પાટણમાં સામે આવ્યો ગુજરાતનો અજીબોગરીબ પ્રથમ કેસ, સ્વસ્થ થયેલા બે દર્દીઓ ફરીથી કોરોના થયો

Hits: 222

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસમાં ભારે વધારો થયો છે. આ સંજોગોમાં લોકો કોરોનાથી બચવા તમામ જરૂરી પગલાઓ લઈ રહ્યા છે અને લોકડાઉનના નિયમોનું પાલન કરી રહ્યા છે. બીજી બાજુ રાજ્યમાંથી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેની સામે સાજા થઈને ઘરે જનાર લોકોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. પરંતુ પાટણથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

પાટણમાંથી ગુજરાતનો પ્રથમ કેસ સામે આવ્યો છે, જેમાં સ્વસ્થ થયેલા બે દર્દીઓ ફરીથી કોરોના પોઝિટીવ આવ્યા છે. આ ઘટનાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. જે લોકોના મનમાં એવું હતું કે, એકવાર કોરોના વાયરસ સામે જંગ જીત્યા બાદ ફરીથી વાયરસ ઉથલો મારતો નથી. આ વાત આ કેસમાં ખોટી સાબિત થઈ છે. પાટણમાં સ્વસ્થ થયેલા બે દર્દીઓ ફરીથી કોરોના પોઝિટિવ આવતા મોટા કહી શકાય તેવા એક અહેવાલ સપાટી પર આવ્યા છે, પાટણમાં બે દર્દીઓ કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેમને સિઘ્ઘપુર ખાતેના ફેસેરિટી કોરોન્ટાઈમાં રખાયા હતા, ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કર્યા બાદ ફરીથી તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ આ બન્ને દર્દીઓની તબિયત નાજુક જણાતા તેમનો રિપોર્ટ કરાયો હતો.જ્યાં બન્ને દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

તમને જણાવીએ કે, પાટણના નેદ્રા ગામના 3 દર્દીઓને કોરોના નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. બંને દર્દી હાલ ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. વિશ્વ કોરોના મહામારી મામલે ગુજરાતમાંથી આ સમાચાર લોકોને ઝાટકો આપવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે નોંધાયેલા વધુ 13 મૃત્યુ સાથે ગુજરાતમાં મોતનો આંકડો કુલ 103 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 229 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 2,407 પર પહોંચ્યો છે. જ્યારે 179 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે.

બુધવારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ એક ખાસ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. તે પ્રેઝન્ટેશન પ્રમાણે રાજ્યમાં હાઇ રિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ એટલે કે 60 વર્ષથી મોટી ઉંમરના લોકો, બાળકો કે ગર્ભવતી મહિલા દર્દીઓ કરતાં કોરોના સિવાયની અન્ય બીમારી વિનાના દર્દીઓના મૃત્યુનું પ્રમાણ લગભગ પોણા બે ગણું વધુ છે. રાજ્યના કુલ 2407 પોઝિટિવ કેસ પૈકી હાલ હોસ્પિટલમાં 2,125 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમાંના 13 વેન્ટિલેટર પર છે જયારે 2112ની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 39,421 ટેસ્ટ કરાયા તે પૈકી 2407 પોઝિટિવ, અને 37014 નેગેટીવ હતા.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!