટસ્પોટ જાહેર કરાયા છે.

વરાછા-એ : 

ટ્વીન ટાવર, સહરા દરવાજા, યમુનાકુંજ સોસાયટી, ન્યુ ટેક્ષટાઇલ માર્કેટ, બોમ્બે માર્કેટ, લક્ષ્મીકૃપા સોસાયટી, લક્ષ્મીબા સોસાયટી, માનગઢ રોડ, ખોડીયાર નગર, શાંતિનગર -1, એશ નગર સોસાયટી, ગાયત્રી બાગ સોસાયટી, રામદેવપીર સોસાયટી, મોહન નગર, ધામેલિયા નગર, રામદર્શન સોસાયટી, પુર્વી સોસાયટી, સરગમ સોસાયટી, સાધના સોસાયટી, લક્ષ્મણ નગર, શ્યામ સુંદર સોસાયટી, ખોડીયાર નગર, એ.કે. રોડ, રવિરાજ શોપીંગ સેન્ટર, શ્રાીનાથજીદ્વાર સોસાયટી, નેતાલદે સોસાયટી, વિધેય નગર, સર્વોદય સોસાયટી, સીમાડા ગામ, ખોડીયાર નગર, જે. કે. ટાવર, શિવ નગર સોસાયટી, માતાવાડી, કમલપાર્ક સોસાયટી, આંબાવાડી, વરાછા, અલંકાર રેસીડન્સી, મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા પાટીયા, આનંદ નગર, અયોધ્યા નગર સોસાયટી, શાંતિનિકેતન સોસાયટી, કૈલાસધામ સોસાયટી, રણુજાધામ સોસાયટી, જવાહર સોસાયટી, આઇમાતા રોડ, ડી.આર. વર્લ્ડ વગેરે વિસ્તારો.

વરાછા-બી :

સણિયા હેમાદ,  વિજય ગર-2, યોગીનગર સોસાયટી, શિવનગર સોસાયટી, રાજેશ્વરી સોસાયટી, શિવ દર્શન સોસાયટી, યોગીનગર સોસાયટી, પરીશ્રામ એપાર્ટમેન્ટ, અશોક વાટીકા સોસાયટી, સારોલીની શંકર નગર સોસાયટી, અર્જુન નગર સોસાયટી, સી.એચ. પાર્ક, ગઢપુર રોડ, સાગવાડી, નાના વરાછા, સાકેત રો હાઉસ, ધર્મિષ્ઠા પાર્ક સોસાયટી, રુકમણી સોસાયટી, અમી પાર્ક સોસાયટી, ગુરુકૃપા સોસાયટી, રણછોડ નગર, ભુખુરીયા એપાર્ટમેન્ટ, યોગીરાજ સોસાયટી, ભગવાન નગર, મણીનગર સોસાયટી, વનમાળી બીઆરટીએસ પુજન પ્લાઝા, માનસરોવર સોસાયટી, યોગી નગર સોસાયટી, વૃંદાવન સોસાયટી, યોગીનગર સોસાયટી વગેરે વિસ્તારો

કતારગામ ઝોન  :

મકનજી પાર્ક, ચીકુવાડી, વિશાલ નગર સોસાયટી, ગુરુકૃપા સોસાયટી, ઇશ્વરનગર સોસાયટી, રામનગર, અવધુત નગર, રમણનગર, વિશાલ નગર, નીલકંઠ સોસાયટી, નંદનવન સોસાયટી, ધનમોરા, જે.કે.પી નગર, મગન નગર રોડ, પાર્વતી નગર-૨, સાયણ રોડનુ મિલેનીયમ પાર્ક એપાર્ટમેન્ટ, પુરુષોત્તમ નગર સોસાયટી, ભગુનગર-1, ડભોલી રોડની અખંડ આનંદ સોસાયટી, વિઠ્ઠલનગર, વૃંદાવન સોસાયટી, યોગીનગર સોસાયટી, વિશ્રામ નગર, શિવછાયા, રાજદીપ સોસાયટી, રાજદીપ કોમ્પલેક્ષ, ઋષિકેષ સોસાયટી, કંતારેશ્વર મહાદેવ, શક્તિનગર સોસાયટી, નારાયણ નગર, કંતારેશ્વર સોસાયટી, ત્રિલોક સોસાયટી, ત્રિભુવન સોસાયટી, ડી.કે. નગર-1, ગીતા નગર સોસાયટી, ટૂંકી, પટેલ નગર, આંબા તલાવડી, વૈકુંઠધામ સોસાયટી, હરીદર્શન સોસાયટી, પ્રભુનગર, મીના સોસાયટી, વેડરોડ, સ્વામીનારાયણ નગર- 2, ગીતાનગર, ખોડીયાર કૃપા સોસાયટી, ગાયત્રી નગર-૧, વૃંદાવન ધામ સોસાયટી, અવધુત નગર, મણીનગર, બહુચર નગર, ઓસ્કાર ગાયત્રી ચેમ્બર, મણીબાગ સોસાયટી, કુબેર પાર્ક સોસાયટી, ધ્રુવતારક સોસાયટી, રઘુવીર સોસાયટી, લલિતા ચોકડી, રાજ નગર, રંગ નગર, અભય નગર, આદર્શ નગર-2, સૃષ્ટી સોસાયટી, શ્રાીરામ ચોક, નીલકંઠ એપાર્ટમેન્ટ, અમરોલી, પુણાગામ-કતારગામ, વસ્તાદેવડી રોડ, અશોક નગર, કતારગામ કોમ્યુુનીટી હોલ વગેરે વિસ્તાર.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!