વિજય દિવસ : તમામ સાથી શહીદ, પોતાને વાગી 17 ગોળી છતાં પણ કર્યો “ટાઇગર હીલ” પર કબ્જો. જાણો કારગીલ યુદ્ધનો એ દિવસ.

Hits: 38

નવી દિલ્હી. લગભગ 19 વર્ષની ઉંમર અને દોઢ વર્ષનો સર્વિસ અનુભવ..ન ઉંમરનો અનુભવ ન તો સર્વિસનો વધુ અનુભવ. સામે 17 હજાર ફુટ ઊંચી ટાઈગર હિલ પર તિરંગો લહેરાવવાનું લક્ષ્ય. બુલંદશહરના રહેવાસી ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવે 17 ગોળી ખાધી તેમ છતા હાર ન માની. આજે 5 જુલાઈ છે, 21 વર્ષ પહેલા આ જ દિવસે યોગેન્દ્ર યાદવે ટાઈગર હિલ ફતેહ કરી હતી, તેમને આ બહાદુરી માટે પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા. આ યાદગાર દિવસ પર ભાસ્કરે યોગેન્દ્ર યાદવ સાથે વાતચીત કરી. ટાઈગર હિલ પર કબજાની કહાની..

ટાઈગર હિલ લગભગ 17 હજાર ફુટની ઊંચાઈ હતી. તેની પર કબજો કરવા માટે 18 ગ્રેનેડિયર યુનિટને જવાબદારી આપવામાં આવી હતી. જેની કમાન લેફ્ટિનેન્ટ ખુશહાલ સિંહને સોંપાઈ હતી. અમે 21 જવાન હતા. 2 જુલાઈની રાતે અમે ચઢવાનું શરૂ કર્યું હતું. અમે રાતે ચઢ્યા હતા અને આખા દિવસ પથ્થરોમાં સંતાઈ રહ્યા હતા. કારણ કે દિવસમાં દુશ્મનો અમને સરળતાથી જોઈ શકતા હતા અને અમારી પર અટેક પણ કરી શકતા હતા. જ્યારે અમે ચઢવાનું શરૂ કર્યું તો એક પછી એક ઊંચા શિખર જોવા મળી રહી હતી. ઘણી વખત અમને લાગતું હતું કે આ ટાઈગર હિલ છે, પરંતુ ત્યારે તેનાથી મોટું શિખર જોવા મળતું હતું. આ પ્રકારે અમે ભુખ્યા-તરસ્યા દોરડાના સહારે એકબીજાનો હાથ પકડીને આગળ વધી રહ્યા હતા.

The capture of Tiger Hill: Exclusive Interview with Param Vir Chakra Awardee Subedar Yogendra Singh Yadav

જ્યારે પાકિસ્તાનની આર્મીને તેની ખબર પડી તો ઈન્ડિયન આર્મી ઉપર ચઢી ગઈ છે તો તેમને બન્ને બાજુથી ફાયર ખોલી દીધા હતા. અને અમારી પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ સાથે જ અમે સાત જવાનો ઉપર ચઢી ગયા હતા. બાકીના જવાન નીચે રહી ગયા હતા. ફાયરિંગ એટલું જોરદાર થઈ રહ્યું હતું કે જે ઉપર હતા તે ઉપર જ રહી ગયા અને જે નીચે હતા તે નીચે જ રહી ગયા હતા.

4 જુલાઈની રાતે જ્યારે અમે થોડા ઉપર પહોંચ્યા તો સામે દુશ્મનના બે બંકર હતા. અમે સાત જવાનોએ એક સાથે ફાયર ખોલી દીધું હતું. આ ફાયરિંગમાં પાકિસ્તાનના 4 જવાન માર્યા ગયા હતા. ત્યારપછી અમે આગળ વધ્યા તો ત્યાંથી ટાઈગર  હિલ 50-60 મીટર દૂર હતી. પાકિસ્તાનની ફોજે જોઈ લીધું કે ઈન્ડિયન આર્મી અહીંયા સુધી આવી ગઈ છે. ત્યાર પછી તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગ એવું હતું કે ત્યાંથી એક ડગલું આગળ વધીએ તો પણ મોત હતુ અને પાછળ હટવા પર પણ અમારો જીવ જઈ શકે તેમ હતો. મોત તો જાણે નક્કી જ હતું.

યોગેન્દ્રએ જણાવ્યું કે, ભારત માતાના એક પણ સપૂતે પીઠ પર ગોળી ન ખાધી. અમે નક્કી કર્યું હતું કે, મરવાનું તો નક્કી જ છે પણ તેના પહેલા દુશ્મનને ઠાર મારીશું, જેટલું નુકસાન પહોંચાડી શકીએ એટલું પહોંચાડીશું.

ત્યારે અમારા કમાન્ડર હવલદાર મદન હતા, તેમણે કહ્યું કે, દોડીને આ બંકરોમાં ઘુસી જાવ. અમે કહ્યું સર માઈન લગાવી હશે તો તેમણે કહ્યું કે, પહેલા માઈનથી મરી જાવ. અમારી ફોજની અંદર ડિસિપ્લિન છે, જે ઓર્ડર મળ્યો તેને માની લેવાનો હતો. 

5 જુલાઈની સવારે અમે તેમના મોર્ચામાં ઘુસી ગયા હતા.ત્યાં પાંચ કલાક અમે સતત લડાઈ લડી. બન્ને બાજુથી ફાયરિંગ થઈ રહ્યું હતું. ધીમે ધીમે અમારા એમ્યૂનેશન ખતમ થઈ રહ્યા હતા. અમારા બાકીના જવાન લગભગ 25-30 ફુટ નીચે હતા. અમે તેમને કહ્યું કે, ઉપર નથી ચઢી શકતા તો એમ્યૂનેશન તો ફેંકો.તેમણે રૂમાલમાં બાંધીને એમ્યૂનેશન ફેંક્યા. અમે એટલા મજબૂર હતા કે એક ડગલું આગળ પડેલા એમ્યૂનેશનને નહોતા ઉઠાવી શકતા. કારણ કે ઉપર દુશ્મન જોઈ રહ્યા હતા.

 જ્યારે અમારી પાસે એમ્યૂનેશન ખતમ થવા માંડ્યા તો અમે પ્લાન કર્યો કે, હવે અમે ફાયર નહીં કરીએ અને પથ્થરમાં સંતાઈ ગયા. બીજી બાજુથી દુશ્મન સતત ફાયર કરી રહ્યા હતા. લગભગ અડધા કલાક પછી પાકિસ્તાનના 10-12 જવાન એ જોવા માટે બહાર નીકળ્યા કે હિન્દુસ્તાનના સૈનિક કેટલા છે અને કેટલા માર્યા ગયા છે. 

અમે પહેલાથી યોજના બનાવેલી હતી કે જેવા જ એ લોકો બહાર નીકળશે એક સાથે અટેક કરીશું. ત્યારે એક બેને બાદ કરતા બધા ઠાર મરાયા  હતા. અમે ત્યાં પડેલા પાકિસ્તાનના એમ્યૂનેશન ઉઠાવી લીધા હતા. હવે અમારી પાસે એમ્યૂનેશન પણ હતા અને હથિયાર પણ. પાકિસ્તાનના જેટલા જવાન વધ્યા હતા તેમણે જઈને તેમની ટીમને સમાચાર આપી દીધા. ત્યારપછી અડધા કલાકની અંદર પાકિસ્તાનના 30-35 જવાનોએ અમારી પર હુમલો કરી દીધો હતો. ફાયરિંગ એટલું જોરદાર હતું કે લગભગ 20 મિનીટ સુધી અમને માથું ઊંચકવા ન દીધું. તેમની પાસે જેટલા ભારે હથિયાર હતો, એ બધાનો ઉપયોગ કર્યો.

ત્યારપછી અમે ફરીથી અમારું ફાયરિંગ અટકાવી દીધુ અને તેમની નજીક પહોંચવાની રાહ જોવા લાગ્યા. અમે નહોતા ઈચ્છતા કે તેમને અમારી લોકેશન ખબર પડે. આ સાથે તેમને અમારી એમજી રાઈફલની લાઈટ દેખાઈ ગઈ. તેમણે ઉપરથી એની પર જ RPG(ગ્રેનેડ) ફેંક્યો હતો.અમારું LMG ડેમેજ થઈ ગયું. ત્યારપછી તે ઉપરથી પથ્થરોથી હુમલો કરવા લાગ્યા. ગોળા ફેંકવા લાગ્યા આ સાથે અમારા સાથી જવાન ઘાયલ થઈ ગયા, કોઈનો પગ કપાયો તો કોઈની આંગળી કપાઈ ગઈ. તેમને કહેવાયું કે હવે ફાયર તો નહીં કરી શકો તો નીચે ચાલ્યા જાવ પરંતુ તેમણે નીચે જવાની ના પાડી દીધી હતી. આ જ ભારતીય સેનાની ખાસિયત છે, તે ક્યારે પીછેહઠ નથી કરતી.

 સૂબેદાર મેજર યોગેન્દ્ર યાદવ, કેપ્ટન બાના સિંહ અને સૂબેદાર સંજય કુમાર. ત્રણેયને પરમવીર ચક્ર સન્માનથી સન્માનિત કરાયા 

 તો બીજી બાજુ પાકિસ્તાનના જવાન સતત ફાયરિંગ કરી રહ્યા હતા, ગ્રેનેડ ફેંકી રહ્યા હતા. તે એકદમ નજીક આવી ગયા અને અમને ચારેય બાજુથી ઘેરીને હુમલો કરવા લાગ્યા. ક્ષણવારમાં બધુ ખતમ થઈ ગયું અમારા પણ સાથી શહીદ થયા. પાકિસ્તાની સેનાને લાગતું હતું કે, હું પણ મરી ચુક્યો છું. પણ હું જીવતો હતો, બેભાન હતો તેમના કમાંડરે કહ્યું કે, ચેક કરો આમાથી કોઈ જીવતું તો નથી ને. એ આવીને એક એકને ગોળી મારવા લાગ્યા. મને પણ પગ અને હાથમાં ગોળી મારી, પણ મેં એક પણ બૂમ ન પાડી, ચુપચાપ સહન કરી રહ્યો હતો.
મને વિશ્વાસ હતો કે જો મારી છાતીમાં ગોળી નહીં મારે તો હું જીવીશ. હું ઈચ્છતો હતો કે કંઈ પણ કરીને મારા અન્ય સાથીઓને સમાચાર આપી દઉં કે આ લોકો આપણી નીચે વાળી પોસ્ટ પર હુમલો કરવાના છે. થોડીવા પછી તેમના એક જવાને અમારા હથિયાર ઉઠાવી લીધા. તેને મારી છાતી પર બંદૂક તાકી દીધી, ત્યારે મને લાગ્યું કે હું નહીં બચું. પરંતુ ભારત માતાની કૃપા હતી કે તેની ગોળી મારા ખિસ્સા પર લાગી જેમાં મેં થોડા સિક્કા રાખ્યા હતા, કદાચ હું એના જ કારણે બચી ગયો હતો.

 સૂબેદાર મેજર યોગેન્દ્ર યાદવ, કેપ્ટન બાના સિંહ અને સૂબેદાર સંજય કુમાર. ત્રણેયને પરમવીર ચક્ર સન્માનથી સન્માનિત કરાયા 

જ્યારે એ લોકો આગળ વધ્યા તો મેં હિંમત કરીને મારા ખિસ્સામાંથી એક ગ્રેનેડ કાઢ્યો અને તે જવાનો પર ફેંકી દીધો હતો. એ ધડાકા પછી પાકિસ્તાનના જવાનો હલી ગયા. ત્યાર પછી મે બે ત્રણ જગ્યાથી ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. તેમણે લાગ્યું કે કદાચ સપોર્ટ માટે ભારતની સેના આવી ગઈ છે. અને એ લોકો ભાગી ગયા.
 ત્યારપછી હું મારા સાથીઓ પાસે ગયો અને જોયું તો એક પણ જીવતો નહોતો. ખાસ્સી વાર સુધી રડ્યો હાથમાં ગોળી વાગવાથી હાડકા તૂટી ગયા હતા,દુખાવો થઈ રહ્યો હતો. મનમાં થયું કે હાથ તોડીને ફેંકી દઉં. તોડવાનો પ્રયાસ પણ કર્યો પણ ન તૂટ્યો. પછી પાછળ બેલ્ટથી હાથ ફસાવી લીધો. દોઢ વર્ષની નોકરી અને 19 વર્ષની ઉંમર. ન તો ઉંમરનો કોઈ અનુભવ હતો ન તો સર્વિસનો. ચારેય બાજુ બરફ જ બરફઉ હતો. એ પણ નહોતી ખબર કે ભારત ક્યા છે અને પાકિસ્તાન ક્યાં છે 

પછી એક નાળાથી નીચે પહોંચ્યો. ત્યાંથી મારા સાથીઓ મને ઉઠાવીને લઈ ગયા. કોઈને આશા નહોતી કે આ જીવતો રહેશે. ત્યારપછી મને મારા સીઓ કર્નલ ખુશહાલ સિંહ ઠાકુર પાસે લઈ જવાયો. મેં તેમને ઉપરની સ્થિતિ વિશે માહિતી આપી. ત્યારબાદ મને નહોતી ખબર કે હું ક્યાં છું. જ્યારે ભાન આવ્યું તો ખબર પડી કે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં છું અને ત્યાંથી મને સમાચાર મળ્યા કે અમારી ટીમે ટાઈગર હિલ પર તિરંગો લહેરાવી દીધો છે.

સૌથી ઓછી ઉંમરમાં પરમવીર ચક્ર સન્માન
સૂબેદાર મેજર યોગેન્દ્ર યાદવને 15 ઓગસ્ટ 2000ના રોજ સેનાના સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા. તે સૌથી ઓછી ઉંમરમાં આ સન્માન મેળવનારા સૈનિક છે. તેમણે જણાવ્યું કે, જ્યારે 14 ઓગસ્ટે તેની જાહેરાત થઈ તો તેમને ટીવી દ્વારા એ સમાચાર મળ્યા કે મરણોપરાંત 18 ગ્રેનેડિયર યૂનિટના  જવાન યોગેન્દ્ર સિંહ યાદવને પરમવીર ચક્ર મળ્યો છે. મારા માટે આ ગર્વની વાત હતી કે મારા યૂનિટના આકે જવાનને આ સન્માન મળવાનું છે. પછી મને કહેવાયું કે, સવારે સેના પ્રમુખ મને મળવા આવવાના છે, મને ખબર ન હતી કે તે કેમ મને મળવા આવી રહ્યા છે. જ્યારે તે આવ્યા તો તેમને મને શુભેચ્છા પાઠવી. ત્યાર મને ખબર પડી કે આ એવોર્ડ મને મળ્યો છે. જો કે મારા યૂનિટમાં મારા જ નામનો એક બીજો જવાન હતો એટલે કન્ફ્યુઝન હતું.

યોગેન્દ્ર યાદવ દેશના યૂથ આઈકોન છે, તે ઘણી વખત શાળા કોલેજમાં જઈને યુવાનોને મોટિવેટ કરવાનું કામ કરે છે

 ત્રણ ITI સહિત 500થી વધુ સંસ્થામાં સ્પીચ આપી ચુક્યા છે 
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, આ સન્માન આખા દેશનું છે અમારી શક્તિ 130 કરોડ ભારતીય છે. સન્માન મળ્યા પછી મારી એક ઓળખાણ જરૂર બની છે પણ મારા માટે આ મારી ફરજ છે. યોગેન્દ્ર યાદવ આખા દેશ માટે હીરો છે, આઈકોન છે. તેમણે ઘણા સન્માન મળી ચુક્યા છે. 
તેમણે જણાવ્યું કે, તે ઘણી વખત યુવાનોને મોટિવેટ કરવા માટે દેશની મોટી મોટી સંસ્થામાં જતા રહે છે. તે IIT દિલ્હી, કાનપુર, IIT બોમ્બે, IIM  ઈન્દોર, અને IIM અમદાવાદમાં મોટિવેશનલ સ્પીકર તરીકે સ્પીચ આપી ચુક્યા છે. આ સાથે જ યોગેન્દ્ર યાદવ દેશભરની 500 શાળામાં સ્પીચ આપી ચુક્યા છે. યૂથ માટે કામ કરતા ઘણા NGO સાથે પણ તે જોડાયા છે. હાલ યોગેન્દ્ર યાદવ સૂબેદાર મેજર તરીકે બરેલીમાં પોસ્ટેડ છે. તેઓ ત્રણ ભાઈ છે, તેમનો અન્ય એક ભાઈ સેનામાં છે. તેમના બે દીકરાઓ હાલ અભ્યાસ કરે છે. 

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!