રસ્તે રઝળતા બિનવારિસ મંદબુદ્ધિ પીડિત પ્રભુજીનો આશરો એટલે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત

Hits: 13

રસ્તે રઝળતા બિનવારિસ મંદબુદ્ધિ અને પીડિતોમાં ભગવાન જોઈને પ્રભુજી માની એમના જીવનમાં નિરાશાજનક અને પીડાદાયક તબક્કાનો સામનો કરી રહેલાને મદદ કરીને તેમના જીવ બચાવવા તમામ પ્રયત્નો કરતી સંસ્થા એટલે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, એમના દ્વારા સંચાલિત આશિર્વાદ માનવમંદિર સુરત થી ભરૂચ જતા ચોર્યાસી/કામરેજ ટોલ પ્લાઝા પછી 2km બાદ ડાબી સાઈડ આવતું ભવન. અહીં વિનામૂલ્યે આ પ્રભુજીની સારવાર, આશ્રય, ખોરાક, કપડાં અને સંભાળ સહિતની તમામ સેવાઓ પ્રદાન કરાય છે.રસ્તે રઝળતા સભ્યો હંમેશા લાચારીની સ્થિતિમાં જોવા મળે છે સામાન્ય રીતે તેઓ રેલ્વે સ્ટેશનો, ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોએ ખૂબ અસ્વસ્થ, ગંભીર રોગોથી હાલતમાં પીડાતા અને પીડાદાયક પરિસ્થિતિઓમાં હોય છે. જ્યાં તેઓની તદ્દન અવગણવામાં કરવામાં આવે છે, ખોરાક, સારવાર અને ટેકાનાં અભાવને કારણે તેઓ પીડાદાયક, વિલંબિત મૃત્યુ સિવાય કશું જ સામનો કરી શકતા નથી.માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત આશિર્વાદ માનવમંદિર દ્વારા તમામ પ્રયત્નો થકી એમની પીડા ઘટાડવામાં, તેમના જીવનને બચાવવા અને તેમને ઘરેલું વાતાવરણ આપવા માટે મદદ થાય છે, એમાનાં ઘણા સભ્યોને માનસિક રીતે સ્વસ્થ કરી તેમના પરિવારથી છુટા પડેલા વ્યક્તિઓને જાણ કરી એમના પરિવારને સોંપવામાં આવે છે, તેઓની પુનઃપ્રાપ્તિ બાદ તેમનું પુનર્વસન કરાય છે જેથી તેઓ બાકીનું જીવન આદરણીય સામાજિક જીવન જીવી શકે આવી તમામ સેવાકીય પ્રવૃત્તિઓ કરી આ માનવમંદિરમાં પ્રભુજીનાં દર્શન ખરેખર થાય છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!