સરકારના જ નથી ઠેકાણા, માસ્ક ન પહેરવાનો દંડ બિહારમાં રૂ. 50 તો ઝારખંડવસૂલે છે, રૂ. 1,00,000/-.

Hits: 11

ઝારખંડે રૂ. 1 લાખનો દંડ જાહેર કર્યો છે, પ. બંગાળે માત્ર રૂ.50 દંડ રાખ્યો છેસૌથી વધુ સંક્રમણ કેસ ધરાવતા મહારાષ્ટ્ર, દિલ્હીમાં રૂ.1000 સુધીનો દંડ થાય છે.

અમદાવાદ. કોરોના મહામારીને નાથવા અંગે દરેક રાજ્યો વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે તે પૈકી જાહેરમાં થૂંકવા અને માસ્ક ન પહેરવા અંગે દરેક રાજ્યોએ લાગુ કરેલ દંડની જોગવાઈમાં ભારે અંતર જોવા મળે છે. ઝારખંડ જેવા ટચૂકડા અને પછાત ગણાતાં રાજ્યે રૂ. 1 લાખના દંડની અતિશય આકરી જોગવાઈ લાગુ કરી છે તો કેટલાંક રાજ્યોમાં ફક્ત 200 રૂપિયાના દંડની જોગવાઈ છે.

સ્થાનિક કાયદા હેઠળ જોગવાઈ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ નીતિ વિષયક બાબતો કેન્દ્ર સરકાર હસ્તક હોય છે પરંતુ તેનું અમલીકરણ રાજ્યોના કાર્યક્ષેત્રમાં આવે છે. અમલીકરણ માટે આવશ્યક કાયદાઓનો અમલ કરાવવા માટે પણ રાજ્યો સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે છે. આથી જાહેરમાં થૂંકવું નહિ, જાહેર સ્થળોએ માસ્ક બાંધવો વ. સુચનાઓ કેન્દ્ર સરકાર આપે છે પરંતુ તેનો અમલ ન થાય તો કેટલો દંડ ફટકારવો તેની જોગવાઈ દરેક રાજ્ય સરકાર પોતપોતાની રીતે અને સ્થાનિક કાયદા મુજબ નક્કી કરે છે. એમાં ફેરફાર કરવાનો પણ રાજ્યોનો હક છે.

દંડની મનઘડંત જોગવાઈ
ઝારખંડે રૂ. 1 લાખના દંડની જોગવાઈ રાખી છે તો તેનાંથી તદ્દન સામેના છેડે પ. બંગાળે માત્ર રૂ. 50નો દંડ રાખ્યો છે. ગુજરાતમાં હાલમાં રૂ. 500ના દંડની જોગવાઈ છે, જ્યારે સૌથી વધુ સંક્રમણ કેસ ધરાવનારા મહારાષ્ટ્ર તેમજ દિલ્હીમાં અનુક્રમે રૂ.500થી રૂ.1000 નો દંડ તબક્કાવાર થાય છે. કેરળે ત્રણ તક આપી છે. એ મુજબ, જાહેરમાં થૂંકનાર કે માસ્ક ન પહેરનારને પ્રથમ 3 વખત રૂ.2 હજારથી 10 હજાર સુધી દંડ થાય છે અને ચોથી વખત 6 મહિનાની જેલની સજાની પણ જોગવાઈ છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!