પાકિસ્તાની યુવતીના પ્રેમમાં પાગલ આ ભારતીય યુવક બાઈક લઈને નીકળ્યો સરહદ પાર, BSF એ ઝડપી પાડ્યો.

Hits: 3

સોશિયલ મીડિયાથી યુવતી સાથે સંપર્કમાં આવ્યો, બાઇકથી કચ્છની સરહદે પહોંચ્યો.

કકરવા. પાકિસ્તાનને અડીને આવેલા કચ્છના ખડીર રણમાં હિન્દી ફિલ્મ રેફ્યૂજી જેવો તાલ સર્જાયો હતો. સોશિયલ મીડિયાથી પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવેલા મહારાષ્ટ્રનો યુવાન બાઇકથી કચ્છના ખડીર વિસ્તારમાં બે દિવસથી ભટકી રહ્યો હતો. પોલીસને ધોળવીરા ફોસીલ્સ પાર્ક પાસેથી તેનું બાઇક મળી આવ્યું હતું. બીએસએફ અને સ્થાનિક યુવાનો સીમાવર્તી વિસ્તારમાં યુવકની શોધખોળ માટે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ગુરૂવાર મોડી રાત્રે ખાવડાના કાલાડુંગરથી તે પકડાયો હતો. 

મહારાષ્ટ્રીય યુવાન સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની યુવકના સંપર્કમા આવ્યો હતો. યુવાન મહારાષ્ટ્રથી પાકિસ્તાન જવા માટે કચ્છના સરહદીય વિસ્તારમાં પહોંચ્યો હતો. છેલ્લા બે દિવસથી યુવાન બાઇકથી વિસ્તારમાં ભટકી રહ્યો હતો. પ્રેમિકાને મળવા પોતાના જીવના જોખમે પાકિસ્તાન મળવા રવાના થયો હોવાની વાત વહેતી થતા પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે શોધખોળ કરતા ધોળાવીરા ફોસીલ્સ પાર્ક પાસેથી મહારાષ્ટ્ર પાસીંગની કાવાસ્કી બોક્સર બાઇક મળી આવી છે. સ્થાનિક પોલીસ, બીએસએફ સહિતની એજન્સીઓ યુવાનનો મોબાઇલ ફોન ટ્રેસ કરતા છેલ્લું લોકેશન ધોળાવીરા ફોસીલ્સ પાર્ક પાસેનું હતું. પ્રેમમાં આંધળો બનેલો આ યુવન જેને કચ્છના રણનો કોઇ અનુભવ નથી તે રણમાં ચોક્કસ ભટકીને પોતાનો જીવ ખોઇ દેશે તેવી દહેશત હતી. યુવાન આતંકવાદી નથી પણ પાકિસ્તાની યુવતી આ યુવકને ફસાવીને ભારત વિરોધી કોઇ મેલી મુરાદ પાર પાડવાનો કિમીયો નથી ને તેવો સવાલ ઉભો થયો છે.

શંકાસ્પદ ઇસમની બાઇક મળી આવી હતી
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરિક્ષીતા રાઠોડ સાથે વાત કરતા તેમણે વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, કોઇ શંકાસ્પદ ઇસમની બાઇક મળી આવી છે અને ભેદી ચાલ ખડીરમાં થઇ છે. સ્થાનિક લોકો યુવાનની શોધખોળમાં એજન્સીઓને સાથ આપી રહ્યા છે, તો ખડીરના લોકોએ આ યુવાનને ભટકતા જોયો હોવાની વાત સ્વિકારી હતી. 

બાઇક ફસાતા યુવાન પગપાળા રવાના
સવારે 10 વાગ્યે ધોળાવીરા ફોસીલ્સ પાર્ક પાસેથી રણ માર્ગે યુવક રવાના થયો હતો, તેની સાથે પીવાનું પાણી પણ ન હતું એવો અંદાજ છે. તો વરસાદના કારણે કાદવ-કીચડ થઇ ગયું છે. બીજી તરફ આ રણનો યુવકને અનુભવ પણ ન હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું હતું.

મોડી રાત્રે કાળા ડુંગર પછવાડેથી પકડાયો
બાઇક છોડીને પગપાળા નીકળેલા યુવકનું પોલીસ અને બીએસએફની ટુકડીએ મોટા રણમાં પગેરૂ પકડતા તે મોડી રાત્રે કાળા ડુંગર નજીકની શેરગિલ ચોકી પાસેથી પકડાઇ ગયો હોવાનું ભચાઉના ડીવાયએસપી કે.જી. ઝાલાએ જણાવ્યું હતું.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!