વિસનગર : પૂર્વ BJP સાંસદ અને અભિનેતા “પરેશ રાવલ”ના ભાઈ “જુગારધામ” ચલાવતા પકડાયા.

Hits: 56

વિસનગરની મથુરદાસ ક્લબમાં પૂર્વ સાંસદનો ભાઇ હિમાંશુ રાવલ અને સગો કિર્તી રાવલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હતામહેસાણા એલસીબીએ 20 જુગારીને ઝડપ્યા, ~1.94 લાખ રોકડ,16 મોબાઇલ અને ત્રણ વાહનો મળી ~ 6.33 લાખનો મુદ્દામાલ જપ્તમથુરદાસ ક્લબ સિનિયર સિટીઝનો માટે છે.

વિસનગર. વિસનગરમાં ગૌરવપથ પર કૃષ્ણ સિનેમા પાસે આવેલી મથુરદાસ ક્લબમાં ચાલતા ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના ભાઇ હિમાંશુ રાવલ અને સગા કિર્તી રાવલના જુગારધામમાં સોમવારે રાત્રે મહેસાણા એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો.જેમાં પરેશ રાવલના ભાઇ હિમાંશુ રાવલ સહિત 20 શખ્સોને રૂ.1,94,540 રોકડ રકમ, રૂ.64,500ના 16 મોબાઇલ અને રૂ.3.75 લાખના ત્રણ વાહનો મળી રૂ.6,33,540નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. શહેરની મધ્યમાં જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસને ગંધ ન આવી અને મહેસાણા પોલીસે રેડ કરતાં સ્થાનિક પોલીસના હોશ ઊડી ગયા હતા. જ્યારે જુગારીઓને છોડાવવા રાજકીય પ્રેશરનો મારો ચાલ્યો હતો. જોકે, પોલીસે કાર્યવાહી પૂરી કરી મોબાઇલ બંધ કરી દીધા હતા. 

કિર્તી કલબનો ટ્રસ્ટી 
મથુરદાસ ક્લબમાં હિમાંશુ રાવલ અને કિર્તી  રાવલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હતા. આ કલબમાં કિર્તી રાવલ ટ્રસ્ટી છે, જ્યારે પરેશ રાવલનો મુંબઇ રહેતો ભાઇ  હિમાંશુ લોકડાઉનમાં વિસનગર આવ્યો હતો. અહીં વિસનગર ઉપરાંત, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદથી શોખિનો જુગાર રમવા આવતા હતા. 

જુગારીઓને છોડાવવા રાજકારણીઓના ધમપછાડા, સ્થાનિક પોલીસ  ઊંઘતી રહી

 • રાવલ કિર્તી રમણિકલાલ (શાંતિનગર સોસાયટી, વિસનગર)
 • રાવલ હિમાંશુ ડાહ્યાલાલ (શાંતિનગર સોસાયટી, વિસનગર)
 • લાલવાણી નરેન્દ્ર પ્રિતમદાસ (અમનદીપ ફ્લેટ, નાના ચિલોડા)
 • ઠાકોર ભુપતજી જવાનજી (પુન્દ્રાસણ, તા.ગાંધીનગર)
 • ઠાકોર ભરતજી શકુજી (પુન્દ્રાસણ, તા.ગાંધીનગર)
 • પરમાર રમેશ ગણેશભાઇ (વાવોલનડીયા, તા.ગાંધીનગર)
 • પટેલ કેતન ભાયચંદભાઇ (ગોઝારિયા, તા.મહેસાણા)
 • પરમાર કલ્પેશ ગાભાભાઇ (સેક્ટર-13, ગાંધીનગર)
 • વાઢેરપરિમલ બાબુભાઇ (અક્ષર સોસાયટી, ગોઝારિયા)
 • પરીખ નિલેશ જ્યંતિલાલ (સુદર્શન સોસાયટી, અમદાવાદ)
 • કુરેશી મહેબુબમીયાં ભાઇમીયાં (ફતેવાડી, અમદાવાદ)
 • પટેલ કનુ પ્રહલાદભાઇ (લાંઘણજ, તા.મહેસાણા)
 • શાહ રાજુ નંદલાલ (સ્વામિનારાયણ ફ્લેટ, ઇસનપુર)
 • પટેલ બળદેવ મગનભાઇ (લાંઘણજ, તા.મહેસાણા)
 • પરમાર વિનુ ગોકળદાસ (દીપરા દરવાજા, વિસનગર)
 • પરમાર અજય નંદુભાઇ (લાંઘણજ, તા.મહેસાણા)
 • સોની ગીરીશ બાબુભાઇ (નવાવાડજ, અમદાવાદ)
 • પટેલ પ્રવિણ જ્યંતિલાલ (દીપરા દરવાજા, વિસનગર)
 • કોલી ભૈયા પરશુરામ ઉર્ફે કિશન બરખુરામ (વિસનગર)
 • નાયી ભાણજી પશાભાઇ (વિજયનગર સોસાયટી, વિસનગર) 
Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!