દિલ્હી : ITBP એ બનાવ્યું વિશ્વનું સૌથી મોટું “સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર”, જાણો શું છે તેની ખાસિયતો?

Hits: 154

દિલ્હીમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને દિલ્હીમાં વિશ્વના સૌથી મોટા “સરદાર પટેલ” કોવિદ કેર સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કોવિદ કેર સેન્ટરનું સમગ્ર સંચાલન ભારત – ચીન સીમાનું રક્ષણ કરતા ઈન્ડો – તિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે ITBP ના જવાનો દ્વારા કરવામાં આવશે.


વિશ્વના સૌથી મોટા આ કોવીડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓને વ્યવસ્થિત સારવાર મળી રહે એ માટે 10,000 જેટલા બેડની સગવડ ઉભી કરવામાં આવી છે.
આ કોવીડ કેર સેન્ટર કુલ 12,50,000 સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. મતલબ કે 22 જેટલા ફૂટબોલના મેદાન આવી જાય એટલું વિશાળ આ કોવીડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે.


આ કોવિડ કેર સેન્ટર “રાધા સ્વામી સત્સંગ મંડળના સહયોગથી બનાવવામાં આવ્યું છે. આ કોવીડ કેર સેન્ટરમાં કુલ 100 જેટલા બ્લોક બનાવવામાં આવ્યા છે. દરેક બ્લોકમાં 100 – 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

ITBP chief visits newly created COVID-19 care facility in Delhi ...
ITBP ના ડોક્ટર્સ કરશે દર્દીની સારવાર.


આટલું જ નહિ કોરોના દર્દીઓને તકલીફ ન પડે એ માટે તેમની આવશ્યક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ કોવીડ કેર સેન્ટરમાં 500 જેટલા યુરિનલ બ્લોક તેમજ 450 જેટલા બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દિવ્યાંગ દર્દીઓને ધ્યાનમાં રાખીને આ કોવીડ કેર સેન્ટરમાં 300 જેટલી વ્હીલ ચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!