ઘોર કળયુગ – 35 : આજે મેં પ્રથમ વખત “ઉર્વી”ને “કિસ” કરી અને પછી મારા અને “ઉર્વી” વચ્ચે…
Hits: 230
મિત્રો આપણે ગયા ભાગમાં જોયું કે ઉર્વી હવે મને માત્ર રોમાન્સ જ નહિ પરંતુ વાસના ભરેલા મેસેજ વધારે મોકલતી હતી. મને પણ તેની સાથે આવી વાતો કરવાની બહુ જ મઝા આવતી. ઘણી વખત તો અમે બંને આખી આખી રાત બસ સેક્સની જ વાતો કરતા. એ એક રોમાંચક અનુભવ તો હતો જ પરંતુ એના થી પણ રોમાંચક અનુભવ હતો મારો ઉર્વીને કોલેજ પર મળવા જવાનો. ઉર્વીની ઈચ્છાનું માન રાખીને હું તેની કોલેજ પર ગયો.
અંબામા કોમર્સ કોલેજ … સુરતની સુંદર કોલેજોમાંથી એક … વિશાળ કેમ્પસ હતું એ કોલેજનું … સુરત શહેરની બહાર આવેલી આ કોલેજની વાત જ નિરાળી હતી. હું જ્યારે પણ જતો ત્યારે મને મારા જુના વિદ્યાર્થી સમયના દિવસો યાદ આવી જતા.
હા મિત્રો, હું પણ એક સમયે આ જ કોલેજનો વિદ્યાર્થી હતો. હું આ કોલેજમાં વિદ્યાર્થી તરીકે ભણ્યો ખાલી એક જ વર્ષ….. પછી ભણવામાંથી મારું મન ઉઠી ગયું અને મેં .મારો B.Com. નો અભ્યાસ પડતો મુક્યો. પરંતુ એ વખતે મને ક્યાં ખબર હતી કે આ કોલેજ ફરીથી મને પોતાની તરફ ખેંચી લાવશે? ભણવા નહિ તો મારી પ્રિયતમા ઉર્વીને મળવા। હું એ કોલેજમાં ભણવા ગયો એક જ વર્ષ અને ઉર્વીને મળવા ગયો 2 વર્ષ. ઉર્વી એ જ કોલેજમાં BBA નો અભ્યાસ કરતી હતી.
ઉર્વીના કહેવાથી હું તેને મળવા માટે પહોંચી ગયો અંબામા કોમર્સ કોલેજ. ઉર્વી તેની ફ્રેન્ડ્સ સાથે મારી રાહ જોઈને બેઠી હતી. મેં મારું બાઈક ત્યાં જઈને ઉભું રાખ્યું, મને જોઈને ઉર્વીની 2 ફ્રેન્ડ્સ મારી પાસે આવી. મેં એ બંનેને પૂછ્યું, “ઉર્વી ક્યાં છે?”
એ તરત જ હસી અને બોલી, ” પેલી કેંટીનની સામે બેઠી, જા જલ્દી એ તારી રાહ જુવે છે, બહુ જ અલગ મૂડમાં છે આજે તો.
હું તરત જ કોલેજના કેમ્પસમાં ગયો. ઉર્વી મારી રાહ જોઈને બેઠી હતી. એકલી જ હતી, આજે તેની આસપાસ તેની કોઈ જ મિત્ર ન હતી. કારણ કે આજે એ મારી સાથે એકલામાં જ સમય વિતાવવા માગતી હતી. હું ઉર્વીની પાસે ગયો અને તેને પકડીને મેં તેને હોઠ પર કિસ દીધી. ઉર્વી મારું આટલું રોમેન્ટિક સ્વરૂપ પહેલીવાર જોઈ રહી હતી. એ થોડી શરમાઈ ગઈ અને થોડી નર્વસ પણ… જો કે આજે હું પણ થોડો નર્વસ હતો કારણ કે ઉર્વી સાથે પ્રથમ વખત હું આ રીતે મળી રહ્યો હતો. મેં આજે પ્રથમવાર ઉર્વીને હાથ લગાડ્યો હતો.
કોલેજના કેમ્પસમાં મારા અને ઉર્વી વચ્ચે શું થાય છે એ તમને જણાવું એ પહેલા આપણે હર્ષા અને પ્રફુલના જીવનમાં જરા નઝર આવીએ.
આપણે ગયા ભાગમાં જોયું કે પ્રફુલ અને હર્ષા આજે એકાંત માણી રહયા હતા. પ્રફુલ હર્ષાને લઈને અંદરના રૂમમાં ગયો, તેણે હર્ષાને પોતાના બેડ પર નાખી.પરંતુ હર્ષાને પોતાના બેડ પર જોઈને એ થોડિવાર માટે અચકાયો. કારણ કે જે બેડ પર તેણે પોતાની પત્ની કે જે તેને ખુબ જ પ્રેમ કરતી હતી તેની સાથે કેટલીયે પ્રેમની પળો માણી હતી એ પત્નીની જગ્યા પર આજે કોઈ અન્ય સ્ત્રીને તેણે જગ્યા આપી હતી. પ્રફુલને થોડી વાર માટે લાગ્યું કે તે ખોટું કરી રહ્યો છે. તે પોતાની પત્ની સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે. તે આગળ વધતો અટકી ગયો. થોડી વાર માટે તો તેને પોતાના માટે અપરાધભાવની લાગણી થઇ આવી. પોતાના બેડરૂમમાં અન્ય સ્ત્રીને જગ્યા આપીને તે કઈ ખોટું તો નથી કરી રહ્યો ને?
“શું હું આ હર્ષાને અહિયાથી બહાર મોકલી દઉં? કે પછી મારા મનની બધી જ ઈચ્છાઓ આજે હર્ષા સાથે પૂરી કરી દઉં? મારી પત્નીને ખબર પડશે કે તેની ગેરહાજરીમાં હું હર્ષા સાથે શયનસુખ માણતો હતો. તો એના દિલ પર શું વીતશે? હું ખરેખર ખોટું કામ કરી રહ્યો છું?” : પ્રફુલ ઉભો ઉભો ગંભીર વિચારમાં ડૂબી ગયો.
સામે બેડ પર પડેલી હર્ષા પ્રફુલને જોઈ રહી હતી. પ્રફુલને આ રીતે અચાનક જ અટકી ગયેલો જોઈને તે પ્રફુલની મન:સ્થિતિને સમજી ગઈ હતી. જો પ્રફુલના દિલમાં એક પત્નીવ્રતા પતિ જાગી ગયો તો પ્રફુલ સાથે પોતાની વાસના સંતોષાવાની ઈચ્છા અધૂરી રહી જશે. તેથી પ્રફુલને ગમે તે કરીને ફરીથી પોતાના પ્રત્યે આકર્ષિત કરવો જ પડશે. ગમે તે કરીને તેને ફરીથી લલચાવવો જ પડશે.
હર્ષા તરત જ ઉભી થઇ અને પ્રફુલને જઈને વળગી પડી. પ્રફુલની છાતી પર હાથ ફેરવવા લાગી.
“શું વિચારો છો પ્રફુલ?, મારી સાથે સેક્સ માણવામાં બીક લાગે છે કે શું?, કે પછી મરદાનગીમાં કઈ પ્રોબ્લમ છે?” : આટલું બોલીને હર્ષા ખખડીને હસવા લાગી.
પોતાની મરદાનગી પર મજાક ઉડતા જ પ્રફુલે હર્ષાને ધક્કો મારીને ફરીથી બેડ પાર નાખી. હવે સવાલ મરદાનગીનો હતો, બતાવવી તો પડશે જ.
પ્રફુલ પણ બેડ પર હર્ષા સાથે સુઈ ગયો. તેણે હર્ષાને પહેલા તો પોતાની બાથમાં લીધી. અને પછી તેને આખા શરીર પર ફેરવવા લાગ્યો। હર્ષાને આખા શરીર પાર ચુંબનો કરવા લાગ્યો। હર્ષા પણ પ્રફુલના સાથનો આનંદ માણી રહી હતી. તે પ્રફુલને એવી રીતે ચોંટી પડી કે જાણે હવે ક્યારેય પ્રફુલને છોડવાની ન હોય.
પ્રફૂલે હર્ષાના શરીર પરથી એક પછી એક કપડા કાઢવાની શરૂઆત કરી. હર્ષાએ પણ પ્રફુલના શર્ટના એક પછી એક બટન ખોલવાના ચાલુ કર્યા. જોતજોતામાં જ પ્રફૂલે હર્ષાને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી નાખી. અને પછી બન્નેએ સંબંધોની તમામ મર્યાદાઓ પાર કરી નાખી। હર્ષા માટે તો આ વાત કઈ નવી ન હતી કારણ કે તેના માટે તો સંબંધો અને મર્યાદા કરતા પોતાની શારીરિક ભૂખ વધારે મહત્વની હતી. તે પોતાની શારીરિક ભૂખ પર કાબૂ રાખી શકતી ન હતી. હર્ષા અગાઉ પોતાના ભાણિયા રાજેશ સાથે પણ શરમની બધી જ હદ પાર કરી ચુકી હતી. એટલે હર્ષા માટે તો આ કોઈ જ નવી વાત ન હતી. પરંતુ પ્રફુલ માટે આ અનુભવ પ્રથમવારનો હતો. તેણે ક્યારેય પોતાની પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રીને હાથ પણ લગાડ્યો ન હતો.
હર્ષા અને પ્રફૂલની આ હરકત હવે તેના જીવનમાં ખુબ જ મોટો ભૂકંપ સર્જવાની હતી. હવે હર્ષા અને પ્રફુલના જીવનમાં શું શું દુર્ઘટનાઓ સર્જાવાની છે એ જાણવા માટે વાંચતા રહો નવલકથાના આગળના ભાગ…..
નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News