દેશના સૌથી લોકપ્રિય વર્તમાન મુખ્યમંત્રીઓનું લિસ્ટ, “વિજય રૂપાણી”નું સ્થાન જોઈને હસવા ન લાગતા.

Hits: 123

હાલમાં જ એક સર્વે થયો છે જેમાં દેશના લોકપ્રિય મુખ્યમંત્રીઓની લોકપ્રિયતાને લઈને પ્રજાનો મૂડ જાણવામાં આવ્યો છે. આ સર્વેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે પ્રથમ પસંદગી પામ્યા છે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ સતત ત્રીજી વખત સૌથી લોકપ્રિય CM તરીકે પસંદગી પામ્યા છે.

  • મૂડ ઓફ ધ નેશન (MOTN) નામથી ઈન્ડિયા ટુડે અને કાર્વીએ કર્યો સર્વે
  • સર્વેમાં યોગી આદિત્યનાથને સૌથી વધુ 24 ટકા મત
  • ગુજરાતના CM વિજય રૂપાણી સૌથી છેલ્લા ક્રમે

ઈન્ડિયા ટુડે અને કાર્વીએ મૂડ ઓફ ધ નેશન (MOTN) નામથી આ સર્વે કર્યો હતો. આ સર્વેમાં યોગી આદિત્યનાથને સૌથી વધુ 24 ટકા મત મળ્યાં છે. આ સર્વે એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે કાનપુર એન્કાઉન્ટર અને અપહરણની ઘટનાઓને લઈને ટીકાકારોનો સામનો કરવો પડ્યો છે. 

ખાસ વાત એ છે કે સર્વેમાં જે 7 સૌથી લોકપ્રિય CM પસંદગી પામ્યા છે, જેમાં 6 CM ભાજપ કે કોંગ્રેસમાંથી નથી. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી જે અગાઉના સર્વેમાં દેશના સૌથી લોકપ્રિય CM તરીકે પસંદ પામ્યા હતા તે હવે ચોથા ક્રમે આવી ગયા છે. આદિત્યનાથ બાદ બીજા સ્થાને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ છે. 

  • જ્યારે ત્રીજા ક્રમે આંધ્રપ્રદેશના સીએમ જગન રેડ્ડી છે અને ચોથા ક્રમે ઉપર જણાવ્યા મુજબ મમતા બેનર્જી છે. પાંચમા સ્થાન પર અન્ય CM તરીકે પસંદ કરાયા હોય તે છે. છઠ્ઠા સ્થાને બિહારના CM નીતિશ કુમારનું નામ આવે છે. સાતમા ક્રમે મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે છે જ્યારે આઠમા ક્રમે ઓરિસ્સાના નવીન પટનાયક છે. 

ત્યાર બાદ જો વાત કરીએ તો તેલંગણાના KCR, રાજસ્થાનના અશોક ગેહલોત, કર્ણાટકના યેદિયુરપ્પા, છત્તીસગઢના ભૂપેશ બઘેલ અને શિવરાજ સિંહ ચૌહાણનું નામ છે. ગુજરાતના CM વિજય રૂપાણી સૌથી છેલ્લા ક્રમે છે. CM રૂપાણીની લોકપ્રિયતા 2 ટકા છે.

દેશના મુખ્યમંત્રીઓને લોકપ્રિયતાઃ

Chief Minister NamePopularity (in %)
Yogi Adityanath (UP)24
Arvind Kejriwal (Delhi)15
Jagan Reddy (AP)11
Mamata Banerjee (WB)9
Others8
Nitish Kumar (Bihar)7
Uddhav Thackeray (MH)7
N Patnaik (Odisha)6
KCR (Telangana)3
Ashok Gehlot (Raj)2
BS Yediyurappa (KA)2
Bhupesh Baghel (CH)2
Shivraj Chouhan (MP)2
Vijay Rupani (Guj)2

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2020માં પણ સર્વે કરાયો હતો જેમાં આદિત્યનાથ ટૉપ રહ્યાં હતાં અને તેમને 18 ટકા મળ્યાં હતાં જ્યારે કેજરીવાલ અને મમતા બેનર્જીને 11-11 ટકા મત સાથે બીજા સ્થાને રહ્યાં હતાં. ઓગસ્ટ 2019ના સર્વેમાં પણ યોગી આદિત્યનાથ સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા હતાં. 

મહત્વનું છે કે આ સર્વે વિભિન્ન લોકોના ઈન્ટરવ્યૂ કરીને ટ્રેડિશનલ રીતે કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે આ સર્વે ટેલિફોન પર વાત કરીને કરવામાં આવ્યો છે. સર્વે દરમ્યાન 12021 લોકો સાથે વાત કરવામાં આવી છે. જેમાં 67 ટકા લોકો ગ્રામીણ અને 33 ટકા લોકો શહેરી વિસ્તારના હતાં.

સર્વે દરમ્યાન 19 રાજ્યો આંધ્રપ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરલ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગણા, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકો સાથે વાત કરવામાં આવી. આ સાથે 97 સંસદીય ક્ષેત્ર અને 194 વિધાનસભાના લોકોને આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યાં.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!