દુનિયાના સૌથી હેન્ડસમ સેલિબ્રિટીનો તાજ ભારતીયના શીરે

Hits: 83

જ્યારે પણ દુનિયાનાં સૌથી હેન્ડસમ એક્ટરની વાત આવે છે ત્યારે લોકોનાં મોઢે હોલીવુડ સ્ટાર્સનું જ નામ આવે છે. આવામાં બોલીવુડનાં સુપરસ્ટાર ઋતિક રોશને બોલીવુડ જ નહીં, પરંતુ હોલીવુડનાં સ્ટાર્સને પણ પછાડ્યા છે. ઋતિકને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. વર્ષ 2018નાં એક લિસ્ટમાં ઋતિક રોશનને એક એવી પોઝિશન મળી છે જેને જોઇને તમે પણ ખુશ થઈ જશો.

Credit : Instagram/HritikRoshan

ઋતિક રોશન દુનિયાનો સૌથી હેન્ડસમ અને ગૂડ લૂકિંગ સેલિબ્રિટી

એકવાર ફરી ઋતિક રોશને સાબિત કર્યું છે કે તે ફક્ત બોલીવુડનો એકમાત્ર સુપરહીરો જ નહીં, પરંતુ હોલીવુડનાં ઘણા તીસમાર ખાં મનાતા સુપરસ્ટાર્સથી ચઢિયાતો છે. ઋતિક રોશનને દુનિયાનો સૌથી હેન્ડસમ અને ગૂડ લૂકિંગ સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ 2018નાં સૌથી હેન્ડસમ હીરોની યાદી જાહેર થઈ હતી. આ લિસ્ટમાં ઋતિક રોશને બ્રેડ પિટ અને ટૉમ ક્રુઝને પછાડીને પહેલુ સ્થાન મેળવ્યું છે. તો આ લિસ્ટમાં 10માં નંબરે પ્રિંસ વિલિયમને જગ્યા મળી છે.

Credit : Sandesh

સલમાન ખાનનું નામ પણ સામેલ 

ફક્ત ઋતિક જ નહીં, વર્ષ 2018નાં સૌથી હેન્ડસમ સ્ટાર્સની યાદીમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાન આ લિસ્ટમાં સાતમાં નંબરે છે. આ લિસ્ટમાં પહેલા નંબરે ઋતિક રોશન, બીજા નંબરે બ્રેડ પિટ, ત્રીજા નંબરે ગૉડફ્રે જીએ ઓ, ચોથા નંબરે રૉબર્ટ પૈટિનસન, પાંચમાં નંબરે ડેનઝેલ વૉશિંગ્ટન, છઠ્ઠા નંબરે ઉમર બોરકાન ટૂ ધ ગાલા, સાતમાં નંબરે સલમાન ખાન, આઠમાં નંબર પર નૂહ મિલ્સ, નવમાં નંબરે ટૉમ ક્રૂઝ અને દશમાં નંબરે પ્રિંસ વિલિયમ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વર્ષ 2011 અને 2012માં ઋતિક રોશન એશિયાનાં 50 સૌથી સેક્સી પુરૂષોનાં લિસ્ટમાં પણ ટૉપ પર હતો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!