દેશમાં કોરોનાથી 107 દિવસમાં દોઢ હજાર લોકોના મોત, જ્યારે ટીબી અને પ્રેગનેન્સી દરમિયાન દર દિવસે એક હજારથી વધુ મોત થાય છે

Hits: 450

* એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ભારતમાં 75%થી વધારે મોત ઘરમાં જ થાય છે, લગભગ 22 ટકા મોત જ મેડિકલ સર્ટિફાઈડ હોય છે   

* દેશ અને દુનિયામાંથી સૌથી વધારે મોત હાર્ટની બિમારીના કારણે થાય છે

* એચઆઈવી જેવા ચેપી બિમારીથી દુનિયાભરમાં દર વર્ષે 10 લાખ મોત થાય છે


નવી દિલ્હી. કોરોના મહામારી વચ્ચે ભારતમાં 25 માર્ચથી લોકડાઉન છે. 52 દિવસથી વધારે થઈ ગયા છે પણ કોરોનાના કેસ રોજ વધી રહ્યા છે. અત્યાર સુધી દેશમાં 80 હજારથી વધારે કેસ સામે આવી ચુક્યા છે અને દોઢ હજારથી વધારે લોકોના મોત પણ થયા છે. મોતનો આ આંકડો રોજ વધી રહ્યો છે પણ ઘણી બિમારીઓ એવી પણ છે જેનાથી દર વર્ષે ઘણા લોકોના મોત થાય છે.

દેશમાં વર્તમાનમૃત્યુ દર 7.3 છે. એટલે કે દર વર્ષે પ્રતિ હજારે 7 લોકોના મોત થાય છે. છેલ્લા 10 વર્ષોથી આ દર 7.2 થી 7.6 વચ્ચે રહ્યો છે. આ રીતે જોવામાં આવે તો 135 અબજ જનસંખ્યા વાળા આપણા દેશમાં દર વર્ષે લગભગ 1 કરોડ લોકોના મોત થાય છે. જેમાં સૌથી વધારે મોત હાર્ટ(16%) અને શ્વાસ (8.6%)ની બિમારીઓથી થાય છે. આ બિમારીઓથી મોતનો એક દિવસનો સરેરાશ જોવામાં આવે તો હાર્ટની બિમારીથી એક દિવસમાં 4 હજાર અને શ્વાસની બિમારીથી એક દિવસમાં 2 હજારથી વધારે લોકોના મોત થાય છે. સાથે જ ટીબી અને બાળતના જન્મ પહેલા અને પછીના થોડા સપ્તાહમાં થતા મોતનો એક દિવસનો આંકડો એક હજારથી વધારે છે. મેલેરિયાથી પણ દર દિવસે 500થી વધારે લોકોના મોત થાય છે. 

દુનિયાભરમાં હાર્ટની બિમારીથી સૌથી વધારે મોત થાય છે 

ભારતી જેમ જ દુનિયાભરમાં પણ સૌથી વધારે લોકોના મોત હાર્ટની બિમારીના કારણે થાય છે. WHOના એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2016માં હાર્ટની બિમારી અને સ્ટ્રોકના કારણે દુનિયભારમાં 1.52 કરોડ લોકોના મોત થયા હતા. છેલ્લા 20 વર્ષોમાં 2016માં શ્વાસ નળીની બિમારીથી 30 લાખ, ફેફસાના કેન્સરથી 17 લાખ અને એચઆઈવી જેવી ચેપી બિમારીથી 10 લાખ લોકોના મોત થયા હતા. 

(Image Source: Divyabhaskar)

ભારતમાં માત્ર 22% મોત મેડિકલ સર્ટિફાઈડ હોય છે, એટલે કે 78% મોતનું સાચું કારણ શોધવું મુશ્કેલ થઈ જાય છે

વર્ષ 2019માં ઓફિસ ઓફ રજિસ્ટ્રા જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં થતા મોત અંગે ડેટા રિપોર્ટ જાહેર કર્યો હતો. જેના જણાવ્યા પ્રમાણે, 2017માં ભારતમાં 70 લાખ લોકોના મોતનો અંદાજ લગાવાયો છે. જેમાંથી લગભગ 14.1 લાખ મોત સર્ટિફાઈડ હતી. એટલે ભારતમાં થતા મોત 22 ટકા મોત જ મેડિકલ સર્ટિફાઈડ હતા. 1990ની સરખામણીમાં આ આંકડામાં લગભગ 9 ટકાનો વધારો થયો છે. 1990માં કુલ મોતનો 12.7 ટકા જ મેડિકલ સર્ટિફાઈડ હતો.

ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે,કુલ મેડિકલ સર્ટિફાઈડ મોતનો 61.9 ટકા ભાગ પુરુષનો હોય છે એટલે કે છેલ્લા સમયમાં મહિલાઓની સરખામણીમાં પુરુષોને હોસ્પિટલમાં લઈ જવાની ટકાવારી વધારે છે. મેડિકલ સર્ટિફાઈડ મોતમાં હાર્ટ સાથે જોડાયેલી બિમારીઓથી થતા મોતની ટકાવારી 34 ટકાથી વધારે હતી. આ પ્રકારે 9.2 ટકા લોકોના મોત શ્વાસ લેવા સાથેની બિમારીઓના કારણે 6.4 ટકા મોત કેન્સરના કારણે અને 5.8 ટકા મોત નવજાતના હતા. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છ હતું કે ગોવામાં 100 ટકા મોત મેડિકલ સર્ટિફાઈડ હોય છે. દિલ્હીનો નંબર બીજો(61.5 ટકા) અને મણિપુરનો નંબર ત્રીજો(55 ટકા) હતો.

યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં જાહેર કરાયેલા રિપોર્ટમાં પણ જણાવાયું હતું કે, ભારતમાં 75 ટકાથી વધારે મોત ઘરમાં જ થાય છે, એટલા માટે મોતનું સાચું કારણ ખબર પડી શકતી નથી. 20 થી 25 ટકા કેસમં જ મોત હોસ્પિટલમાં થાય છે. જે મોત હોસ્પિટલમાં થાય છે, તે જ મેડિકલ સર્ટિફાઈડ થઈ શકે છે. ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી થયેલા મોતના કારણ પાછળ પણ એક તર્ક આપવામાં આવી રહ્યું છે કે અહીંયા મોટા ભાગના મોત મેડિકલ સર્ટિફાઈડ નથી હોતા એટલા માટે કોરોનાથી મોતનો આંકડો અહીંયા ઓછો છે.

કોરોનાના કારણે અન્ય બિમારીઓથી થતા મોતમાં પણ વધારો થઈ શકે છે 

ભારતમાં ટીબી અને મેલેરિયા જેવી બિમારીઓથી બચાવ માટે ઘણા કાર્યક્રમ કરવામાં આવે છે. ડિલેવરી પહેલા અને બાદમાં થતા મોત માટે પણ આંગણવાડીઓ દ્વારા કાર્યક્રમ ચલાવાઈ રહ્યા છે પણ હાલ લોકડાઉનના કારણે આ બધું છેલ્લા 50 દિવસથી બંધ હતું. હાલમાં દેશના તમામ સંસાધન અને મશીનરી કોરોના મહામારીથી લડવામાં લાગી ગઈ છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ભારતમાં જો કોરોનાના કારણે અન્ય બિમારીઓ પરથી ધ્યાન હટશે તો આનાથી થાનારા મોતની સંખ્યામાં વધારો થશે. યૂએસએઆઈડીના સપોર્ટથી સ્ટોપ ટીબી પાર્ટનરશીપ સાથે મળીને ઈમ્પીરિયલ કોલેજ, એનવીર હેલ્શ અને ઝોન હોપકિન્સ યુનિવર્સિટીના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં એક મહિનાના લોકડાઉનના કારણે 2020થી 2025 વચ્ચે ટીબીથી 40 હજારથી વધારે લોકોના મોત થશે. 

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં જો લોકડાઉન 3 મહિના સુધી ચાલશે તો ટીબીથી થતા મોતનો આંકડો ફરીથી 2013 થી 2016 વચ્ચે પહોંચી જશે એટલે કે ટીબી સામે લડવા માટે છેલ્લા 7 વર્ષોમાં ચલાવાયેલા મિશનનું પરિણામ શૂન્ય થઈ જશે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 3 મહિનાના લોકડાઉનથી દુનિયાભરમાં 63 લાખ ટીબીના વધારે કેસ સામે આવશે અને મોત પણ 14 લાખ વધી જશે. 

 આ આંકડાઓ માત્ર ટીબીના છે. WHOની એક સ્ટડીમાં પણ આ વાત કહેવામાં આવી છે કે કોરોનાના કારણે મેલેરિયા અને એચઆઈવીના કાર્યક્રમમાં આવતી અડચણો અને દવા સુધી પહોંચવામાં આવતી સમસ્યાઓથી આનાથી થતી મોતનો આંકડો પણ આવનારા દિવસોમાં વધશે. ભારતમાં વર્ષ 2017માં મેલેરિયાથી 1.85 લાખ અને એચઆઈવીથી 69 હજાર મોત થયા હતા.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!