સુશાંતના મિત્રોની પૂછપરછ થઈ શકે છે, સૂત્રોનો દાવો- કેટલાંક મિત્રો એક્ટરની સાથે ઘરમાં હતા, છ મહિનાથી ડિપ્રેશનમાં હતો

Hits: 47

મુંબઈ. એક્ટર સુશાંત સિંહે મુંબઈમાં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેના નોકરે સુશાંત સિંહને પંખા સાથે લટકતો જોયો હતો અને પોલીસને માહિતી આપી હતી. સૂત્રોના મતે, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને દવાઓ લેતો હતો. જે સમયે સુશાંતે આત્મહત્યા કરી તે સમયે તેનો મિત્ર તેના ઘરે હતો. માનવામાં આવે છે કે તેની પૂછપરછ થઈ શકે છે. ત્રણ ડોક્ટરની ટીમ તેમનું પોસ્ટમોર્ટમ કરશે. સુશાંત છેલ્લે નીતિશ તિવારીની ફિલ્મ ‘છિછોરે’માં લીડ એક્ટર હતો. આ ફિલ્મ હિટ હતી. 

ઘરના નોકરે પોલીસને કહ્યું હતું કે તે ગઈ કાલે એટલે કે 13 જૂને ઘણો જ ઉદાસ હતો. વધુમાં નોકરે કહ્યું હતું કે આજે એટલે કે 14 જૂને જ્યારે તે સુશાંતના ઘરે આવ્યો ત્યારે તેણે લાંબા સમયથી દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈએ ખોલ્યો નહોતો. જ્યારે તેને બીજી ચાવીથી દરવાજો ખોલ્યો તો અંદર એક રૂમમાં પંખા સાથે સુશાંત લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

છ દિવસ પહેલાં જ પૂર્વ મેનેજરે આત્મહત્યા કરી હતી

8 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયને મલાડના જનકલ્યાનગરના 12મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. સુશાંતે ઈન્સ્ટા સ્ટોરીમાં પૂર્વ મેનેજરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

સુશાંતની લાસ્ટ પોસ્ટ

સુશાંત સિંહે ત્રણ જૂનના રોજ માતા સાથેની તસવીર શૅર કરી હતી. તેણે પોસ્ટમાં કહ્યું હતું, ‘અશ્રુના ટીપામાંથી ધૂંધળા થતા ભૂતકાળનું બાષ્પીભવન… અંતિમ સ્વપ્નોના સ્મિતની કોતરણી અને ક્ષણિક જીવન, જે બંને વચ્ચે વાટાઘાટો કરે છે…’ આ પોસ્ટ પરથી સુશાંત સિંહ ડિપ્રેશનમાં હોવાનું જણાઈ આવે છે. 

ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ

21 જાન્યુઆરી, 1986માં જન્મેલો સુશાંત ચાર બહેનોની વચ્ચે એકનો એક ભાઈ હતો.


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!