કારગિલ યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની સરખામણી, જાણો કોણ કેટલું વધ્યું આગળ?

Hits: 26

પાકિસ્તાનની GDPની નિર્ભરતા કૃષિ પર વધુ હોવા છતા ભારતની કૃષિ ક્ષેત્રની કમાણી પાકિસ્તાનથી 7 ગણી વધુ2015થી 2019 વચ્ચે પાકિસ્તાનની પ્રતિ વ્યક્તિ GDP 5% ઘટી, ભારતની 31% વધી, ભારતની પ્રતિ વ્યક્તિ GDP પાકિસ્તાન કરતા 64% વધુ.

નવી દિલ્હી. કારગીલ યુદ્ધના 21 વર્ષ થઈ ગયા છે. રવિવારે વિજય દિવસ છે. કહેવાય છે કે યુદ્ધની સૌથી ખરાબ અસર દેશની અર્થવ્યવસ્થા પર પડે છે.બે દેશ જ્યારે યુદ્ધ કરે છે તો તેમની અર્થવ્યવસ્થા ઘણા વર્ષો પાછળ જતી રહે છે. જો કે, છેલ્લા વીસ વર્ષમાં ભારત, પાકિસ્તાન કરતા 10 ગણી અર્થવ્યવસ્થા બનાવી ચુક્યું છે. જે વીસ વર્ષ પહેલા સુધી પાકિસ્તાનથી 7 ગણી વધુ ઈકોનોમી હતી. કારગીલ યુદ્ધ વખતે પાકિસ્તાન પર 2.55 લાખ કરોડનું દેવું હતું, જે હવે વધીને 6.80 લાખ કરોડનું થઈ ગયું છે.
છેલ્લા 21 વર્ષોમાં ભારત-પાકિસ્તાનમાં કોણ કેટલું આગળ વધ્યું? કયા દેશની GDP કેટલી વધી? ઈમ્પોર્ટ -એક્સપોર્ટમાં શું સ્થિતિ છે? કૃષિ અને ઉદ્યોગોમાં બન્ને દેશોએ કેટલી પ્રગતિ કરી? આ રિપોર્ટમાં આપણે એ તમામ સવાલોના જવાબ શોધીશું..

20 વર્ષ પહેલા ભારતની અર્થવ્યવસ્થા પાકિસ્તાન કરતા 7 ગણી હતી, હવે 10 ગણી છે.
1999માં ભારતની GDP 34.37 લાખ કરોડ રૂપિયા હતી. સાથે જ પાકિસ્તાનની GDP આપણા કરતા 629% ઓછી એટલે કે 4.71 લાખ કરોડ રૂપિયા હતી. 1999માં ભારતની અર્થવ્યવસ્થા પાકિસ્તાન કરતા સાત ગણી હતી. વીસ વર્ષ પછી ભારતની અર્થવ્યવસ્થા પાકિસ્તાન કરતા 10 ગણી વધી છે.

20 વર્ષમાં ભારતની GDPમાં એક્સપોર્ટની ભાગીદારી 62% વધી, પાકિસ્તાનમાં 35% ઘટી
1999માં ભારતની તુલનામાં પાકિસ્તાન તેની GDPમાં એક્સપોર્ટથી વધુ જરૂર મેળવતું હતું, પણ ભારતની GDP 1999માં પાકિસ્તાન કરતા 629% વધુ હતી.1999માં ભારતની GDPમાં એક્સપોર્ટ સાથે જોડતા 12% પાકિસ્તાન કરતા 15%થી પણ વધુ હતી. આજે તે અંતર વધારે વધી ગયું છે, પાકિસ્તાનથી 10 ગણી મોટી ઈકોનોમી ભારત પોતાની GDPમાં 19% એક્સપોર્ટ સાથે જોડી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન પોતાની ઈકોનોમીમાં એક્સપોર્ટ સાથે માત્ર 10% જોડી રહ્યું છે

1999માં યુદ્ધ વખતે GDPના હિસાબથી ભારત, પાકિસ્તાન કરતા ઓછું ઈમ્પોર્ટ કરતું હતું. પરંતુ 1999થી માંડી 2005 વચ્ચે માત્ર 6 વર્ષોમાં ભારતમાં ઈમ્પોર્ટ વધીને GDPનો 22% થઈ ગયો છે. 2005 થી 2010 વચ્ચે પણ ભારતમાં ઈમ્પોર્ટ વધીને GDPના 27% થઈ ગયો છે. સાથે જ આ 20 વર્ષોમાં પાકિસ્તાનનો ઈમ્પોર્ટ પણ વધ્યો, પરંતુ માત્ર 3%.

ભારતની પ્રતિ વ્યક્તિ GDP પાકિસ્તાન કરતા 65% વધુ
1999થી માંડી 2005 સુધી ભારત અને પાકિસ્તાનની પ્રતિ વ્યક્તિ GDPમાં કોઈ મોટો ફરક નહોતો. પરંતુ હાલના સમયમાં ભારતની પ્રતિ વ્યક્તિ GDP જનસંખ્યા વધુ હોવા છતા પણ પાકિસ્તાન કરતા 65% વધુ છે.

2019માં ભારતમાં પાકિસ્તાનથી 22 ગણુ વિદેશી રોકાણ
ભારતની જેમ પાકિસ્તાન પણ ફોરેન ઈન્વેટર્સ માટે ઓપન ઈકોનોમી છે. પરંતુ પાકિસ્તાનમાં ઈન્વેસ્ટમેન્ટ ન થવાના કારણે ત્યાં રેપિડ ઈન્ડસ્ટ્રાઈલાઈઝેશન ક્યારે નથી થયું. ફોરેન ઈન્વેસ્ટર ન આવવાની પાછળ બે કારણો છે. પહેલું પાકિસ્તાનમાં કટ્ટરપંથ અને આતંકવાદ અને બીજું લોકોની ખરીદ ક્ષમતા ઓછી હોવી. 2005 પછી બન્ને દેશમાં FDIનો તફાવત સતત વધી રહ્યો છે. માત્ર 2019માં જ ભારતમાં પાકિસ્તાન કરતા 22 ગણા ફોરેન ઈન્વેસ્ટર્સે રોકાણ કર્યું છે.

ભારતની કૃષિ ક્ષેત્રની આવક પાકિસ્તાન કરતા સાત ગણી
ભારત પાસે પાકિસ્તાન કરતા 6 ગણી વધુ કૃષિ જમીન છે. ભારતના કૃષિ ક્ષેત્રની આવક પાકિસ્તાન કરતા સાત ગણી છે. ભારતની 2019માં કૃષિથી આવક 34.3 લાખ કરોડ રૂપિયા હતી. સાથે જ પાકિસ્તાનની માત્ર 4.6 લાખ કરોડ રૂપિયા હતી. ભારતની GDP મોટી છે. એટલા માટે GDPના હિસાબથી કૃષિ ક્ષેત્રનું યોગદાન ઘટતું જોવા મળ્યું રહ્યું છે.

ભારત પાસે ફોરેન એક્સચેન્જ રિઝર્વ 30 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે પાકિસ્તાન પાસે લગભગ 52 હજાર કરોડ રૂપિયાનું છે. ભારત પાસે 557.77 ટન સોનું રિઝર્વ છે. સાથે જ પાકિસ્તાન પાસે 64.50 ટન સોનુ રિઝર્વ છે. એટલે કે ઈકોનોમીના તમામ ઈન્ડિકેટર પર પાકિસ્તાન, ભારત કરતા ઘણું પાછળ છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!