સુરત: નવા 37 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1276 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને 29 ડિસ્ચાર્જ થયા

Hits: 45

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર નવા 37 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1276 થઈ ગઈ છે. વધુ એકનું મોત થતા આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 57 થઈ ગયો છે. વધુ 29 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 852 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 247 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 44 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1- વેન્ટિલેટર, 18- બીપેપ અને 25 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ એકનું મોત

શહેર જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 57 પર પહોંચી ગયો છે. જેમાં આજે વધુ એકનું મોત થયું છે. જેમાં સગરામપુરા વિસ્તારમાં આવેલા કુંભારવાડામાં રહેતી 43 વર્ષીય વહીદા રઝાક શેખનો રિપોર્ટ પોઝિટિવ આવતા 15 મેના રોજ દાખલ કર્યા હતા. દરમિયાન આજે તેમનું મોત થયું છે. તેમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરની બીમારી હતી.

સાત ઝોનમાં નવા કેસ નોંધાયા

સુરત સિટીમાં આજે નવા 33 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ હોટ સ્પોટ એવા લિંબાયતમાં 20 કેસ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 3, વરાછા-એ ઝોનમાં 6, વરાછા-બી ઝોનમાં 1, રાંદેર ઝોનમાં 1, ઉધના ઝોનમાં 1 અને અઠવા ઝોનમાં 1 કેસ નોંધાયો છે.

બેગમપુરામાં દુધ વિક્રેતાને કોરોનાનો ચેપ લાગ્યો

બેગમપુરા ખાતે રહેતા રઇશાબીબી સૈયદ રફીક(50) સમુલ દુધ ‌વિક્રેતા છે. દુધનુ વેચાણ કરતી વખતે કોઈક ગ્રાહક દ્વારા તેઓ સંક્રમીત થયા હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

વરાછામાં એક જ સોસાયટીમાં રહેતા બે તબીબ ચેપગ્રસ્ત

વરાછા વિસ્તારની એક જ સોસાયટીમાં રહેતા બે તબીબોને કોરોનાનો ચેપ લાગ્યો છે. વરાછા હીરાબાગ પાસે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં રહેતા ડો.‌કિશોર ‌વિઠ્ઠલભાઇ પટેલ (43) ઓર્થો સર્જન છે અને નાના વરાછા વિસ્તારમાં ખાનગી દવાખાનું ચલાવે છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમનો ટેસ્ટ કરાયો હતો. જે બુધવારે પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે વિઠ્ઠલ નગર ખાતે જ રહેતા ડો. ‌કિરણબેન ‌કિશોરભાઇ દુધાત (42) ડેન્ડીસ્ટ છે. તેમને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

લોકડાઉનમાં ફરજ બજાવતા વધુ બે પોલીસ કર્મચારી પોઝિટિવ

લોકડાઉન દરમિયાન ફરજ બજાવી રહેલા વધુ બે પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. એ.કે. રોડ દીનબંધુ સોસાયટી ખાતે રહેતા જીતેન્દ્રગીરી નારાયણગીરી ગોસ્વામી(56) લિંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવે છે. હાલમાં તેઓ લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન તેમને કોરોનાના લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ કરાયો હતો. જે બુધવારે પોઝિટિવ આવ્યો હતો. તેવી જ રીતે પાંડેસરા શ્રીરામ નગર ખાતે રહેતા મહેન્દ્ર જગતબહાદુર યાદવ (27)ઉધના બીઆરસી ‌વિસ્તારમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતા હતા. તેમને પણ કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.

લિંબાયતમાં બે શિક્ષકોને પણ ચેપ લાગ્યો

લિંબાયત વિસ્તારમાં સૌથી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે બુધવારે લિંબાયતના બે શિક્ષકો પણ સંક્રમીત થયા છે. લિંબાયત પોલીસ સ્ટેશન પાસે રૂસ્તમ પાર્કમાં રહેતા સ‌ચિન ભાસ્કર આ‌‌હિરે (32) પરવતપાટીયાની આર.એમ.વાય ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં ‌શિક્ષક છે. તેમને કોરોનાના લક્ષણો જણાયા બાદ બુધવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે લિંબાયત મીઠીખાડી કમરૂનગર ખાતે રહેતા મો.સલીમ ‌નિયઝહમેદ સૈયદ (30) મગદુમનગર ખાતે સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કોરોનાના લક્ષણો બાદ બુધવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

વેસુમાં સિક્યુરીટી ગાર્ડને ચેપ લાગ્યો

મગદલ્લા રોડ સુમન શ્વેતમાં રહેતા હર્ષરાજ ગણેશ‌સિંગ (53) વેસુ વાસ્તુ લક્ઝરીયામાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે ભટાર તડકેશ્વર સોસાયટી ખાતે રહેતા મંગેશભાઇ રમેશભાઇ બતાવલે (35) પાર્લેપોઈન્ટ ખાતે આવેલા આશોપાલવ શોરૂમમાં નોકરી કરે છે. કોરોનાના લક્ષણો બાદ બુધવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!