લોકડાઉન વધતાં તમાકુના બંધાણીઓ બન્યા બેફામ, ચોટીલામાં પાન મસાલા ન આપતાં કર્યું ફાયરિંગ

Hits: 218

સમગ્ર દેશમાં કોરોનાના કહેરને જોતાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકડાઉન 3 મે સુધી લંબાવ્યું છે. પણ લોકડાઉન લંબાવવાને કારણે તમાકુ, પાન-મસાલા સહિતની આદતો ધરાવતાં લોકોની સ્થિતિ કફોડી બની છે. નશા વગર દિવસો કાઢવા હવે તે લોકો માટે કઠિન બની રહ્યા છે. તેવામાં સુરેન્દ્રનગરના ચોટીલામાં તમાકુ અને પાન મસાલા ન આપતાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે.

ગુજરાતમાં લોકડાઉનને કારણે વ્યસનના બંધાણીઓ વ્યસન માટે ફાંફા મારી રહ્યા છે. મસાલા, સિગારેટનાં ભાવ બમણા થઈ ચૂક્યા છે. બ્લેકમાં પણ હવે તમાકુ સહિતનાં વ્યસનનો સ્ટોક પૂરો થવા આવ્યો છે. ત્યારે લોકડાઉન હજુ પણ લંબાવાતા નશાખોરો બેબાકળા બની ગયા છે. સુરેન્દ્રનગરની ઘટનાની વાત કરીએ તો, ચોટીલામાં ચાર શખ્સોએ વેપારીને દુકાન ખોલવા માટે કહ્યું હતું. અને દુકાનની અંદરથી તમાકુ-પાન મસાલા આપવા માટે જણાવ્યું હતું.

પણ લોકડાઉનને કારણે દુકાનદારે દુકાન ખોલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ગમે તે હાલતમાં તમાકુ મેળવવા માગતાં યુવકો ના સાંભળી શક્યા ન હતા. અને રોષે ભરાઈને તેઓએ પહેલાં દુકાનદાર સાથે મગજમારી કરી હતી. જે બાદ પિત્તો ગુમાવતાં તેઓએ પોતાની પાસે રહેલી બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટના બનતાં જ પોલીસબેડામાં પણ દોડધામ મચી જવા પામી હતી. પોલીસે આ મામલે 4 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

અગાઉ રાજકોટમાં અજાણ્યા શખ્સોએ પાન મસાલાની દુકાનનું તાળું તોડીને દુકાનમાં રહેલી તમામ વસ્તુઓની ચોરી કરી હતી. ત્યારે હવે આ બીજો એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફક્ત તમાકુ માટે હવે લોકો ફાયરિંગ કરતાં પણ ખચકાતાં નથી. ત્યારે લોકડાઉનનો આગામી સમય બંધાણીઓ માટે હજુ વધારે દયનીય બની રહેશે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!