સુરત માં સામે આવી ટ્રાફિક TRB ની વધુ એક દાદાગીરી
Hits: 1
રવિવારે અમરોલી વિસ્તારનો એક યુવક વાળ કાપવા માટે બહાર જતો હતો એ સમયે ટ્રાફિક બ્રિગેડ દ્વારા રોકવામાં આવ્યો હતો. અને 100 કોઈ પણ કારણ વગર 100 રૂપિયાનો મેમો આપી દીધો હતો. જયારે યુવક વાળ કપાવી ફરી પરત ફરતો હતો તો તેને જોયું કે મેમો માં તો ટ્રિપલ સવારી નો ગુનો નોંધ્યો છે.
જેથી આ યુવક ફરી તે પોલીસ અધિકારી પાસે જઈ ને પ્રશ્ન કર્યો હતો કે આ રીતે તેને ખોટા ગુના નો મેમો કેમ આપ્યો ? તો પોલીસ અધિકારી અને ત્રાફિક બ્રિગેડ ના લોકો તેની ઉપર વિફર્યા હતા. અને તેને ધમકી આપી હતી.
ટ્રાફિક TRB ની લેડીની છેડતી કરી એવો ખોટો કેસ કરી ગુના માં ફિટ કરી દઈશ, ટાંટિયા તોડી નાખીશ જેવી ધમકીઓ આપી અમરોલી ના પોલીસ કર્મી દ્વારા હમોને ડરાવવાની ના-કામયાબ કોશિશ.
ભ્રષ્ટચારીઓને પણ જો આપણે ના છોડતા હોઈએ તો, આવા ગુંડા ટાઈપ ના પોલીસ તત્વો ને શા માટે છોડવા જોઈએ?
ઘણા લોકોને આ વ્યક્તિ એ લાફો માર્યો હશે, અને લાફો ખાઈને ઘણા પોત-પોતાના ઘરે પણ જતા રહ્યા હશે. ચૂપચાપ લાફો ખાઈને પોતાના ખાસ મિત્ર કે સગા-સબંધી ઓને પણ કહેતા શરમ અનુભવતા હશે.
શું એ લોકો ખોટી રીતે પોલીસના હાથ નો લાફો ખાઈને એની સામે અવાજ નહીં ઉઠાવીને પોતાની જાત થી પણ શરમ નહીં અનુભવતા હોઈ!!!
આજના કિસ્સામાં તારીખ 14.06.2020 ના રોજ નિર્દોષ નાગરિક સાથે ઉદ્ધતાયભર્યું વર્તન કરનાર પોલીસ કર્મી વિરુદ્ધમાં હમોને માર મારી ધમકી આપવા બદલ ભારતીય દંડ સંહિતા ની કલમ 323, 506 હેઠળ ગુનો નોંધી આરોપી પોલીસ કર્મી ની ધરપકડ થાય એ માટે અમરોલી પોલીસ સ્ટેશન માં ફરિયાદ પણ કરવા માં આવી છે.
નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News