“ભારતીય સેના”ની એવી રેજિમેન્ટ જેમાં છે “વિદેશી સૈનિકો”, રક્ષા કરે છે “ભારત”ની લડે છે “ચીન” સામે, નથી મળતો કોઈ મેડલ કે નથી મળતું કોઈ સન્માન.

Hits: 88

ટૂટૂ રેજિમેન્ટને પ્રારિંભક સમયમાં ટ્રેનિંગ CIAએ આપી હતી, આ રેજિમેન્ટના જવાનોને અમેરિકન આર્મીના ‘ગ્રીન બેરેટ’ની જેમ ટ્રેનિંગ આપવામાં આવી હતીપૂર્વ સેના પ્રમુખ રહી ચુકેલા દલબીર સિંહ સુહાગ પણ ટૂટૂ રેજિમેન્ટની કમાન સંભાળી ચુક્યા છે, હવે તેમા ગોરખા સૈનિકોને પણ સમાવવામાં આવે છે

નવી દિલ્હી. ઓક્ટોબર 2018ની વાત છે. યૂરોપિયન દેશ એસ્ટોનિયાની જાણીતા ગાયિકા યના કાસ્ક ભારત આવી હતી. તે અહીંયા એક મ્યુઝિક વીડિયો શૂટ કરવા માંગતી હતી અને તેના માટે યનાએ ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારને પંસદ કર્યો હતો.
દહેરાદૂનથી લગભગ 100 કિમી દૂર આવેલું ચકારાત સુંદર પહાડીઓનો વિસ્તાર છે. અહીંયા યના તેમના મિત્રો સાથે શૂટિંગ કરી રહી હતી, પરંતુ જેવી જ લોકલ ઈન્ટેલિજન્સના યૂનિટને આની જાણ થઈ તેમણે યના અને તેના સાથીઓને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધા હતા.તેમને દેશ છોડીને જવાની નોટિસ પકડાવી દીધી અને સ્થાનિક પોલીસે કેન્દ્ર સરકારને કહ્યું કે, યનાને બ્લેક લિસ્ટર કરવામાં આવે જેથી તે ભવિષ્યમાં ભારત ન આવી શકે.
આ બધુ એટલા માટે થયું કારણ કે ચકરાતા એક પ્રતિબંધિત વિસ્તાર છે. અહીંયા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી વગર કોઈ પણ વિદેશી નાગરિકને જવાની મંજૂરી આપવામાં આવતી નથી. યનાને આ વાતની જાણ નહોતી અને તે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જ અહીંયા પ્રવેશી ચુકી હતી, એટલા માટે યનાએ આ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.


 આ તસવીર સ્પેશ્યલ પેરા ફોર્સની છે, જે એકદમ ગુપ્ત રીતે મોટા મોટા ઓપરેશનને અંજામ આપે છે, આમની જેમ ટૂટૂ રેજિમેન્ટ પણ કામ કરે છે

યનાની જેમ જ ઘણા ભારતીયો પણ આ વાતથી અજાણ છે કે ચકરાતામાં વિદેશીઓના આવવા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ શા માટે છે, આ વાતની જાણ ઓછા લોકોને છે. ચકરાતા એક છાવણી વિસ્તાર છે જે સામરિક રીતે સંવેદનશીલ છે. અહીંયા વિદેશીઓના પ્રતિબંધનું સૌથી મોટુ કારણ ભારતીય સેનાની એકદમ ગોપનીય ટૂટૂ રેજિમેન્ટ છે.
ટૂટૂ રેજિમેન્ટ ભારતીય સૈન્ય શક્તિનો એ ભાગ છે જેના વિશે સાર્વજનિક રીતે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે. આ રેજિમેન્ટ આજે પણ ગુપ્ત રીતે કામ કરે છે અને તેના હોવાનો કોઈ પણ પુરાવો જાહેર કરાયો નથી.

પૂર્વ PM જવાહરલાલ નહેરુએ ટૂટૂ રેજિમેન્ટ બનાવવાનો નિર્ણય કર્યો હતો 
ટૂટૂ રેજિમેન્ટની સ્થાપના 1962માં થઈ હતી. આ એ વખત હતો જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું. પૂર્વ IB ચીફ ભોલાનાથ મલિકના સૂચન પર એ સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ટૂટૂ રેજિમેન્ટ બનાવવાનો નિર્ણય કર્યો હતો. 
આ રેજિમેન્ટને બનાવવાનો હેતુ એવા લડવૈયાઓને તૈયાર કરવાનો હતો જે ચીનની સીમામાં ઘુસીને લદ્દાખની કઠિન ભૌગોલિક પરિસ્થિતિમાં પણ લડી શકે. આ કામ માટે તિબેટથી શરણાર્તી બનીને આવેલા યુવાનોથી શ્રેષ્ઠ કોણ હોઈ શકે. આ તિબેટી જવાન એ વિસ્તારના જાણકાર હતા, અને ત્યાંના ઘણા વિસ્તારોની એમને ખબર હતી. 

જે ચઢાણ પર લોકોના પગપાળા જતા જતા શ્વાસ ફુલવા લાગે છે, આ લોકો ત્યાં દોડતા રમતા મોટા થયા છે. એટલા માટે તિબેટીયન જવાનોને ભરતી કરીને એક ફોજ તૈયાર કરવામાં આવી. ભારતીય સેનાના રિટાયર્ડ મેજર જનરલ સુજાન સિંહની આ રેજિમેન્ટના પહેલા IG તરીકે નિમણૂક કરાઈ હતી.

સુજાન સિંહ બીજા વિશ્વ યુદ્ધમાં 22માં માઉન્ટેન રેજિમેન્ટની કમાન સંભાળી ચુક્યા હતા. એટલા માટે નવી બનાવાયેલી રેજિમેન્ટ ‘ઈસ્ટૈબ્લિશમેન્ટ 22’ અથવા ટૂટૂ રેજિમેન્ટ તરીકે ઓળખાવા લાગી હતી.

 આ તસવીર એ ગોરખા કમાન્ડોની છે જે આ ટૂટૂ રેજિમેન્ટનો ભાગ હોય છે, પરંતુ પ્રારંભિક તબક્કામાં માત્ર તિબેટના જવાનો જ આમા જોડાઈ શકતા હતા

શરૂઆતમાં અમેરિકાની ગુપ્તચર એજન્સીએ ટ્રેનિંગ આપી હતી 
રસપ્રદ વાત એ છે કે ટૂટૂ રેજિમેન્ટને પ્રારંભિક તબક્કામાં ટ્રેનિંગ આપવાનું કામ અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAએ કર્યું હતું.આ રેજિમેન્ટના જવાનોને અમેરિકન આર્મીની વિશેષ ટુકડી ‘ગ્રીન બેરેટ’ની જેમ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આટલુ જ નહીં ટૂટૂ રેજિમેન્ટને M-1,M-2 અને M-3 જેવા હથિયાર પણ અમેરિકા તરફથી અપાયા હતા. 
આ રેજિમેન્ટના જવાનાની હજુ ભરતી પણ પુરી નહોતી થઈ અને નવેમ્બર 1962માં ચીને એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી, પરંતુ તેમ છતા ટૂટૂ રેજિમેન્ટનો ભંગ નહોતો કરાયો. પરંતુ આની ટ્રેનિંગ એ વિચાર સાથે ચાલુ રખાઈ હતી કે ભવિષ્યમાં જો ચીન સાથે કોઈ પણ યુદ્ધ થશે તો આ રેજિમેન્ટ આપણું સૌથી કારગર હથિયાર સાબિત થશે.
ટૂટૂ રેજિમેન્ટના જવાનોને વિશેષ રીતે ગુરિલ્લા યુદ્ધમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમને રો ક્લાઈબિંગ અને પેરા જંપિંગની સ્પેશ્યલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને કઠિન પરિસ્થિતિઓમાં પણ જીવીત રહેવાની રીતો શીખવાડવામાં આવે છે. 

1971માં સ્પેશ્યલ ઓપરેશન ઈગલમાં ટૂટૂના જવાનોને સામેલ કરાયા હતા
પોતાના સાહસનો પુરાવો ટૂટૂ રેજિમેન્ટ 1971ના બાંગ્લાદેશ યુદ્ધમાં પણ દેખાડ્યો છે, જ્યાં રેજિમેન્ટના જવાનોને સ્પેશ્યલ ઓપરેશન ર્ઈગલમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ઓપરેશનને અંજામ આપવા માટે ટૂટૂ રેજિમેન્ટના 46 જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત 1984માં ઓપરેશન બ્લૂસ્ટાર, ઓપરેશન મેઘદૂત અને 199માં થયેલા કારગિલ યુદ્ધ દરમિયાન ઓપરેશન વિજયમાં પણ ટૂટૂ રેજિમેન્ટ મહત્વની ભૂમિકા અદા કરી હતી.

શહીદીના બદલે કોઈ સાર્વજનિક સન્માન નથી મળતું
આ જ કારણે 1971માં શહીદ થયેલા ટૂટૂના જવાનોને ન તો કોઈ મેડલ મળ્યો અને ન તો કોઈ ઓળખ મળી. જે પ્રકારે રો માટે કામ કરતા દેશના ઘણા જાસૂસો ચુપચાપ શહીદ થઈ જાય છે, એવી જ રીતે ટૂટૂના શહીદ જવાનોને ઓળખ નથી મળતી. 

છેલ્લા ઘણા વર્ષોમાં એટલો ફરક જરૂર આવ્યો છે કે ટૂટૂ રેજિમેન્ટના જવાનોને હવે ભારતીય સેનાના જવાનો જેટલું જ વેતન મળવા લાગ્યું છે. દિલ્હી હાઈકોર્ટે થોડા વર્ષો પહેલા કહ્યું હતું કે, આ જવાન ન તો ભારતીય સેનાનો ભાગ છે અને ન તો ભારતીય નાગરિક છે. પરંતુ તેમ છતા આ જવાનો ભારતની સીમાની રક્ષા માટે આપણા જવાનો સાથે ખભેથી ખભો મળાવીને ઊભા રહે છે.

 પૂર્વ ભારતીય સેના પ્રમુખ રહી ચુકેલા દલબીર સિંહ સુહાગ પણ ટૂટૂ રેજિમેન્ટની કમાન સંભાળી ચુક્યા છે

પૂ્ર્વ સેના પ્રમુખ દલબીર સિંહ પણ કમાન સંભાળી ચુક્યા છે 
ટૂટૂ રેજિમેન્ટના કામ કરવાની પદ્ધતિની વાત કરવામાં આવે તો સત્તાવાર રીતે આ રેજિમેન્ટ ભારતીય સેનાનો ભાગ નથી. જો કે, તેની કમાન ડેપ્યુટેશન પર આવેલા કોઈ સૈન્ય અધિકારીના હાથમાં હોય છે. પૂર્વ ભારતીય સેના પ્રમુખ રહી ચુકેલા દલબીર સિંહ સુહાગ પણ ટૂટૂ રેજિમેન્ટની કમાન સંભાળી ચુક્યા છે. આ રેજિમેન્ટ સેનાની જગ્યાએ રો અને કેબિનેટ સચિવ દ્વારા સીધું વડાપ્રધાનને રિપોર્ટીંગ કરે છે.
પ્રારંભિક તબક્કામાં જ્યારે ટૂટૂ રેજિમેન્ટમાં માત્ર મૂળ તિબેટના જવાનોને જ ભરતી કરવામાં આવતા હતા, ત્યારે હવે ગોરખા જવાનોને પણ ટૂટૂમાં સામેલ કરવામાં આવે છે. આ રેજિમેન્ટની ભરતી પણ જાહેરમાં નથી કરવામાં આવતી. 
ટૂટૂ રેજિમેન્ટમાં આજે કેટલા જવાન છે, કેટલા અધિકારી છે, તેની બેસિક અને એડવાન્સ ટ્રેનિંગ કેવી રીતે થાય છે અને આ રેજિમેન્ટ કેવી રીતે કામ કરે છે. એ તો આજે પણ એક રહસ્ય જેવું છે. ટૂટૂ રેજિમેન્ટનો ઉદ્દેશ આજે પણ એ જ છે જે તેના સ્થાપના વખતે હતો, ચીન સાથેના યુદ્ધની સ્થિતિમાં ભારતીય સૈન્ય શક્તિનો સૌથી મજબૂત હથિયાર સાબિત થવું

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!