સુનિતા યાદવે મિડીયા કર્મીઓને પણ આડેહાથ લઈ લીધા, કહ્યું ‘મારી લડાઈ હું મારી જાતે લડી લઈશ’

Hits: 2

સુરત શહેર પોલીસની મહિલા લોકરક્ષક સુનિતા યાદવ અચાનક રાજીનામું આપવા માટે સુરત પોલીસ કમિશ્નર ઓફિસે પહોંચી હતી, જો કે સીપી રજા પર હોવાથી તે હેડક્વાર્ટર ગઈ હતી. જો કે ત્યાં પણ તેને પોલીસ અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી. જેથી મીડિયાકર્મીઓમાં રોષ ફેલાયો હતો, જેને પગલે સુનિતા યાદવે મીડિયાકર્મીઓ સાથે તુતુમેમે કરી હતી.

છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય અને સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચાયેલા સુરતના મહિલા લોકરક્ષક સુનિતા યાદવ અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર ઉપરાંત પોલીસ અધિકારી અને ખુદ મંત્રી વચ્ચે થયેલી માથાકૂટ મુદ્દે રવિવારે નવો ઘટના ક્રમ સામે આવ્યો હતો, જેમાં જેમાં સવારે સુનિતા યાદવની ગાળાગાળી કરતી ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી, ત્યાં જ બપોરે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ સહિત ત્રણ વ્યક્તિઓની કરફ્યુ અને એપેડમિક એકટના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તુરંત જ તેમનો છુટકારો થઈ ગયો હતો.

પોલીસ હેડક્વાર્ટરથી નીકળ્યા બાદ મહાવીર હોસ્પિટલના ગેટ પાસે સુનિતાએ પોતાની કાર અટકાવી હતી, જ્યાં તેને મીડિયા સાથે ઘટના અંગે વાત કરવી હતી, આ સમયે મીડિયા પર સુનિતા ભડકી હતી, પોતે એસી કારમાં બેસી મીડિયાકર્મીઓને બહાર રાહ જોવડાવી રહી હતી, જ્યારે મીડિયાકર્મીઓએ ઇન્ટરવ્યૂ માટે વિનંતી કરી તો સુનિતાએ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. જાણેકે મીડિયાને તેની ગરજ હોય તેવું બેહૂદુ વર્તન સુનિતા દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાની કાર પર હાથ પડછાડી, મારી લડાઈ જાતે લડી લઈશ તેમ કહી મીડિયા પર ગુસ્સો કાઢ્યો હતો

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!