COVID-19ની રસીને લઇ ભારત ની આશાઓ સફળ થવા ના એંધાણ

Hits: 167

કોરોના વાયરસના વધતા દર્દીઓની વચ્ચે એક સારા સમાચાર છે. કોરોના વાયરસની સારવાર માટે બ્રિટનમાં જે રસીનું પરીક્ષણ ચાલી રહ્યું છે તે હવે બીજા તબક્કામાં પહોંચી ગઈ છે. આ તબક્કામાં માનવીઓ પર રસી પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ પ્રયોગ સફળ થવા પર 10 હજારથી વધુ લોકોને રસી આપવાની તૈયારી કરાય રહી છે. ભારતે પણ આશા વ્યક્ત કરી છે કે આ રસીનું 80% ટ્રાયલ સફળ થવાની આશા છે.

આપને જણાવી દઇએ કે ગયા મહિને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકારે તેની અસરકારકતા અને સુરક્ષાને તપાસ કરવા માટે એક હજારથી વધુ વોલેન્ટિઅર્સ પર રસીનું ટ્રાયલ કરાયું હતું. વૈજ્ઞાનિકોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓએ હવે યુકેમાં બાળકો અને વૃદ્ધો સહિત 10,260 ટ્રાયલ્સની યોજના બનાવી છે.

ક્લિનિકલ અભ્યાસ ઝડપથી આગળ વધી રહ્યો છે

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રસી વિકસાવવા માટે કામ કરી રહેલી ટીમનું નેતૃત્વ કરી રહેલા એન્ડ્ર્યુ પોલાર્ડએ જણાવ્યું હતું કે ક્લિનિકલ અભ્યાસ વધુ સારી પ્રગતિ કરી રહ્યો છે. અમે એ વાતની તપાસ કરવા જઇ રહ્યા છીએ કે વૃદ્ધોમાં આ રસી કેટલી અસરકારક છે. જેથી કરીને એ ભાળ મેળવી શકાય કે શું આ રસી આખી વસતીને સુરક્ષિત પૂરી પાડી શકે છે કે કેમ.

કયાં સુધીમાં બનીને તૈયાર થશે રસી

રસી ક્યાં સુધીમાં બનીને તૈયાર થશે તેના પર પોલાર્ડ એ એક ન્યૂઝ વેબસાઇટને કહ્યું કે વેક્સીનને લઇ અત્યારે કોઇ ભવિષ્યવાણી કરી શકાય નહીં. સંપૂર્ણપણે સક્ષમ વેક્સીન કયાં સુધીમાં બનીને તૈયાર થશે તેના પર પણ તેમણે કોઇ માહિતી આપી નથી. તેમણે કહ્યું કે અત્યારે એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે કયાં સુધીમાં વેક્સીન તૈયાર કરાશે અને કયારે તેની ગેરંટી આપી શકાય નહીં.

ભારતને રસીથી આશા

દુનિયાના સૌથી મોટા વેક્સીન નિર્માતા સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યુટિવ અદાર પૂનાવાલાએ કોવિડ-19ની વેક્સીનને તૈયાર થવામાં 2 વર્ષનો સમય લાગશે તેવી શકયતા છે. તેમણે કહ્યું કે શકય છે કે આ વર્ષના અંત સુધીમાં વેક્સીન મળી જાય. તેમણે કહ્યું કે આ બધું જ યુકેના વેક્સીન ટ્રાયલ પર નિર્ભર કરે છે જે હવે બીજા તબક્કામાં પહોંચી ચૂકયું છે.

પૂણે સ્થિત એસઆઇઆઇ અત્યારે યુકેની ઓક્સફોર્ડ, અમેરિકાના કોડેજેનિક્સ અને ઓસ્ટ્રેલિયાની બાયોટેક ફર્મ થેમિસ દ્વારા વિકસિત કરાયેલી વેક્સીન કેન્ડિડેટ્સ પર કામ કરી રહી છે. પૂનાવાલાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનથી સૌથી વધુ આશા વ્યકત કરતાં કહ્યું કે આ ટ્રાયલમાં સૌથી આગળ કહેવાય છે.


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!