“વિજયનગર” સામ્રાજ્યનું 2500 ટન “સોનુ” છે માફિયાઓના ટાર્ગેટ પર. જાણો ક્યાં છે આ ખજાનો?

Hits: 6

કેરળથી કર્નાટક સુધી અનેક મંદિર એવા છે જ્યાં આજે પણ ખજાનાની શોધમાં લોકો આવે છેદર વર્ષે ટ્રેઝર હંટિંગમાં સેંકડો લોકો પકડાઇ જાય છે, હમ્પીમાં અનેક સ્મારક ખોદવામાં આવ્યાં છે.

હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેરળના પદ્મનાભસ્વામી મંદિરનું મેનેજમેન્ટ ત્રાવણકોર રાજપરિવારના હાથમાં સોંપી છે. રાજ પરિવારે નક્કી કર્યું છે કે, પદ્મનાભસ્વામી મંદિરનું 7મું તહેખાનું ખોલવામાં આવશે નહીં.

લગભગ એક લાખ કરોડની સંપત્તિવાળું પદ્મનાભસ્વામી મંદિર જ પોતાના ખજાના માટે ચર્ચામાં નથી, કેરળથી કર્નાટક સુધી એવા અનેક મંદિર છે, જે પોતાના ખજાના માટે હંમેશાં ચર્ચામાં રહે છે.

સૌથી વધારે શોધ વિજયનગર સામ્રાજ્યના ખનાજા કરવામાં આવે છે, જે કર્ણાટકના હમ્પીથી લઇને તેલંગાણાના હૈદરાબાદ સુધીના જંગલોમાં શોધવામાં આવે છે. અનેક વાયકાઓ પ્રમાણે વિદેશી આક્રમણકારીઓથી બચવા માટે રાજા કૃષ્ણદેવરાયે પોતાનો ખજાનો અહીં છુપાવી દીધો હતો, જેમાં લગભગ 2500 ટન(25 લાખ કિલો) સોનું છે.

દક્ષિણ ભારતની થોડી એવી જગ્યા છે, જ્યાં આજે પણ લોકોને કોઇ મોટા ખજાનાની શોધ છે

હૈદરાબાદની પહાડીઓમાં વિજયનગરનો ખજાનો-

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જેની આસપાસની પહાડીઓ અને જંગલોમાં વિજય નગરના ખજાનાની શોધમાં લોકો આવે છે.

હૈદરાબાદ પાસે શ્રીશૈલમ પહાડીઓ ઉપર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. એવું માનવામાં આવે છે કે, અહીં વિજયનગર સામ્રાજ્યનો ખજાનો છે. જેમાં લગભગ 25 લાખ કિલો સોનુ છે. અહીંની નેલ્લામાલા પર્વત શ્રૃંખલામાં પણ અનેક ટ્રેઝર હન્ટર્સ સક્રિય છે. 2018માં અહીં જંગલોમાંથી 2 થી 3 ટ્રેઝર હંટર માર્યા ગયા હતાં.

હમ્પીના અનેક પુરાતત્વ સાઇટ્સને નુકસાનઃ-

હમ્પીમાં આવા દૃશ્યો સામાન્ય હોય છે. અહીં મોટાભાગે ટ્રેઝર હંન્ટર્સ મંદિરની આસપાસ રાતના સમયે ખોદકામ કરવા આવે છે.
હમ્પીમાં આવા દૃશ્યો સામાન્ય હોય છે. અહીં મોટાભાગે ટ્રેઝર હંન્ટર્સ મંદિરની આસપાસ રાતના સમયે ખોદકામ કરવા આવે છે.

હમ્પીનું ઐતિહાસિક મહત્ત્વ ખૂબ જ વધારે છે. બેલ્લારીથી હમ્પી સુધી 4100 હેક્ટેયરની જમીન ઉપર 1600થી વધારે પુરાતાત્વિક મહત્ત્વના સ્મારક છે. આ જ સ્મારકોમાં કોઇ સ્થાને વિજયનગરનો ખજાનો પણ છુપાયેલો હોવાની માન્યતા છે. અનેક ટ્રેઝર હન્ટર્સ અહીં આ સ્મારકોને નુકસાન પહોંચાડી ચૂક્યા છે. અનેક મૂર્તિઓ અને સેંકડો વર્ષ જૂની નંદી પ્રતિમાને નુકસાન પહોંચાડી ચૂક્યા છે. અહીં સુરક્ષા માટે ગાર્ડ્સ છે પરંતુ આ ગેંગ એટલી ચાલાક હોય છે કે, આટલી સુરક્ષા હોવા છતાં આ સ્મારકોમાં ખજાનો શોધવા પહોંચી જાય છે.

આંધ્રના મૂકાંબિકા મંદિરમાં પણ ખજાનોઃ-

મૂંકાબિંકા દેવી મંદિર, આ મંદિર તે ચાર મંદિરોમાંથી એક છે જેની સ્થાપના ભગવાન પરશુરામના હાથે કરવામાં આવી છે.
મૂંકાબિંકા દેવી મંદિર, આ મંદિર તે ચાર મંદિરોમાંથી એક છે જેની સ્થાપના ભગવાન પરશુરામના હાથે કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશના જ કોલૂરમાં મૂકાંબિકા દેવી મંદિર છે. માન્યતા છે કે, અહીં દક્ષિણ ભારતના રાજાઓએ ખજાનો રહસ્યમયી જગ્યાઓમાં સંતાડ્યો હતો. જેની રક્ષા આજે પણ નાગ કરે છે. ખજાનાની સંભાવના અહીં એટલાં માટે પણ રહે છે કેમ કે, અહીં દેવીનું સિંહાસન જ લગભગ 90 કિલો સોનાનું બનેલું છે. 3 કરોડ રૂપિયાથી વધારે ઘરેણા માતાની પ્રતિમા પર છે અને લગભગ 30 કરોડની કિંમતના હીરા-જ્વેરાત પણ અહીં છે. માન્યતા છે કે, બહારના આક્રમણકારીઓથી બચવા માટે અહીં રાજાઓએ ગુપ્ત તહેખાનામાં ખજાનો રાખ્યો હતો.

કૃષ્ણા નદીના કિનારે કોહિનૂરની ખાણઃ-

ગોલકુંડની કૃષ્ણા નદીના કિનારે જ્યાં આજે પણ હીરાની શોધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કોહિનૂર જેવા અનેક હીરા આજે પણ મળી આવે છે.
ગોલકુંડની કૃષ્ણા નદીના કિનારે જ્યાં આજે પણ હીરાની શોધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કોહિનૂર જેવા અનેક હીરા આજે પણ મળી આવે છે.

આંધ્ર પ્રદેશના ગોલકુંડમાં કૃષ્ણા નદીના કિનારે હીરાની ખાણ હોવાની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે, ભારતનો પ્રખ્યાત કોહિનૂર હીરો આ જ ખાણમાંથી મળી આવ્યો હતો. દુનિયાના 10 સૌથી પ્રખ્યાત હીરામાંથી 7 હીરા અહીંના હોવાનું મનાય છે. લોકો અહીં પણ હીરાની શોધમાં આવે છે. પકડાઇ પણ જાય છે. પરંતુ, આ ખાણ પણ એક રહસ્ય છે. એવું માનવામાં આવે ઠે કે, સુલ્તાન મોહમ્મદ કુતુબ શાહે અહીં થોડી સુરંગ બનાવી હતી, જેમાં તેણે પોતાનો ખજાનો સંતાડ્યો હતો. બ્રિટિશ સરકારે પણ 1936માં તેની શોધ કરાવી હતી.

કુન્નૂરમાં ટીપૂ સુલ્તાનના ખજાનાની શોધઃ-કેરળના કુન્નૂર જિલ્લાના જંગલો વિશે એવું કહેવાય છે કે, અહીં મુઘલ સમ્રાટ ટીપૂ સુલ્તાનનો ખજાનો છુપાયેલો છે. પોતાના છેલ્લાં દિવસોમાં ખજાનાને સુરક્ષિત રાખવા માટે જંગલોમાં સંતાડવામાં આવ્યો હતો. છેલ્લાં દસ વર્ષથી અહીં અહીંના થોડાં વિસ્તારોમાં રહેતાં લોકો ટ્રેઝર હન્ટર્સથી પરેશાન છે. છેલ્લાં દસ વર્ષમાં અહીં શહેરની બહાર આસપાસના જંગલોમાં અનેક ગેંગ સક્રિય છે જે આરવાંચલ-પયન્નૂર હાઈવે પર જંગલોમાં આ ખજાનાની શોધ કરી રહ્યા છે.

તેલંગાણાના ભુવનગિરીનો ખજાનોઃ-ભુવનગિરી તેલંગાણાનો જિલ્લો છે. જ્યાં ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વનું યદાદ્રી મંદિર પણ છે. આ મંદિર પહાડીઓ ઉપર છે. તેની તળેટીના થોડાં ભાગમાં ભુવનગિરીનો ખજાનો હોવાના દાવા મળી આવે છે. થોડાં મહિના પહેલાં જ અહીંના ખેતરોમાં ખજાનાની શોધ કરતાં થોડાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસેથી એક પ્રાચીન હનુમાન પ્રતિમા અને થોડાં અન્ય પુરાતાત્વિક મહત્ત્વની વસ્તુઓ મળી હતી. અહીં પણ હજારો કરોડ રૂપિયાની કિંમતનો ખજાનો છુપાયેલો હોય તેવી વાયકાઓ છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!