કોરોનામાં આખી દુનિયા હતી બેરોજગાર ત્યારે મુકેશ અંબાણીની નેટવર્થમાં થયો 42% નો વધારો, જાણો એવું તે શું કર્યું એમણે?

Hits: 15

ભાસ્કર ડેટા સ્ટોરી / લોકડાઉનમાં 42% વધી અંબાણીની નેટવર્થ, નવ વર્ષ પછી વિશ્વના ટોપ-10 અમીરોમાં સામેલ થયા, 58 દિવસમાં જ કંપનીને દેવા મુક્ત કરી

ત્રણ મહિનાની અંદર 14 ઈન્વેસ્ટર લાવ્યા અંબાણી, જિયો પ્લેટફોર્મ્સનો 32.94 ટકા હિસ્સો વેચીને 1.52 લાખ કરોડ એકત્રિત કર્યાફેસબુક અને ગૂગલના રૂપમાં બે સૌથી મોટા રોકાણકારો મળ્યા, ફેસબુકે 43 હજાર કરોડ અને ગૂગલે 33 હજાર કરોડથી વધુનું રોકાણ કર્યુંરિલાયન્સ દેવા મુક્ત થયા પછી ત્રણ રોકાણકારોએ 53 હજાર 412 કરોડ રૂપિયાનું કર્યું.

નવી દિલ્હી. ત્રણ મહીનાની અંદર રિલાયન્સને 14 રોકાણકારો મળી ગયા છે. હવે ગૂગલ, જિયો પ્લેટફોર્મ્સમાં 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 7.73 ટકા હિસ્સો ખરીદશે. બુધવારે મુકેશ અંબાણીએ રિલાયન્સની 43મી એજીએમમાં તેની જાહેરાત કરી છે. એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાના સંકટના કારણે ઘણી કંપનીઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ મુકેશ અંબાણી પોતાની કંપની માટે સતત નવા રોકાણકારો લાવી રહ્યાં છે. આ કારણે તેમની કંપની દેવા મુક્ત થઈ ગઈ છે. અંબાણી નવ વર્ષ પછી વિશ્વના દસ અમીરોના લિસ્ટમાં સામેલ થઈ ગયા છે.

કોરોનામાં મુકેશ અંબાણીની નેટવર્થ કઈ રીતે વધી. જિયો પ્લેટફોર્મ્સમાં એક પછી એક 14 રોકાણકારોને લાવીને અને આરઆઈએલના રાઈટ્સ ઈશ્યુથી રકમ એકત્રિત કરીને તેમણે કંપનીને કઈ રીતે નેટ ડેટ ફ્રી કરી ? વિશ્વના સૌથી અમીર લોકોને એક પછી એક કઈ રીતે પાછળ છોડી રહ્યાં છે ? દેશના ટોપ અબજોપતિની નેટવર્થ તેમની સરખામણીમાં ક્યાં છે ? આ રિપોર્ટમાં આપણે આ સવાલોના જવાબો જાણીશું.

લોકડાઉનમાં પણ 42 ટકા વધી અંબાણીની સંપતિ
22 માર્ચે દેશમાં જનતા કર્ફ્યુ લગાવવામાં આવ્યો. તે દિવસે મુકેશ અંબાણીની નેટવર્થ 2.84 લાખ કરોડ રૂપિયા હતી. 24 માર્ચે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. દરેક પ્રકારની ગતિવિધિ ઠપ થઈ ગઈ. જોકે, અંબાણીની નેટવર્થ વધતી ગઈ. જૂનમાં આપણે લોકડાઉનમાંથી અનલોકના પ્રથમ તબક્કામાં આવી ગયા. અનલોક શરૂ થવાના બે દિવસ પહેલા જ અંબાણીની નેટવર્થ 4 લાખ કરોડને વટાવી ગઈ. એટલે કે લોકડાઉન દરમિયાન તેમની નેટવર્થમાં કુલ 42 ટકાનો વધારો થયો છે.

અઢી મહીનામાં નેટ વર્થ બે ગણી
અપ્રેલની શરૂઆતમાં જ્યારે ફોર્બ્સે 2020માં અમીરોનું લિસ્ટ જાહેર કર્યું તે સમયે મુકેશ અંબાણીની નેટ વર્થ 277 હજાર કરોડ હતી. અઢી મહિનામાં તે વધીને 551 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે અઢી મહિનામાં અંબાણીની નેટવર્થમાં 99 ટકાનો વધારો થયો છે.

અંબાણીએ 18 મહીનામાં કંપનીને દેવા મુક્ત કરવાની જાહેરાત કરી, દસ મહિનામાં કરી દીધી
12 ઓગસ્ટ 2019, રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે તેમની કંપની 31 માર્ચ 2021 સુધીમાં પોતાને નેટ ડેટ ફ્રી કરી લેશે. 31 માર્ચ 2020ના રોજ રિલાયન્સની ઉપર 1,61,035 કરોડ રૂપિયાનું દેવું હતું. 22 એપ્રિલે કંપનીને પ્રથમ ઈન્વેસ્ટર ફેસબુક ઈન્કના રૂપમાં મળ્યો.

અગામી 58 દિવસમાં કંપનીએ 11 ઈન્વેસ્ટર્સને જિયો પ્લેટફોર્મ્સનો 24.70 ટકા સ્ટેક વેચીને 1,15,693.95 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ એકત્રિત કર્યું. આ દરમિયાન 20 મેથી 3 જૂનની વચ્ચે આરઆઈએલએ રાઈટ ઈશ્યુથી 53,124.20 કરોડ રૂપિયા એકત્રિત કર્યા. આ રીતે કંપની કુલ 1,68,818.15 કરોડ એકત્રિત કરીને 18 જૂને નેટ ડેટ ફ્રી થઈ ગઈ. 

18 જૂન પછી કંપનીએ ઈન્ટેલ કેપિટલને 0.39 ટકા, ક્વાલકોમ વેન્ચર્સને 0.15 ટકા અને ગુગલને 7.7 ટકા હિસ્સો વેચ્યો. તેનાથી કંપનીને 36,361.5 કરોડ રૂપિયા એકત્રિત કર્યા. આ રીતે ત્રણ મહિનાની અંદર જિયો પ્લેટફોર્મ્સનો 32.97 ટકા હિસ્સો વેચીને કંપનીએ 15,20,055.45 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. 

લોકડાઉનના કારણે અરામકો સાથેની ડીલ ટળી તો જિયો પ્લેટફોર્મ્સ માટે નવા ઈન્વેસ્ટર લાવ્યા
ઓગસ્ટમાં જ મુકેશ અંબાણીએ જણાવ્યું કે તેમની કંપની રિફાઈનિંગ એન્ડ પેટ્રોકેમિકલ બિઝનેસનો 20 ટકા સ્ટેક સાઉદી અરબની પેટ્રોકેિમકલ કંપની અરામકોને વેચશે. તે સમયે ડીલની વેલ્યુ 15 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 105 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. તેનાથી કંપનીનું 60 ટકા દેવું ઉતરી જાત. 

જોકે ઓગસ્ટ 2019થી 2020 સુધી ક્રુડ ઓઈલની કિંમત 65 ટકા ઘટી. આવી સ્થિતિમાં સ્ટેક વેચીને રિલાયન્સને આશા મુજબ રોકાણ ન મળત. કોરોનાના કારણે અરામકોની ડીલ ટળી રહી હતી તો રિલાયન્સે જિયો પ્લેટફોર્મ્સનો સ્ટેક વેચીવાનું શરૂ કર્યું અને દેવા મુક્ત થઈ.

જિયોએ ગેમ ચેન્જ કરી, ચાર વર્ષમાં દેવા મુક્ત પણ કરાવી
2016માં રિલાયન્સે જિયોની સાથે ટેલિકોમ સેકટરમાં પગ મૂક્યો. લોન્ચના એક વર્ષની અંદર જ કંપનીની પાસે 13 કરોડથી વધુ સબસ્ક્રાઈબર છે. આ સફળતના પગલે 2017માં ફોર્બ્સે મુકેશ અંબાણીને ગેમ ચેન્જર્સના લિસ્ટમાં સામેલ કર્યા છે. તે સમયે કંપની કમાણીના મામલે સંપૂર્ણ રીતે પેટ્રોકેમિકલ અને રિફાઈનિંગના બિઝનેસ પર નિર્ભર હતી. 

2017માં કંપનીની 97.5 ટકા કમાણી પેટ્રોકેમિકલ અને રિફાઈનિંગના બિઝનેસમાંથી આવી. અગામી ચાર વર્ષમાં કંપનીએ આ બિઝનેસ પરની તેની નિર્ભરતા 38 ટકા કરી લીધી છે. હવે જિયો પ્લેટફોર્મ્સથી જ કંપની નેટ ડેટ ફ્રી થઈ ગઈ છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!