ઘોર કળયુગ – ૧૪ : ઉર્વીના એ વિચિત્ર હાવભાવ મારા મનમાં તેના અને તેના પરિવાર પ્રત્યે શંકાની ભાવના જન્માવી રહ્યા હતા.

Hits: 896

“તરુણ, મને એક વાત મળી છે કે…… : પ્રેમીલા અચકાતા અચકાતા બોલી.

          “કે …. શું?”, શું વાત મળી? : મેં શાંત શબ્દોમાં પૂછ્યું.

          “મને એવી વાત મળી છે કે તારા અને ઉર્વી વચ્ચે કોઈ સંબંધ છે….” : પ્રેમીલા એ મારી આંખ માં આંખ મિલાવીને કહ્યું?

          “સંબંધ? કેવા સંબંધ?” : મેં મારો અવાજ થોડો કડક કર્યો, એટલે પ્રેમીલા આગળ ન બોલી શકી.

          પ્રેમીલા એ જવાબ ન આપ્યો એટલે શારદાબેન એ બોલવાનું શરુ કર્યું, : “અરે મને વાત મળી હતી કે તારા અને ઉર્વી વચ્ચે કોઈ પ્રેમસંબંધ છે અને આખી સોસાયટીમાં વાતો થાય છે તમારી.”

          પછી મારી આંખો ક્રોધથી લાલ થઇ ગઈ. : “કોણે કીધું તમને આ બધું?, અને તમે કોણ છો આ બધી ચિંતા કરવાવાળા? મારા અને ઉર્વી વચ્ચે કોઈ જ સંબંધ નથી અને હોય તો પણ તમારે અમારી અંગત જિંદગી સાથે શું લેવા દેવા?, તમારી છોકરી સાથે તો હું નથી ફરતો ને? તમારી છોકરી સાથે તો મેં રંગરેલીયા નથી મનાવ્યા, તો પછી તમારે શું આટલું નીતરી પડે છે?” જો અમારી આટલી બધી વાતો થતી હશે તો એના માં – બાપ આવશે મારી જોડે વાત કરવા. તમે કોણ છો અમારી અંગત વાતોમાં માથું મારવાવાળા?”

          મારો ક્રોધથી ભરેલો જવાબ સાંભળીને શારદાબેન અને પ્રેમીલા બંને ચુપ થઇ ગયા. પરંતુ આ બધી ચર્ચા જ્યારે ચાલતી હતી ત્યારે ઉર્વી પણ અમારી વચ્ચે જ હાજર હતી. મેં આખી ચર્ચા દરમિયાન વારે ઘડીએ ઉર્વીના ચહેરાના હાવભાવ નોટીસ કર્યા અને મને એના હાવભાવ પરથી ખુબ જ વિચિત્ર લાગ્યું. સ્વાભાવિક રીતે જો કોઈ છોકરી આવી રીતે પોતાનો પ્રેમસંબંધ પકડાય તો એ ખુબ જ ડરેલી અને ગભરાયેલી હોય છે પરંતુ ઉર્વીના હાવભાવ તદ્દન અલગ જ હતા. એ ચર્ચા દરમિયાન એ ખુબ જ બિન્દાસ અને ચિંતામુક્ત થઈને બેસી હતી.

          હું થોડીક વાર માટે વિચારમાં પડી ગયો કે હમણા એક કલાક પહેલા જે ઉર્વી મારી ઓફીસ પર આવી હતી એ જ આ ઉર્વી છે? કલાક પહેલા તો એ એવી રીતે મારી જોડે વાત કરતી હતી કે એ ખુબ જ ડરી ગઈ હોય….. વિચલિત થઇ ગઈ હોય…… પરંતુ જ્યારે એની માં પ્રેમીલા સાથે આવી તો મને એના ચહેરા પર કોઈ ડર કે ચિંતા કેમ નથી દેખાતી? શું કારણ હશે એ પાછળનું? શું ચાલતું હશે એના મનમાં?

          હું આ વિચારતો જ હતો કે ત્યાં જ એની માં પ્રેમીલા બોલી….  : “તરુણ, જે થઇ ગયું એ થઇ ગયું, હવે ભવિષ્યમાં અમને આવી કોઈ વાત ન મળવી જોઈએ.”, : આટલું બોલીને પ્રેમીલા શારદાબેન અને ઊર્વીને લઈને મારી ઓફિસમાંથી ચાલી નીકળી.

          એ ત્રણેયનાં ગયા પછી મારૂ મન પાછું વિચારોના ચકડોળે ચડી ગયું., પરંતુ આ વખતે મને ચિંતા પ્રેમીલા અને શારદાબેનાની વાતોની નહિ પરંતુ ચર્ચા દરમિયાન મેં જોયેલા ઉર્વીના ચિંતામુક્ત અને બિન્દાસ હાવભાવની હતી., એના ચહેરા પર આવા ભાવ કેમ હતા? શું તેને અમારા સંબંધોની એના પરિવારને ખબર પડવાથી કોઈ જ ચિંતા ન હતી તો પછી કલાક પહેલા એણે મારી જોડે જે રીતે ચિંતા અને દુ:ખ ભરેલી વાતો કરી એ શું હતું? ઉર્વીના મનમાં શું ચાલી રહ્યું હશે? શું એ અને એની માં મારી સાથે કોઈ રમત તો નથી રમી રહ્યા ને? કે પછી મને જ કોઈ ભ્રમ થયો હશે? હું જ ઉર્વીના હાવભાવ ઓળખવામાં થાપ ખાઈ ગયો હોઈશ? રહસ્ય ખુબ જ ગંભીર હતું પરંતુ મને ત્યારે કઈ જ ખ્યાલ ન આવ્યો.

          મિત્રો હું તમને ઉર્વી અને એના પરિવાર વિષે વધારે જણાવું એ પહેલા આપણે વ્હાલમ જઈને યોત્સનાના રોમાંસ , હવસ અને દગાખોરીથી ભરેલા જીવનમાં એક લટાર મારી આવીએ.

          હું થોડા દિવસ પહેલા જ્યારે મગનને મળવા વ્હાલમ ગયો એ પહેલા મેં મગન અને યોત્સનાનાં પ્રેમસંબંધો અને યોત્સનાની કરતૂતો વિષે ઘણી બધી માહિતી એકત્ર કરી દીધી હતી.

…… હા મિત્રો થોડા મહિના પહેલા જ એક વ્યક્તિ કે જે માત્ર યોત્સનાનાં ગામ વ્હાલમનો જ નહિ પરંતુ તેના જ કુટુંબનો હતો. અને એ એના કોઈ સગાના ઘરે મહેમાનગતિ કરવા આવ્યો હતો તેણે ખાસ મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી જે વ્યક્તિ મારો જ મિત્ર હતો બંને જાણ એક દિવસ રાત્રે મને મળવા આવ્યા ત્યારે અમારા કોમન મિત્ર એ અમારી ઓળખાણ કરાવી, : “જો ભાઈ આ જ છે તરુણ, કે જેને તું મળવા માગતો હતો.”

હું એની વાત સાંભળીને થોડી વાર માટે તો વિચારમાં પડી ગયો કે આ માણસ ને તો હું પહેલી વાર જોવું છું. તો પછી એને મને મળવામાં આટલો રસ કેમ? પછી એની સાથે આવેલા મારા મિત્રએ મને કહ્યું કે, “આ મારો દુરના સંબંધમાં ભાઈ થાય છે અને “વ્હાલમ” ગામનો છે, એણે તને મળવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે હું એને તારી પાસે લઇ આવ્યો.”

હવે યોત્સનાનો કુટુંબી વ્યક્તિ મને મળવા ખાસ કેમ આવ્યો એ તમને આપણી વાર્તાના આગળના ભાગમાં સમજાઈ જશે. પરંતુ યોત્સના અને તેના પરિવાર વિષે એણે મને એ વાત જણાવી એ સાંભળીને હું થોડી વાર માટે સ્તબ્ધ થઇ ગયો…..

એ વ્યક્તિએ કરેલી વિનંતીને ધ્યાનમાં લઈને હું તમને એનું નામ તો નહિ જણાવી શકું પરંતુ એ વ્યક્તિએ મારી આગળ યોત્સના વિષે જે ઘટસ્ફોટ કર્યા એ ખરેખર નારી જાતી વિષે નફરત અને ઘૃણાની ભાવના જન્માવે એવા હતા…… એ વ્યક્તિ પાસેથી જાણવા મળેલ માહિતી અનુસાર…..

          યોત્સના હવે ખુબ જ ખુશ અને પ્રસન્ન રહેવા લાગી હતી, હવે એના એકલતા અને દુ:ખના દિવસો હવે દુર થઇ ગયા હતા. હવે એને પતિ શાંતિલાલની કોઈ જ જરૂર ન હતી, કારણ કે એને પોતાની હવસભૂખ મીટાવવા માટે મગન રૂપે એક પુરુષનો સથવારો મળી ગયો હતો. જ્યારે પણ તક મળતી ત્યારે યોત્સના મગનને પોતાના ઘરે બોલાવી લેતી અને બંને એકાંતની પળો માની લેતા. ક્યારેક ઘરે તો ક્યારેક યોત્સના અને મગન ખેતરમાં જવાનું બહાનું કાઢીને કોઈના પણ ખેતરમાં જતા રહેતા અને કલાકો સુધી શારીરિકભૂખ મીટાવવામાં મસ્ત રહેતા. ધીમે ધીમે યોત્સનાનાં મનમાંથી ગામના અને કુટુંબના લોકોની બીક પણ જતી રહી. ઘણી વાર કોઈને યોત્સનાના મગન સાથેના સંબંધોની જાણ થઇ પણ જાય તો યોત્સનાને એની કોઈ જ ફિકર ન હતી. એ તો બસ કોઈ પણ ભોગે મગન દ્વારા પોતાની હવસ મીટાવવા માગતી હતી. મગન સાથે રંગરેલીયા મનાવવા માટે એ એટલી તો પાગલ થઇ ગઈ કે એણે તેના આ પગલાથી ભવિષ્યમાં આવનારા સંકટોની પણ ચિંતા ન કરી.

          ધીમે ધીમે આખાય “વ્હાલમ” ગામમાં યોત્સના અને મગનનાં પ્રેમસંબંધોની ચર્ચાઓ થવા લાગી. લોકોમાં યોત્સના અને મગનના સંબંધો એટલી હદે ચર્ચાનો વિષય બન્યા કે હવે યોત્સના ગામમાં શાંતિલાલની પત્ની તરીકે નહિ પરંતુ મગનની પ્રેમિકા તરીકે જ ઓળખાવા લાગી.

          ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને ગામમાં વધુ ને વધુ ચર્ચાઓ થવા લાગી, ત્યાં જ અચાનક એક દિવસ યોત્સનાએ મગન સામે એક ખુબ મોટો ઘટસ્ફોટ કર્યો આ સાંભળીને મગન તો થોડી વાર માટે પોતાની સુધબુધ ખોઈ જ બેઠો …..

(વધુ આવતા અંકે)

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!