અમરેલી: છેલ્લા 4 દિવસમાં 32,989 લોકોએ પ્રવેશ કર્યો

Hits: 23

* સુરતથી આવેલા લોકોને ક્વોરન્ટાઇન સેન્ટરમાં ન રાખવા નેતાઓનું દબાણ

* 26 મેડિકલ ટીમો કરી રહી છે આરોગ્ય ચકાસણી

અમરેલી. સુરત અને અન્ય જિલ્લામાથી અમરેલીના વતનીઓને અહી પરત આવવાની પરવાનગી અપાયાના ચાર જ દિવસમા 32989 લોકોએ અન્ય જિલ્લામાથી અમરેલીમા પ્રવેશ મેળવ્યો છે. તંત્ર દ્વારા આ તમામ લોકોને કવોરેન્ટાઇન ફેસેલીટી સેન્ટરમા મોકલાઇ રહ્યાં છે. પરંતુ જિલ્લાના જુદાજુદા રાજકીય નેતાઓ આ લોકોને સીધા જ ઘરે જવા દેવા તંત્ર પર દબાણ લાવી રહ્યાં છે. 

હાલમા સમગ્ર રાજયમા એકમાત્ર અમરેલી જિલ્લો કોરોનાથી મુકત

રાજય સરકારે અન્ય જિલ્લામા રહેતા લોકો પોતાના વતનમા જઇ શકે તે માટે પરવાનગી આપ્યા બાદ પ્રથમ દિવસે અમરેલી જિલ્લામા 2200 જેટલા લોકો આવ્યા હતા. અને ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 10 હજાર કરતા વધુ લોકો અમરેલી જિલ્લામા આવી રહ્યાં છે. સૌથી વધારે લોકો સુરત પંથકમાથી અમરેલીમા આવી રહ્યાં છે. હાલમા સમગ્ર રાજયમા એકમાત્ર અમરેલી જિલ્લો કોરોનાથી મુકત રહી શકયો છે. ત્યારે લોકોના સ્થળાંતરની આ રીતે મોટા પ્રમાણમા પરવાનગી અપાતા અમરેલી જિલ્લાને કોરોના મુકત રાખવો તે તંત્ર માટે પણ મોટી ચેલેન્જ છે. 

અમરેલી જિલ્લાના જુદાજુદા પક્ષના નેતાઓ સુરતથી આવતા લોકોને સીધા જ તેમના ઘરે જવા દેવા તંત્ર પર દબાણ

જો કે વહિવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવાઇ રહ્યાં છે. ચાવંડ ચેકપોસ્ટ પર 20 મેડિકલ ટીમ તથા ભોરીંગડા ચેકપોસ્ટ પર 6 મેડિકલ ટીમ દ્વારા અમરેલી જિલ્લામા આવનાર તમામ લોકોની આરોગ્ય ચકાસણી કરવામા આવી રહી છે. જો કોઇ દર્દી શંકાસ્પદ જણાય તો જરૂરી નમુના લેવામા આવી રહ્યાં છે. ગઇકાલે સુરતથી આવેલી એક મહિલાને તાવ, શરદી, ઉધરસ જણાતા તેનો કોરોના રીપોર્ટ કરાવાયો હતો. જો કે આ રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. અહી આવનારા તમામ લોકોને કવોરેન્ટાઇન સેન્ટરમા મોકલાઇ છે.  જો કે કવોરેન્ટાઇન સેન્ટરમા વધુ ક્ષમતા ન હોવાથી 24 કલાકમા જ તેમને ઘરે જવા દેવામા આવે છે. બીજી તરફ અમરેલી જિલ્લાના જુદાજુદા પક્ષના નેતાઓ સુરતથી આવતા લોકોને સીધા જ તેમના ઘરે જવા દેવા તંત્ર પર દબાણ લાવી રહ્યાં છે.

જેમને ત્યાં પ્રવાસી આવશે તે કુટુંબ પણ ક્વોરન્ટાઇન થશે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતુ કે જે જે ઘરે અન્ય જિલ્લામાથી લોકો આવશે તે આખા કુટુંબને હોમ કવોરેન્ટાઇન થવુ પડશે. અને તે ઘરમા તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણ દેખાય તો તાત્કાલિક અમરેલીના કંટ્રોલરૂમ નંબર 228212 પર જાણ કરવાની રહેશે. 

જિલ્લામાં કોરોનાના વધુ 6 શંકાસ્પદ કેસ

અમરેલી સિવીલમા આજે કોરોનાના વધુ છ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા હતા. અત્યાર સુધીમા 153 દર્દીના રીપોર્ટ નેગેટીવ આવી ચુકયા છે. એટલુ જ નહી તાવ, શરદી, ઉધરસવાળા 1413 દર્દીઓના કોરોના રીપોર્ટ કરાયા હતા જે તમામ રીપોર્ટ અત્યાર સુધીમા નેગેટીવ આવ્યા છે.

જે- તે ગામમાં આવેલાનું રજીસ્ટર બનાવાયું

કવોરેન્ટાઇનનો ચુસ્તપણે પાલન થાય તે માટે સરપંચ અને તંત્રએ તે ગામમા બહારથી આવેલા લોકોની રજીસ્ટરમા નોંધ કરાવવાનુ શરૂ કરાયુ છે. આ ઉપરાંત ગામમા કોઇ બિન કાયદેસર પ્રવેશ કરે તો તંત્રને જાણ કરવા પણ સરપંચોને સુચના અપાઇ છે. 

ખડપીઠ વિસ્તારમાં માવાનું વેંચાણ કરતો યુવાન ઝડપાયો

અમરેલી સીટી પોલીસની ટીમ મોટા કસ્બાવાડ ખડપીઠ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. અહીં શહેરના મણીનગરમાં રહેતો ફૈજલ હબીબીભાઈ એમદાણીને માવાનુ વેંચાણ કરતા ઝડપી લીધો હતો. તેમની પાસેથી રૂપિયા 324નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

જિલ્લામાં 73 સામે લોક ડાઉન ભંગની 38  ફરિયાદ, 188 વાહન ડિટેઇન કર્યા

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. છતાં પણ અમરેલી જિલ્લામાં લોકો લોકડાઉન તોડતા જોવા મળે છે. જિલ્લામાં અન્ય જિલ્લામાંથી પ્રવેશ અટકાવવા માટે  જુદા જુદા માર્ગો પર 43 ચેકપોસ્ટ ઉભી કરવામા આવી છે. અહીં એક જ દિવસમાં 73 લોકો લોકડાઉનનું ભંગ કરતા પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેની સામે પોલીસે 38 ગુના દાખલ કરી કાર્યવાહી કરી હતી. તેમજ કારણ વગર રસ્તાઓ પર નીકળતા 188 વાહન ચાલકોના વાહન પોલીસે ડિટેઇન કર્યા હતા. 

38 ગુનાઓ નોંધી કાર્યવાહી કરવામાં આવી

જિલ્લામાં 6 લોકો બિનજરૂરી આંટા મારતા, 9 વ્યક્તિ જિલ્લા કલેકટરના જાહેરનામાંનું ઉલ્લંઘન કરતા,  12 વેપારી દુકાન પર સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા,  33 લોકો અન્ય જિલ્લામાંથી પ્રવેશ કરતા, 3 વ્યક્તિ હોમકોરોન્ટાઈન હોવા છતાં ઘરની બહાર નીકળતા,  3 શખ્સ જાહેરમા ભેગા થતા અને 7 લોકો માસ્ક પહેર્યા વગર પોલીસના હાથે ચડી ગયા હતા.  આ તમામ સામે 38 ગુનાઓ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!