ઘોર કળયુગ – ૬ : મારા અને ઉર્વીના જીવનમાં પ્રથમ કાંટો ઉભો થયો નામ હતું શાંતાબેન.

Hits: 494

કહેવાય છે કે પ્રેમ ક્યારેય છૂપો રહી શકતો નથી. બસ એ જ રીતે લાખ કોશિશ કરવા છતાં પણ મારા અને ઉર્વીના સંબંધો ધીમે ધીમે મારી સોસાયટીમાં અને મારા એરીયામાં ચર્ચાવા લાગ્યા. આ વાતો જાણીને ઘણા ઘણા ઈર્ષ્યાળુ લોકો પેદા થયા. અમારા વિષે જાત જાતની ખોટી વાતો ઉડાવવા લાગ્યા. પરંતુ આ બધું જ સહન કરીને અને ઇગ્નોર કરીને અમે અમારી જિંદગીમાં વ્યસ્ત રહ્યા.

       પરંતુ અમારી કહાનીમાં પ્રથમ કાંટો ઉભો થયો. નામ હતું “શાંતાબેન” ….

        હવે આ શાંતાબેનને અમારી પ્રેમ કહાનીમાં શું રસ હતો એ જરા તમને જણાવી દઉં. અને થોડો શાંતાબેન અને તેમના પરિવારનો પરિચય પણ કરાવી દઉં.

[AdSense-A]

        મારી ઊર્વિનો પરિવાર અને આ શાંતાબેનનો પરિવાર એક જ બિલ્ડીંગમાં રહેતા હતા. હું અને ઉર્વી એક જ જ્ઞાતિના હતા, એક જ સમાજના હતા. અને આ શાંતાબેન પણ અમારી જ જ્ઞાતિના હતા. એમને એક દીકરો હતો. નામ હતું “ઈલેશ” ….

        હવે આ શાંતાબેનની આર્થિક સ્થિતિ સામાન્ય હતી , અધૂરામાં પૂરું આ શાંતાબેન અને તેમના પરિવારને પારકી પંચાતમાં પડવાનો અને અને લોકોની આઘા પાછી કરવાનો બહુ શોખ. એટલે સમાજમાં એમની છાપ બહુ ખરાબ. એટલે એમના દીકરા ઈલેશને લગ્ન માટે કોઈ છોકરી આપતું ન હતું. બિચારા શાંતાબેન સમાજના લોકોના ઘરે ઘરે જઈને પોતાના છોકરાની સગાઇ થાય એ માટે આજીજી કરતા રહેતા. પણ ક્યાય મેળ ન પડે. અધૂરામાં પૂરું એમનો છોકરો ઈલેશ પણ દિવસે ને દિવસે ઉમર વધતા ઢાંઢો થતો જાય. પણ શાંતાબેનની આશા ન તૂટે. એ તો બસ લોકોના ઘરે ઘરે જઈને જે તે ની છોકરીનો હાથ પોતાના “ઈલેશ” માટે માગતા રહે. પણ બધેથી જ “ના” સાંભળીને પાછા ફરે. પણ એમની આશા તો એ જ કે મારા દીકરાના લગ્ન કરાવું તો મારી જ્ઞાતિની જ છોકરી સાથે.

        બસ એ જ આશાએ એક દિવસ શાંતાબેન એમની જ બિલ્ડીંગમાં રહેતા ઉર્વીના માં – બાપ પાસે પહોચ્યા અને એમના દીકરા માટે ઊર્વિનો હાથ માગ્યો….

        પણ જેમ શાંતાબેનની કુંડળીમાં જ લખાયું હોય એમ અહિયાથી પણ “ના” જ સાંભળવા મળી. અને શાંતાબેન એ તૂટેલા મન સાથે પાછા ફરવું પડ્યું. પરંતુ થોડા દિવસ બાદ એમને સોસાયટીના અને અમારા વિસ્તારના લોકો દ્વારા મારા અને ઉર્વીના પ્રેમસંબંધ વિષે જાણ થઇ. સ્વાભાવિક રીતે જે છોકરીને પોતાના ઘરની વહુ બનાવવાના સપના શાંતાબેન એ જોયા હતા એ જ છોકરીના સંબંધ મારી સાથે છે એ જાણીને શાંતાબેનના મનમાં ઈર્ષ્યા અને ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી અને તેમણે નક્કી કરી લીધું કે ગમે તે થાય હું આ સંબંધ તોડાવીને જ રહીશ…. અને શરુ થઇ શાંતાબેનની મારી સાથેની દુશ્મનાવટ……..

[AdSense-B]

તેમણે અમારા સંબંધો તોડાવવા માટે શું કર્યું એ દિલચસ્પ કહાની તમને જણાવું એ પહેલા હું તમને ગયા હપ્તામાં જે વાત કરી હતે એ યોશના અને શાંતિલાલ વિષે થોડું જણાવી દઉં.

        તમને યોશના અને શાંતિલાલનો વર્તમાન જણાવું એ પહેલા એમનો ભૂતકાળ થોડો જાણી લઈએ.

       આજથી અંદાજીત ૨૮ વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના ઊંઝા તાલુકાના ભક્તુપુર ગામે રહેતી યોશનાનાં લગ્ન વિસનગર તાલુકાના વ્હાલમ ગામે રહેતા શાંતિલાલ સાથે થયા હતા. યોશનાના માતા – પિતાનું ઘર પૈસે ટકે ખુબ જ ગરીબ. એટલે ગરીબીમાં મોટી થયેલી યોશનાનાં લગ્ન જે શાંતિલાલ સાથે થયા એ પણ સામાન્ય પરિવારનો. એટલે શાંતિલાલ કન્સ્ટ્રકશન સાઈટ પર નોકરી કરતો હતો. એ જે સાઈટ પર કામ કરતો હતો એ સરકારી કોન્ટ્રાક્ટ લેતી કંપનીની હતી. એટલે જ્યાં પણ સરકારી કોન્ટ્રાક્ટ મળે ત્યાં જવું પડે. ઘરબારથી દુર.

       એટલે યોશના એ મોટા ભાગે પોતાના પતિથી દુર જ રહેવું પડતું. અધૂરામાં પૂરું શાંતિલાલને અનેક બહેનો. એટલે બધીયે બહેનોના વહેવારો. સતત ભાઈના ઘરે કોઈને કોઈ બહેનની અવાર જવર ચાલુ રહેતી. એટલે કોઈને કોઈ ખર્ચા થતા રહેતા.

[AdSense-C]

        યોશનાએ શાંતિલાલ સાથે લગ્ન તો કર્યા પણ તેના શરીરની યુવાની પતિથી એકલતા સહન કરી શકતી ન હતી. અધૂરામાં પૂરું પૈસાની ખેંચના કારણે યોશના માનસિક રીતે ભાંગી પડી. અને આત્મહત્યા કરવાના વિચારો સતત તેને વિચલિત કરવા લાગ્યા. એક દિવસ આત્મહત્યા કરવાનું નક્કી કરી દીધું અને ઝેરી દવા પી લીધી…..

        પરંતુ ભગવાને તેની જિંદગીમાં એક નવો જ વળાંક લખ્યો હોય એમ સમયસર સારવાર મળતા યોશનાનો જીવ તો બચી ગયો. પરંતુ યોશનાના મનમાં પોતાની શારીરિક ઈચ્છાઓ અને પૈસાની તંગીના વિચારો દુર થતા ન હતા. એ સતત પોતાના જીવનને કોસતી રહેતી હતી.

        પરંતુ ફરી એક વાર સમયે કરવટ લીધી અને યોશનાના જીવનમાં આવ્યો એક પ્રેમથી ભરપુર રોમેન્ટિક વળાંક……

        (મિત્રો યોશનાનાં જીવનમાં આવેલા રોમેન્ટિક વળાંક અને બીજી બાજુ શારદાબેનની મારી સાથેની દુશ્મનાવટ વિષે આપણે જાણીશું આવતા અંકે.)

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!