શું તમારો ફોન વોટરપ્રૂફ નથી? તો નવો ખરીદવાની જરૂર નથી, આ રીતે બનાવો તમારા ફોનને જાતે જ વોટરપ્રૂફ.

Hits: 7

ફોન વોટરપ્રૂફ નથી તો પાણીના કારણે તે ખરાબ થઈ શકે છેવોટરપ્રૂફ કવર્સમાં ફોનને રાખીને સ્વિમિંગ પૂલમાં પણ જઈ શકાય છે.

વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘરેથી બહાર નીકળતા સમયે સૌથી વધારે ધ્યાન ફોનનું રાખવાનું હોય છે, કેમ કે, તમારો ફોન વોટરપ્રૂફ નથી તો પાણીના કારણે તે ખરાબ થઈ શકે છે. જો કે ફોનને કેટલીક ટિપ્સ અને પ્રોડક્ટની મદદથી વોટરપ્રૂફ બનાવી શકાય છે. 

1. વોટરપ્રૂફ કેસનો ઉપયોગ 

ઘણી વખત સેફ્ટી બાદ પણ ફોન પાણીમાં પડી જાય છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે યુઝરની પાસે એક એવું સ્માર્ટ કવર હોય જે ફોનને વોટરપ્રૂફ બનાવે. અમે જે કવર વિશે જણાવી રહ્યા છે તે વરસાદમાં ફોનને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખશે. વોટરપ્રૂફ કેસ પણ હાર્ડ કેસ અને સોફ્ટ કેસમાં આવે છે. 

આ કેસની વિશેષતા

  • આ કવરની ખાસ વાત એ હોય છે કે તે ફોનની સાથે કમ્ફર્ટેબલ હોય છે. 
  • તેમાં ફીચર ફોનની સાથે સ્માર્ટફોન પણ સરળતાથી આવી જાય છે
  • યુઝર આ કવર્સમાં ફોનને રાખીને વરસાદમાં સ્વિમિંગ પૂલમાં પણ જઈ શકે છે.
  • તેમને એ રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે ફોનના કોઈપણ પાર્ટમાં પાણી ન જાય 

કિંમતઃ 200થી 1000 રૂપિયા સુધી

કવરના ફાયદાઃ આ કેસમાં સ્માર્ટફોનનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. ફોનના તમામ પ્રકારના બટન, કંટ્રોલ અને બીજા પાર્ટ માટે તેમાં એક્સેસ હોય છે. તે વોટરપ્રૂફ હોવાની સાથે શોકપ્રૂફ અને ડસ્ટપ્રૂફ પણ હોય છે.

કવરના નુકસાનઃ જો કવર હાર્ડ મટિરિયલનું હોય તો તે ભારે હોઈ શકે છે, અથવા તેની સાઈઝ એટલી વધારે હશે કે તમે ફોનને ખિસ્સામાં સરળતાથી રાખી શકશો નહીં. કોલ આવશે તો પણ ખબર નહીં પડે. 

નોંધઃ વોટરપ્રૂફ કવરનો ઉપયોગ વરસાદ દરમિયાન કરવો જોઈએ. ફોનને હંમેશા આવા કવરમાં ન રાખવો જોઈએ. 

2. નેનો કોટિંગ (વોટર રેઝિસ્ટન્સ )

નેનો કોટિંગ એક હાઈડ્રોફોબિક લિક્વિડ હોય છે, જેથી સપાટી પર પાણી નથી રહેતું. તેનો ઉપયોગ વોટરપ્રૂફ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ પર કરવામાં આવે છે, કેમ કે તેના કારણે પાણી ડિવાઈસની અંદર નથી જઈ શકતું. જો કે, આ કોટિંગથી ફોન વોટરપ્રૂફ નથી બનતો, પરંતુ તેને સામાન્ય વરસાદ અને છાંટાથી બચાવી શકાય છે. નેનો કોટિંગને ફોનની ઉપરથી સરળતાથી દૂર કરી શકાય છે.

કિંમતઃ 500થી 1000 રૂપિયા સુધી
નેનો કોટિંગના ફાયદાઃ આ કોટિંગના ઉપયોગથી ફોનને કોઈ નુકસાન નથી થતું. એટલે કે ફોનની સ્ક્રીન પર આ કોટિંગ લગાવવાથી ફોન પહેલાની જેમ જ કામ કરે છે. 
નેનો કોટિંગના નુકસાનઃ તેને લગાવ્યા બાદ ફોનને પાણીમાં નાખવાની ભૂલ ન કરવી. તે શોકપ્રૂફ નથી. ફોનની સ્ક્રીનની બ્રાઈટનેસ એકદમ ઓછી થઈ જાય છે. 

નોંધઃ તે ફોનને ડેઈલી પાણીના છાંટા, ડસ્ટથી બચાવે છે. સારી ક્વોલિટીના કોટિંગની લાઈફ 6 મહિના સુધીની હોય છે.  

3. વોટરપ્રૂફ ફોન સ્કિન

ફોનને વોટરપ્રૂફ બનાવવાનો સૌથી સસ્તી રીત છે. વોટરપ્રૂફ ફોન સ્કિન એક પાતળી એડહેસિવ ફિલ્મ હોય છે, જે ફોન પર સીધી લગાવવામાં આવે છે. સ્કિનમાં ફોનને ફિક્સ કર્યા બાદ પાછળની તરફથી કવર કરવામાં આવે છે. જો કે, તે કાયમી સમાધાન નથી અને ફક્ત થોડા દિવસો માટે જ તેનો ઉપયોગ કરી શકાય છે.

કિંમતઃ 200થી 2000 રૂપિયા સુધી 
વોટરપ્રૂફ સ્કિનના ફાયદાઃ સસ્તી છે અને કોઈપણ નોર્મલ ફોનની સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. 

વોટરપ્રૂફ સ્કિનના નુકસાનઃ ફોન ચાર્જ કરવા માટે સ્કિનને દૂર કરવી પડે છે. સાઉન્ડ ક્વોલિટી ખરાબ થઈ જાય છે. મર્યાદિત સમય સુધી જ ઉપયોગ કરી શકાય છે. 

નોંધઃ ડેઈલી લિક્વિડ ડેમેજથી ફોનને બચાવે છે. પાણીની સાથે ધૂળ અને માટીથી પણ ફોનને સુરક્ષિત રાખે છે. 

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!