રાજકોટ: એક લાખ રૂપિયા લેવા લોકોએ જિંદગી દાવ પર મુકી, લોનના ફોર્મ લેવા લોકોના ટોળેટોળા

Hits: 60

રાજકોટ. સરકાર દ્વારા લોકડાઉન 4માં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે લોકો પાન-માવાની દુકાને તો લાઇન લગાવી રહ્યા છે. લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરતા નથી. હજી પાનની દુકાને લોકોના ટોળા ઉમટે છે તેને મેનેજ કરવામાં પોલીસ કે વહીવટી તંત્ર સફળ રહ્યું નથી. ત્યારે હવે એક લાખની લોન લેવા માટે રાજકોટની બેંકોમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે. એક લાખની પાછળ લોકો પોતાની જિંદગી દાવ પર મુકી રહ્યા હોય અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફોર્મ લેવા આવેલા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવતું નથી. તેમજ પોલીસ પણ તેનું પાલન કરાવી રહી નથી કે નથી બેંકના અધિકારીઓ પાલન કરાવી રહ્યા. 

સરકાર દ્વારા જાહેરાત કરાઇ પરંતુ લોકો અસંમજસમાં

સરકારે એક લાખની લોન માટેની જાહેરાત તો કરી દીધી પણ ફોર્મ લેવા જતી વખતે સાથે શું પ્રૂફ લઇ જવું તેવી ચોખવટ પણ કરવામાં આવી નથી. આથી લોકો પોતાની સાથે આધાર-પૂરાવા રાખ્યા વગર જ બેંકો પર આવી ગયા છે. લોકો આધાર કાર્ડ લાવ્યા વિના બેકો પર ઉમટી પડ્યા છે. રાજકોટની અમુક બેંકોમાં તો હજી ફોર્મ પણ આવ્યા નથી. આથી લોકો પરેશાન બન્યા છે. રાજકોટના પારેવડી ચોક ખાતે આવેલી નાગરિક બેંકની શાખા પર લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. લોકોના ટોળા કોરોનાને સામેથી આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  નટુભાઇ ચાવડા નામના વ્યક્તિએ જમઆવ્યું હતું કે, બેંકવાળા કહે છે કે ફોર્મ જ આવ્યા નથી. બધી જગ્યાએ ધક્કા જ ખવડાવે છે.  સરકારની વધુ એક ભૂલ આ રીતે ફોર્મ વિતરણ કરી શું કોરોનાને આમંત્રણ આપવાની વાત છે. આ ઓનલાઈન સરકાર કરી શકી હોત પરંતુ આ રીતે લોકો ફોર્મ લેવા આવે તો કોરોના થવાની પૂરી શક્યતા છે. બેંક અથવા સરકારનું ફોર્મ વિતરણમાં કોઈ સુરક્ષાને ગલતું કોઇ આયોજન જ નથી. જૂનાગઢ કોર્મશિયલ કો.ઓપરેટિવ બેંક બહાર પણ લોકોએ લાઇન લગાવી હતી. જો કે, લોકો વચ્ચે સેશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહોતું. 

શું કહે છે રાજકોટ અર્બન કો ઓપરેટિવ બેંક ફેડરેશનના ચેરમેન

રાજકોટ અર્બન કો ઓપરેટિવ બેંક ફેડરેશનના ચેરમેન જ્યોતીન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલી લોન યોજના માટે આજથી ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે. સહકારી બેંકો દ્વારા 8 ટકાથી લોન આપવામાં આવશે. 6 ટકા સરકાર સબસીડી આપશે અને 2 ટકા લોન લેનાર આપવાના રહેશે. ગુજરાતમાં અર્બન કો.ઓપરેટિવ બેંક 217 છે. જેની 1000 જેટલી બ્રાન્ચ છે. ડિસ્ટ્રીક બેંક 18 છે જેની 200 બ્રાન્ચ છે અને 6000 જેટલી ક્રેડિટ સોસાયટી છે. જ્યાંથી ધિરાણ આપવામાં આવશે.લોકો બેંકની ઓનલાઈન વેબસાઇટ પરથી પણ ફોર્મ મેળવી શકશે. નાના ધંધા-રોજગાર ચલાવતા લોકોને લોન આપવામાં આવશે. ફોર્મ ભરાયા બાદ બેંક ચકાસણી કરી આપશે. લોન  એક વ્યક્તિ એક જ જગ્યાથી લોન મેળવી શકશે. બીજી કોઈ જગ્યાથી લોન ન મેળવી શકે માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે. જેમાં યાદી અપલોડ કરવામાં આવશે. લોન લેવા ઇચ્છતા લોકોએ 2 યોગ્ય જામીન આપવા પડશે. અગાઉ અન્ય કોઈ બેંકમાં લોન લઇ લોન ભરપાઈ ન કરી હોય તેવા લોકોને નહીં મળી શકે.

ભાવનગરમાં લોકો એક બેંકથી બીજી બેંકે ફોર્મ લેવા ધક્કા ખાઇ રહ્યા છે

ભાવનગરમાં ચાર સહકારી બેંક આવેલી છે. જેમાંથી એક પણ બેંકમાં હજુ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું નથી. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક પર ફોર્મ લેવા માટે લોકો એકઠા થયા હતા. પરંતું બેંક દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં જોડાયેલા નથી. જેથી આ યોજનાનું ફોર્મનું વિતરણ અત્રેથી થશે નહીં તેવું બોર્ડ લગાવી દીધું હતું.ઓછા વ્યાજે રૂપિયા મળશે તેવી આશા સાથે આવેલા લોકો બોર્ડ વાંચી નિરાશ થયા હતા, તો બીજી તરફ મોટી ગણાતી ભાવનગર નાગરિક બેંકના અધિકારીએ જણાવ્યું કે અમારે આ બાબતે RBIમાંથી મંજૂરી લેવી પડે તેવી સ્થિતિ છે. મંજૂરી માટે પત્ર વ્યવહાર કરવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ ફોર્મનું વિતરણ કરવામાં આવશે. સિહોર નાગરિક બેન્કના મેનેજરે જણાવ્યું કે, બોર્ડ મિટિંગમાં નિર્ણય થયા બાદ ફોર્મ વિતરણ કરવામાં આવશે. આવી જ રીતે સિહોર મર્કન્ટાઈલ કો. ઓ. બેંકમાં પણ ફોર્મનું વિતરણ થતું હોય તેવું નિહાળવા મળ્યું નહીં.


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!