ગુજરાત માં આગામી ૨૦૧૯ ની લોકસભા માં ખેડુતો ની માંગણી માત્ર કલ્પસર જ રહેશે – ખેડૂત સમાજ (ભાગ-૧)

Hits: 328

સમસ્ત ગુજરાતના સંતુલિત વિકાસ નું સ્ત્રોત એટલે કલ્પસર સરોવર.

◆ પાણી ના અભાવે સૌરાષ્ટ્ર કચ્છ નો જે થવા પાત્ર વિકાસ શક્ય બનતો નથી એટલે સોરાષ્ટ્ર કલ્પસર વગર ક્યારેય બેઠું થઈ શકે એમ નથી.

◆ સમુદ્રમાં વરસાદી પાણી વહી જતું પાણી અટકશે અને સિંચાઇના પાણીમાં વધારો થશે, જેથી ઉત્પાદન, કૃષિઉધોગ, રોજગારી વગેરે વધશે,જેથી બેકારી, ગરીબી અને આપઘાત જેવા બનાવો ઘટશે.

◆ ભૂમિને બદલે સમુદ્ર માં સરોવર થતું હોવાથી ભૂકંપની કે તેનાથી થવા પાત્ર નુકશાન કે જાનહાની નો સંભવ જ નથી.

◆ કોઈ ની જમીન સંપાદન કર્યા વગર કે કોઈ નું સ્થળાંતર સર્જ્યા વગર ગુજરાત ના નવ જિલ્લા ની તમામ નદીઓમાં તથા જમીનમાં ખારાશ પ્રવેશતી બંધ થશે અને જમીન ફળદ્રુપ બનશે.

◆ કલ્પસર નો ખર્ચ માત્ર ગુજરાત ના તમામ ખેડૂતો ના વીમા પ્રિમિયમ ને પાત્ર માં છે.જે કેન્દ્ર સરકારે વીમા પેટે ઉઘરાવેલ પ્રીમિયમ માં કલ્પસર પ્રોજેકટ પૂરો થઈ જાય અને બે વર્ષ માં વળતર મળી જાય એ કલ્પસર સરોવર છે.

આ તમાં મુદ્દા ઓ કોઈ પણ સામાન્ય વ્યક્તિ ને કહેવામાં આવે તો પણ સમજણ માં આવે તેવા છે તો છેલ્લા 22 વર્ષ થી ગુજરાત માં ભાજપ સરકાર નું રાજ છે અને ભાજપ ને ગુજરાત ના ખેડૂતો એ પૂરો સહકાર આપ્યો છે અને ગુજરાત ના CM મોદીજી ને ખંભે બેસાડી દિલ્લી ના શહેનશાહ બનાવ્યા અને મોદી સાહેબ ના સપના પુરા કરવા માં ગુજરાત ના ખેડૂતો નો સિંહ ફાળો રહ્યો હોય તો આજ દિલ્લી ના શહેનશાહ પાસે ગુજરાત ના ખેડૂતો ના સપના રૂપી કલ્પસર પુરી કરવાની પણ તાકાત નથી રહી.

સાહેબ છેલ્લા પાંચ રાજ્ય ની ચૂંટણી ના પરિણામો જોઈ ને હવે અમરા મન માં પણ ડર બેસી ગયો છે કે આજ દિલ્લી ની ગાદી ઉપર ગુજરાત નો પુત્ર બેઠો છે અને તેમની પાસે માત્ર છ મહિના છે અને આ છ મહિના માં જો ગુજરાત ને કલ્પસર ના મળે તો પછી ક્યારેય કલ્પસર દેખાતી નથી, કેમકે આજ કલ્પસર ન આપો તો હવે ખેડૂતો પણ સમજી ગયા છે કે એટલી પૂજા તો કોઈ પથ્થર ની કરી હોત તેમાંથી પણ સાક્ષાત ભગવાન પ્રગટ થઈ ને કલ્પસર પ્રદાન કરી હોત.

– નરેશ વિરાણી

પ્રમુખ – અમરેલી જિલ્લા ખેડૂત સમાજ

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!