ફેસ ઓફ નેશન અખબારનું ડેકલેરેશન રદ કરવાનો SDMનો હુકમ હાઈકોર્ટે કર્યો રદ્દ

Hits: 25

સત્યકામ: પ્રજાને ધારદાર સમાચાર પુરા પાડતા ફેસ ઓફ નેશન અખબારને બંધ કરાવવા છેલ્લા ઘણા સમયથી કાવાદાવાઓ ચાલી રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની નગ્ન સેલ્ફીલીલા, IAS-IPS અધિકારીઓ અને નેતાઓના કૌભાંડો સહીત અનેક સનસનીખેજ સમાચારો ફેસ ઓફ નેશન દ્વારા રજૂ કરવામાં આવતા હતા. જેને લઈને તંત્રીને ધાકધમકીઓ આપીને પોતાના દબાણને વશ થવું, પોલીસતંત્રનો દુરપયોગ કરીને ખોટા કેસોમાં ફસાવી દેવા જેવા અનેક ષડયંત્રોનો ભોગ બનાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી ન હતી. વિકાસશીલ ગુજરાતમાં નમાલા નેતાઓ તેમની રાજકીય શક્તિનો ઉપયોગ કરીને તંત્રના સહારે પોતાને તાબે ન થનારા મીડિયાકર્મીઓને ભોગ બનાવી રહ્યા છે. જો કે મીડિયાકર્મીઓની એકતા ન હોવાથી સરકાર અને અધિકારીઓ તેમની મેલીમુરાદો આસાનીથી પાર પાડી રહ્યા છે તેમ કહી શકાય. ફેસ ઓફ નેશનના માલિક ઉપર પોલીસકેસ થયાનું બહાનું ધરીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તારીખ 31/03/2018ના રોજ ફેસ ઓફ નેશન અખબારનું ડેક્લેરેશન રદ કરતો હુકમ કર્યો હતો. આ હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

ગઈ તારીખ 31/03/2018ના રોજ SDMએ રાજકીય ઈશારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ફેસ ઓફ નેશનનું ડેકલેરેશન રદ્દ કરવાનો હુકમ કર્યો હતો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે કરેલા આ હુકમને નામદાર હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જે સંદર્ભે તારીખ હાઇકોર્ટે SDMના હુકમને રદ્દ કરવાનો હુકમ કર્યો હતો. તંત્ર દ્વારા મીડિયાની સ્વત્રંતા ઉપર તરાપ મારવાના પ્રયાસને હાઇકોર્ટના હુકમથી નિષ્ફ્ળ બનાવી દેવામાં આવતા ન્યાયનો વિજય થયો છે. ગુજરાત રાજ્યના મીડિયાક્ષેત્રે કદાચ આ પહેલો એવો કિસ્સો છે કે જે સમાચારપત્રનું ડેક્લેરેશન રદ્દ કરવામાં આવ્યું હોય અને તેને નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હોય. આ ચુકાદો આવનાર દિવસોમાં સમગ્ર મીડિયાક્ષેત્રે અતિ મહત્વનો અને નોંધનીય બની રહેશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.

ફેસ ઓફ નેશન અખબાર તેનાં સનસનીખેજ સમાચારોને કારણે પ્રજાથી લઇને સમગ્ર સચિવાલય સુધી ચર્ચા સ્થાને રહ્યુ છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે એક દિવસ તંત્રી ઉપર પોલીસ કેસથી લઇને અખબાર રદ કરવાનાં પ્રયાસો થશે તેની સંપુર્ણ માનસિકતા ફેસ ઓફ નેશન ગ્રુપને હતી. સમય જતા થયુ પણ એવું કે જે વિચાર્યું હતુ. ફેસ ઓફ નેશન દ્વારા એક સત્તાધારી પક્ષના મોટા ગજાના નેતાનું મસમોટું કૌભાંડ પુરાવાઓ સાથે નીડરતાથી લખીને પ્રજા સમક્ષ ઉઘાડું પાડતાં જ આ નેતાએ તેનાં તમામ શામ,દામ અને દંડ વાપરીને તંત્રી ઉપર પોલીસ કેસ કરાવ્યો. આટલેથી નહીં અટકેલા આ નેતાએ તંત્રનો દુરુપયોગ કરીને SDM મારફતે પોલીસ કેસ થયો હોવાનું કારણ દર્શાવીને ફેસ ઓફ નેશન અખબારનું ડેકલેરેશન રદ કરવાનો હુકમ તારીખ 31/03/2018ના રોજ કરાવ્યો. આ હુકમ ગાંધીનગરથી રાજકીય ઈશારે થયો હોવાની પ્રબળ શંકા અને કાયદાની વિરુદ્ધમાં હોઇ આ હુકમને રદ કરવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ શ્રી જીનેશભાઈ કાપડિયા મારફતે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશનની સુનાવણી ચીફ જસ્ટિસ સાહેબની કોર્ટમાં ચાલી રહી હતી. જેમાં નામદાર હાઈકોર્ટે SDMનો ઓર્ડર રદ કર્યો હતો.

ફેસ ઓફ નેશન કાયદાની પ્રક્રિયા અને કાયદાનું સન્માન કરે છે, તેને આવકારે છે પરંતું સત્તાના મદમાં રાચતા નેતાઓ દ્રારા અપનાવવામાં આવતાં તમામ ગતકડાં સામે નીડરતાથી લડવાની શક્તિ ધરાવે છે. ગાંધીનગરના એક નેતા ફેસ ઓફ નેશન અખબાર બદનામ થાય અને તેના પાટિયા પડી જાય તેવા અનેક પ્રયાસો કરી રહ્યા છે પરંતું ફેસ ઓફ નેશન મજબૂતાઈથી તમામ પરિસ્થિતિઓ સામે લડશે. ગુજરાત રાજ્યના તમામ મીડિયાકર્મીઓ માટે આ ચુકાદો અતિ મહત્વનો બની રહેશે. ફરીથી પ્રજાની વચ્ચે સનસનીખેજ સમાચારો સાથે અને એ જ નીડરતાથી પાછા ફરી રહ્યાં છીએ તે વાતનો અમને આનંદ છે. સૌ મિત્રોનાં મળેલા સાથ સહકાર બદલ તેમનો દિલથી આભાર વ્યકત કરીએ છીએ.
-જ્યોતીર્નાથ, તંત્રી શ્રી,
ફેસ ઓફ નેશન

ફેસ ઓફ નેશનનો અવાજ દબાવવા અનેક પ્રકારે પ્રયત્નો થઈ રહ્યાં છે છતા કદાપિ તેની લેખન પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવામાં આવશે નહીં. પ્રજાને પડતી તમામ મુશ્કેલીઓ, અન્યાય અને સમાજમાં ગુંડાગીરી કરનારા લોકો સહીત તંત્રના અધિકારીઓ અને નેતાઓ સામે લડવાની નેમ લઇને સતત ફેસ ઓફ નેશન કાર્યશીલ છે, હતું અને રહેશે. આવનારા દિવસોમાં એ જ ધારદાર લખાણ અને સનસનીખેજ સમાચારો સાથે ફેસ ઓફ નેશન આપની સમક્ષ રજુ થવા જઇ રહ્યુ છે ત્યારે તમામ સંજોગો, પરિસ્થિતિઓમાં યોગ્ય સાથ સહકાર આપવા બદલ તમામ લોકોનો તથા અમારા પત્રકાર મિત્રોનો અમે ખુબ જ આભાર વ્યકત કરીએ છીએ.
-પ્રબોધ શર્મા, સહતંત્રી,
ફેસ ઓફ નેશન”
–———————
છેલ્લા ઘણાં સમયથી પ્રજાની વચ્ચે ધારદાર અને સનસનીખેજ સમાચારો સાથે ચર્ચામાં રહેલા ફેસ ઓફ નેશન અખબારનું ડેકલેરેશન રદ કરવાની તંત્રની નીતિ ખૂબ જ વખોડવા લાયક છે. રાજકીય ઈશારે કામ કરતા કેટલાંક સરકારી અધિકારીઓએ લોકશાહીને તો ચીથરેહાલ બનાવી જ દીધી છે બાકી રહેલી પત્રકારોની સ્વતંત્રતા ઉપર પણ તરાપ મારીને તેમની માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. નેતાઓના હાથમાં તમામ સત્તાઓ હોવાથી તેઓ ધારે તેનો અવાજ દબાવી શકવાની માનસિકતા ધરાવે છે ત્યારે નામદાર હાઇકોર્ટે આપેલા ચુકાદાને અમે દિલથી આવકારીએ છીએ. તંત્રની આપખુદશાહી સામે ન્યાયનો વિજય થયો છે તેનો અમને ખૂબ જ આનંદ છે. આવનારા દિવસોમાં એ જ ધારદાર લખાણ અને સનસનીખેજ સમાચારો સાથે ફેસ ઓફ નેશન આપની સમક્ષ રજૂ થશે.
-ધવલ પટેલ, ફેસ ઓફ નેશન

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!