રાજીવ ગાંધીની હત્યા કરનાર નલિની એ જેલમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ, 29 વર્ષથી છે જેલમાં બંધ.

Hits: 13

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની શ્રીહરને સોમવારે રાતે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. તેના વકીલ પી.પુજાઝેંડીના જણાવ્યા પ્રમાણે નલિની ઈચ્છે છે કે જે કેદી સાથે ઝઘડો થયો છે તેને બીજી કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે, કારણકે બંને વચ્ચે ગેરસમજ છે. આ મુદ્દે ગઈ રાતે નલિનીની જેલર સાથે પણ બોલચાલ થઈ હતી. ત્યારપછી નલિનીએ કપડાંથી પોતાનું ગળુ દબાવીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેલ સ્ટાફે તેને રોકી લીધી હતી.

રાજીવ ગાંધી હત્યાકાંડમાં નલિનીના પતિ સહિત 6 દોષી સજા કાપી રહ્યા છે
નલિની 29 વર્ષથી જેલમાં છે. તેની દીકરીનો જન્મ પણ જેલમાં થયો છે. તે ઉપરાંત રાજીવ ગાંધી હત્યાકાંડના અન્ય 6 કેદી પણ જેલમાં જ છે. તેમાં નલિનીનો પતિ મુરુગન પણ સામેલ છે.

20 વર્ષ પહેલાં નલિનીની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ
તમિલનાડુના શ્રીપેરમબુદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન 21 મે 1991માં લિટ્ટેના આત્મઘાતી હુમલામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં નલિનીને મોતની સજા આપવામાં આવી હતી. પરંતુ તમિલનાડુ સરકારે 24 એપ્રિલ 2000ના રોજ તેમની સજા આજીવન કેદમાં ફેરવી હતી.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!