કોઈ નેતા કે સરકારી કર્મચારીને સમજ્યા વગર સોશિયલ મીડિયામાં હીરો બનાવતા પહેલા ચેતી જજો.

Hits: 1543

તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો. વિડીયો હતો એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ નામ ….. સુનીતા યાદવ. તો વીડિયોમાં બીજું ચર્ચાસ્પદ પાત્ર હતું ગુજરાતના આરોગ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી.


વીડિયોમાં દાવો છે કે મંત્રીપુત્ર પ્રકાશ કાનાણીના મિત્રો રાત્રિ કરફ્યુનો સરેઆમ ભંગ કરી રહયા હતા. જે અંતર્ગત કહેવાતા ઈમાનદાર અને કડક એવા લેડી કોન્સ્ટેબલ સુનીતા યાદવે તેમને કાયદાના ઉલ્લંઘન બદલ રોક્યા, પોલીસના રોક્યા બાદ તેમણે પોતાના પરમ મિત્ર એવા પ્રકાશ કાનાણીને ફોન કરીને ઘટના સ્થળે બોલાવ્યા.

સોશિયલ મીડિયામાં ” શ્રી મહેશભાઈ સાવણી” સાથે દેખાઈ રહેલા “સુનીતા યાદવ” અને તેમના પિતા……. દાવો છે કે તેઓ તેમને પિતાતુલ્ય ગણે છે.


કોન્સ્ટેબલ સુનીતા યાદવે મંત્રીપુત્ર પ્રકાશ કાનાણીએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો આરોપ લગાવ્યો અને નોકરીમાંથી રાજીનામુ આપીને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ. ત્યારબાદ તેણે જે તે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો અને ફરી એકવાર સોશિયલ મીડિયામાં વાતાવરણ ગરમ બન્યું.

Image may contain: 1 person


કોઈએ સુનીતા યાદવને ઈમાનદાર પોલીસ કર્મચારી ગણાવી તો ઘણા હરખપદુડાંઓએ તો તેને “લેડી સિંઘમ” કહી દીધી. એકબાજુ આ કહેવાતા “લેડી સિંઘમ” ના વખાણ થયા તો બીજી બાજુ મંત્રીપુત્રના માથે માછલાં ધોવાયા…

મંત્રીના પુત્રને MLAનું બોર્ડ કઢાવનાર સુનિતા યાદવના પિતાની કાર પર જુઓ શું લખ્યું છે
પુત્રી પોલીસ કોન્સ્ટેબલ હોવાથી પિતા પોતાની કારમાં Police લખેલું બોર્ડ લગાવીને ફરે છે. મંત્રી સાહેબને કાયદો શીખવનાર આ “લેડી સિંઘમ” પોતાના “પિતાશ્રી” ને કાયદો શીખવવાનું ભૂલી ગયા.


હવે હવે સવાલ એ થાય છે કે જો આ “લેડી સિંઘમ” મતલબ કે સુનીતા યાદવ ખરેખર ઈમાનદાર પોલીસ કર્મચારી હતા તો તેમણે જે તે સમયે કાયદાનો ભંગ કરનાર મંત્રીપુત્ર અને તેના મિત્રો પર કાયદેસરની કાર્યવાહી કેમ ન કરી? માત્ર વિડિઓ બનાવવા માટે જ તેમને રોકવામાં આવ્યા હતા? બીજી વાત એ પણ છે કે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પ્રકાશ કાનાણી અને તેના મિત્રો પર અભદ્ર વર્તન કરવાનો આરોપ આ કહેવાતા “લેડી સિંઘમે” લગાવ્યો એ પ્રકારનું અભદ્ર વર્તન અત્યાર સુધીના વીડિયોમાં પ્રકાશ કાનાણી તેમજ મંત્રી કુમાર કાનાણી દ્વારા તો ક્યાંય દેખાઈ રહ્યું નથી. કોઈ પણ પ્રકારના ગેરજવાબદાર શબ્દો અત્યાર સુધીના વીડિયોમાં તો ક્યાંય દેખાતા નથી.

પરંતુ હા, આપણા આ કહેવાતા “લેડી સિંઘમ” ની ભાષા થોડી કાયદાની વિરુદ્ધ અવશ્ય જણાઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ બહેન કોઈ યુવકને “એય ઉભો રે…..” કહીને ડંડો બતાવી રહયા છે. હવે સવાલ એ છે કે પોલીસ તંત્ર દ્વારા આ “લેડી સિંઘમ” ને ત્યાં મંત્રીપુત્રના વિડીયો બનાવવા ડ્યુટીમાં ઉભા રાખ્યા હતા કે પછી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવા?
જો તેઓ ખરેખર ઈમાનદાર પોલીસ કર્મચારી હતા તો કાયદામાં રહેલી જોગવાઈ પ્રમાણે મંત્રીપુત્ર અને તેમના મિત્રો પર કાર્યવાહી કરી શક્યા હોત.

મૂળ વાત એ છે કે પોલીસને કાયદાની જોગવાઈ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા છે, પછી એ કોઈ આમ આદમી હોય કે પછી દેશનો પ્રધાનમંત્રી…. જો કોઈ પણ નાગરિક કાયદો તોડે તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરી ત્યાં સુધી તો વાત વ્યાજબી છે. પરંતુ એક ઓન ડ્યુટી પોલીસ કર્મચારી માત્ર જનતા વચ્ચે હીરો બનવા માટે વિડીયો બનાવવાના અને તેને વાઇરલ કરવાના કામો કરે તે ક્યાં સુધી વ્યાજબી છે? બીજી તરફ વીડિયોમાં આ કહેવાતા “લેડી સિંઘમ” જે શબ્દોમાં હાથમાં ડંડો બતાવીને રોફ જમાવીને વાત કરી રહયા છે એ રીતનું વર્તન કરવાની છૂટ આપણા કાયદાએ નથી પોલીસ કર્મચારીને આપી કે નથી કોઈ નેતાને આપી. તેથી આ સુનીતાબેન પણ શંકાના દાયરામાં તો આવી જ જાય છે. સવાલ એ છે કે મંત્રીપુત્ર સાથે જાહેરમાં માથાકૂટ કરી વિડીયો બનાવીને તેઓ ગુજરાતની જનતામાં હીરો બનવાના પ્લાંનિંગમાં હતા?
બીજી મૂળ વાત એ છે કે આપણા આ “લેડી સિંઘમ” કર્મચારીએ પ્રકાશ કાનાણીની ગાડીમાં લગાવેલું MLA Gujarat લખેલું બોર્ડ પણ ઉતરાવી દીધું અને સીધા જ આરોગ્યમંત્રી કુમાર કાનાણીને કાયદો શીખવાડવા લાગ્યા. હવે આ “લેડી સિંઘમ” નો ફજેતો ત્યારે થયો કે જ્યારે ટૂંક સમયમાં જ તેમના પિતાની ગાડીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તેમાં ગાડી પર સ્પષ્ટ પણે Police લખેલું બોર્ડ દેખાઈ રહ્યું છે. તાપસ કરતા માલૂમ પડ્યું કે આ ગાડી સુનીતા યાદવના નહિ પરંતુ તેમના પિતાના નામે હતી. હવે મૂળ વાત એ છે કે જે લેડી કોન્સ્ટેબલ …..(માફ કરજો “લેડી સિંઘમ”) મંત્રીને જાહેરમાં કાયદો સમજાવતા એ “લેડી સિંઘમ” પોતાના પિતાશ્રીને કાયદો સમજાવવાનું ભૂલી ગયા?

આજે સવારે કહાનીમાં ટ્વીસ્ટ એ આવ્યો કે આપણા આ “લેડી સિંઘમ” સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને કહે છે કે મંત્રીપુત્ર પ્રકાશ કાનાણી સાથે જે માથાકૂટનો વિડીયો જનતાને બતાવવામાં આવ્યો એ તો માત્ર 10% જ છે. હજી બાકીનો વિડીયો હું પાછળથી જાહેર કરીશ. તો અમારો સવાલ એ છે મેડમ કે તમે પહેલા જ આખો વિડીયો જનતા અને પોલીસ સામે જાહેર કેમ ન કર્યો? જો તમે ઈમાનદાર હતા તો તમારે પહેલા જ દિવસે બધા જ પુરાવા જાહેર કરી દેવા જોઈતા હતા. એ તમે કેમ ન કર્યા?
અરે મેડમ જો તમે ખરેખર ઈમાનદાર પોલીસ કર્મચારી છો અને આટલું બધું કાયદાનું જ્ઞાન તમને છે તો તમને એ તો ખબર જ હશે કે પોલીસથી ઘટનાના પુરાવા છૂપાવવા એ ખુબ જ ગંભીર ગુનો છે? જો તમે ખરેખર ઈમાનદારીથી પોતાની ડ્યુટી નિભાવવા માગતા હોત તો તમે સૌથી પહેલા મંત્રીપુત્ર પ્રકાશ કાનાણી અને તેના મિત્રો પર જે તે સમયે જ કાયદેસરની કાર્યવાહી કરી હોત વિડીયો બનાવીને પબ્લીસીટી સ્ટન્ટ ન કર્યો હોત.

આ બધાથી એક ડગલું આગળ વધીને આપણા આ “લેડી સિંઘમે” તો આજે એમ કહી દીધું કે જો મારા સિનિયર પોલીસ અધિકારી મારી સાથે ન હોત તો મારી સાથે “નિર્ભયા કાંડ” જેવી ઘટના (માફ કરજો …. “દુર્ઘટના”) બની હોત. મતલબ કે તેમણે સીધેસીધો પોતાની જ ઉપર “બળાત્કાર” જેવી ઘટના બની શકવાની આશંકાનો જ આરોપ લગાવી દીધો જો કે વિડીયો માં મંત્રીપુત્ર પ્રકાશ કાનાણી કે ફોન પર વાત કરી રહેલા મંત્રી કુમાર કાનાણીનું વર્તન એવું તો નથી જ લાગી રહ્યું કે તેઓ આટલી હદ સુધી જાય. ઉપરથી વીડિયોમાં સ્પષ્ટ સંભળાય છે કે વીડિયોમાં મંત્રી કુમાર કાનાણી આપણા “લેડી સિંઘમ” ને કહી રહયા છે કે જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમે મારા પુત્ર પર કરો. માન્યું કે પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કાયદાનો ભંગ કર્યો છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ, એમાં કઈ જ ખોટું નથી.

પરંતુ મુખ્ય વાત એ છે કે તમે મંત્રીપુત્રનો ઉપયોગ પોતાની પબ્લીસીટી માટે જ કેમ કર્યો? પોલીસને જે તે કાયદાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની પુરેપુરી છૂટ છે, અને એ થવું જ જોઈએ. પરંતુ કોઈને જાહેરમાં ડંડો લઈને ધમકાવવા…… તેમનો વિડીયો બનાવીને વાઇરલ કરવો ……. આવા બધા કામ કરવાની છૂટ શું કાયદાએ પોલીસને આપી છે ખરી? શું આ કહેવાતા “લેડી સિંઘમ” મંત્રીપુત્ર સાથે વિવાદ કરી જનતામાં પ્રખ્યાત બનીને પોતાનું રાજકીય નસીબ તો નથી ચમકાવવા માગતા? આ “લેડી સિંઘમ” મંત્રીપુત્રને હાથો બનાવીને રાજકારણમાં ન આવે તો જ નવાઈ. અને ગુજરાતની ભોળી જનતા કોઈને હીરો તો કોઈને વિલન બનાવવામાં જ પડી છે.

મંત્રીપુત્ર સાથે વિવાદ કરીને હીરો બનેલા આ કહેવાતા “લેડી સિંઘમ” પોતે જ ધીરે ધીરે શંકાના દાયરામાં આવી રહયા છે ત્યારે જનતાને એટલી જ અપીલ છે કે સરકારી કર્મચારીની ઈમાનદારી બદલ તેની સરાહના અવશ્ય થવી જોઈએ એમાં કઈ ખોટું નથી પરંતુ સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ માણસને સોશિયલ મીડિયામાં હીરો બનાવી દેવું એક દિવસ આપણા માટે જ ઘાતક સાબિત ન થાય તેનું ધ્યાન રાખજો. પછી એ નેતા હોય કે સરકારી કર્મચારી એક કર્મચારીને આ રીતે હીરો બનાવ્યા બાદ હવે દેશમાં ગમે તે માણસના જાહેર વિડીયો બનાવીને બદનામ કરીને પોતાને હીરો બનાવવાની ફેશન ન બની જાય તો સારું…..

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!